Political/ ગુજરાતની રાજનીતિનાં મોટા સમાચાર, શંકરસિંહ બાપુ કોંગ્રેસમાં જોડાય તેવી હિલચાલ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ ગુજરાતના રાજકારણના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સૂત્રોનાં હવાલેથી ખબર મળ્યા છે કે, ગુજરાતના દિગ્ગજ રાજનીતિજ્ઞ અને રાજકારણના ચાણક્ય અથવા તો રાજનીતિ જેની ગળથૂથી બનીચુકી છે તેવા પીઢ નેતા ગુજરાત કોંગ્રેસમાં જોડાય તેવિ શક્યતાઓ સામે આવી રહીછે.

Top Stories Gujarat Others
  • કોંગ્રેસને નુકશાન પહોચાડનાર શંકરસિંહ ‘બાપુ’ને પાછા લેવાય..?

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ ગુજરાતના રાજકારણના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સૂત્રોનાં હવાલેથી ખબર મળ્યા છે કે, ગુજરાતના દિગ્ગજ રાજનીતિજ્ઞ અને રાજકારણના ચાણક્ય અથવા તો રાજનીતિ જેની ગળથૂથી બનીચુકી છે તેવા પીઢ નેતા ગુજરાત કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતાઓ સામે આવી રહીછે.

પ્રાપ્ત સમાચરો અનુસાર શંકરસિંહ વાઘેલા ગુજરાત કોંગ્રેસમાં રી એન્ટ્રી લઇ શકે છે. ગુજરાત કોંગ્રેસના પીઢ નેતાઓએ સાથે તેમને મીટીંગનો દોર શરુ કર્યો હોવાના સમાચારો મળી રહ્યા છે.શંકરસિંહ બાપુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થયા બાદ બે અર્જુન મોઢવાડિયા સાથે બાપુની મંત્રણાથઈ ચુકી છે. તો ભરતસિંહ સોલંકી સાથે પણ બાપુની મિટિંગ થઈ છે.

ભાજપ સામે લડવા બાપુ કોંગ્રેસમાં જોડાય 

ભાજપ સામે લડવા બાપુ કોંગ્રેસમાં જોડાય તેવી શકયતાઓ વર્તાઈ રહી છે. શંકરસિંહ વાઘેલા જન સંઘના દિવસોથી જ ભાજપ સાથે સંકળાયેલા હતા. અને 1996 માં ગુજરાતમાં પાર્ટી વિભાજીત કર્યા બાદ મુખ્યમંત્રી બન્યા હતા. 1997 માં તેમણે કોંગ્રેસ સાથે પોતાનો પક્ષ મર્જ કરી દીધો અને પ્રદેશ પ્રમુખ બન્યા. તેઓ યુપીએમાં કેન્દ્રીય પ્રધાન અને 2012 થી 2017 સુધી રાજ્ય વિધાનસભામાં વિપક્ષી નેતા હતા.

2017 માં રાજ્યસભાની ચૂંટણી પૂર્વે પાર્ટીમાં પક્ષપલટો થતાં તેમણે કોંગ્રેસ છોડી દીધી હતી. તેમણે 2019 માં એનસીપીમાં જોડાયા હતા.  જુન ૨૦૨૦ માં NCP માંથી રાજીનામું આપ્યું હતું.

ઉલ્લેખનીય છે કે કોરોના કાળમાં પણ બાપુ રાજકીય રીતે ખુબ જ સક્રિય હતા. અમને વિધાનસભાની પેટા ચૂંટણીમાં તેમને કચ્છ ખાતે કોંગ્રેસના ઉમેદવારને હરાવવા માટે કમર કસી હતી. અને અપક્ષ ઉમેદવાર માટે સભાઓ ગજવી હતી.

તમામ શક્યતાઓ વચ્ચે કોંગ્રેસનાં નેતા મગનું નામ મરી પાડવા તૈયાર નથી. અત્રે જોવું એ રહ્યું કે, કોંગ્રેસ હાઇકમાન્ડ શું ફરી એકવાર બાપુને એન્ટ્રી આપશે. ? રાજીવ સાતવ કોંગ્રેસ હાઇકમાન્ડ સુધી આ વાત પહોંચાડશે.

જો કે કોંગ્રેસમાં ચાલતા આંતરિક વિગ્રહમાં પણ કેટલાક નેતાઓ બાપુને કોંગ્રેસમાં નહીં લેવાના મૂડ હોવાનું જણાઈ આવે છે. અને તેનું સ્પષ્ટ કારણ આપતા અબડાસાની ચૂંટણી પરિણામને આગળ ધરી રહ્યાછે. કચ્છ ની અબડાસા બેઠકની વિધાનસભાની પેટા ચૂંટણીમાં બાપુનો જ ઉમેદવાર જ કોંગ્રેસની હારમાં નિમિત્ત બન્યો હતો. કોંગ્રેસને નુકસાન પહોંચાડનાર બાપુને લેવાય? કોંગ્રેસમાં હાલ તો આ અંગે મનોમંથન ચાલી રહ્યું છે.

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…