Banaskantha News/ બનાસકાંઠામાં ડીસા-થરાદ રોડ પર અકસ્માતમાં Bikerનું મોત

બનાસકાંઠામાં થયેલા અકસ્માતમાં કારચાલકે બાઇકચાલકને ઉડાવતા તેનું ઘટનાસ્થળે જ મોત થયુ હતુ. કારચાલકો શહેરોમાં તો લોકોને ઉડાવે જ છે, પરંતુ હવે ગ્રામીણ વિસ્તારોમાં પણ આવી દુર્ઘટના વધી રહી છે.

Top Stories Gujarat Breaking News
બનાસકાંઠામાં કારચાલકે Bikerને ઉડાવતા થયું મોત

Banaskantha News: બનાસકાંઠા ડીસા-થરાદ રોડ પર થયેલા અકસ્માતમાં એકનું મોત થયું છે. ડીસા-થરાદ રોડ પર રામપુરા નજીક કાર ચાલકે બાઇક ચાલકને અડફેટે લીધો હતો. કારચાલકે અડફેટે લેતા બાઇક ચાલક (Biker) નું મોત નીપજ્યું છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. તેમા કંપારીપૂર્વકની ઘટના દેખાય છે. આ ઘટના બતાવે છે કે કારચાલકો કેટલી બેદરકારીથી વાહન ચલાવે છે અને તેની સામે ટુ-વ્હીલર ચાલકો પણ કંઈ ઓછા નથી તે સ્પષ્ટ દેખાઈ આવે છે. આમ એકની બેદરકારી અને બીજાની નિષ્કાળજીએ એકનો ભોગ લીધો છે.

બનાસકાંઠામાં કારચાલકે Bikerને ઉડાવતા થયું મોત
બનાસકાંઠામાં કારચાલકે Bikerને ઉડાવતા થયું મોત

કારચાલકે બાઇકચાલકને ઉડાવ્યો

બનાસકાંઠામાં અકસ્માતના પગલે તરત જ આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. તેમણે બાઇક ચાલકને બચાવવા માટે 108 પણ બોલાવી હતી. પણ એમ્બ્યુલન્સ હોસ્પિટલ લઈ જાય તે પૂર્વે જ બાઇકચાલક (Biker) નું મૃત્યુ થયુ હતુ. ડોક્ટરોએ બાઇક ચાલક (Biker) ને મૃત્યુ પામેલા જાહેર કર્યો હતો. પોલીસે ઘટનાસ્થળનું પંચનામુ કરીને બાઇક ચાલકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે. તેની સાથે ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ પણ કબ્જે કર્યા છે. તેના પરથી કારચાલકને પકડી લેવાશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે.

બનાસકાંઠામાં કારચાલકે Bikerને ઉડાવતા થયું મોત
બનાસકાંઠામાં કારચાલકે Bikerને ઉડાવતા થયું મોત

કારચાલકની અક્ષમ્ય બેદરકારી

આ અકસ્માતમાં બંને (Biker) માંથી કોઈએ પણ થોડી સાવધાની રાખી હોત તો આજે એક વ્યક્તિ જીવતો હોત. ફક્ત એક સામાન્ય બેદરકારીએ એક હસતા રમતા કિલ્લોલ કરતાં પરિવાર રોતું કરી લીધું છે. બાઇકચાલક તો આમ પણ બેફામ હોય છે, પરંતુ મોટા વાહન તરીકે કારચાલકે થોડી ઘણી પણ જવાબદારી દર્શાવી હોત તો આજે તેના માથે હત્યાનું પાપ ન હોત. આ અકસ્માતના કારણે મૃતક યુવાનના કુટુંબમાં રોક્કળ મચી ગઈ છે. તે કુટુંબનો એકમાત્ર કમાનાર હતો. તે કુટુંબનો આધાર હતો.

બનાસકાંઠામાં કારચાલકે Bikerને ઉડાવતા થયું મોત
બનાસકાંઠામાં કારચાલકે Bikerને ઉડાવતા થયું મોત

કુટુંબીઓમાં મચી રોક્કળ

એક ગોઝારા અકસ્માતના લીધે એક કુટુંબને રસ્તા પર આવી ગયુ છે. વાહન ચલાવવામાં થોડી ઘણી બેદરકારી કેવી જીવલેણ નીકળી શકે છે તેનો પુરાવો આ અકસ્માત છે. અકસ્માતમાં કોઈનો જીવ જાય ત્યારે ફક્ત જીવ જ નથી જતો, પરંતુ આખું એક કુટુંબ નોંધારુ થઈ જાય છે. મૃત્યુ પામનાર વ્યક્તિ કુટુંબનો આધાર હોય છે. કુટુંબનો આધાર જ હટી જતાં કુટુંબની સ્થિતિ અત્યંત કફોડી થઈ જાય છે.

આ અગાઉ  બનાસકાંઠા જિલ્લામાં અમીરગઢ રામજીયાણી પાટિયા પાસે નેશનલ હાઇવે પર સર્જાયેલા દર્દનાક અકસ્માતમાં રાજસ્થાનથી આવતી કારે રોડ બાજુએ ઉભેલા દાદા અને પૌત્રને ફૂટબોલની જેમ ફંગોળતા બંનેના કરૂણ મોત નીપજ્યા છે. માતેલા સાંઢની જેમ આવેલી કારે દાદા-પૌત્રને ઉડાવ્યા તે સમગ્ર ઘટના ફાર્મ હાઉસના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે.

પોલીસે આ સીસીટીવી કેમેરાના સથવારે કારચાલકની  ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા મુજબ અમીરગઢ રામજીયાણી પાટીયા પાસે નેશનલ હાઇવે પર એક પૂરપાટ આવતી કારે પૌત્ર અને દાદાને ઉડાવી દીધા છે. જે બાદ રામજાણીના દાદા અને પૌત્રને ગાડીએ અડફેટે લેતા બંનેના મોત નીપજ્યા છે. દાદા અને પૌત્રની પાછળ ત્રીજુ બાળક પણ દોડી રહ્યુ હતુ. જોકે, તે આ લોકો પાસે પહોંચે તે પહેલા જ કારે દાદા-પૌત્રને ઉડાવી દીધા હતા. જેથી ત્રીજા બાળકનો આબાદ બચાવ થયો છે.

અમીરગઢ પોલીસે કાર ચાલકની અટકાયત કરી લીધી છે. જે બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ સમગ્ર ઘટના ત્યાં આવેલા ફાર્મ હાઉસમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ છે. આ સીસીટીવી ફૂટેજ જોઇને કોઇને પણ ધ્રુજારી છૂટી શકે છે.

નોંધનીય છે કે, આજે સવારે દ્વારકા-ખંભાળિયા હાઇવે પર સર્જાયેલા એક અકસ્માતમાં 10થી વધુ લોકોને ઇજા પહોંચી છે. પીકઅપ વાન ડિવાઇડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બીજી બાજુ, આ અકસ્માતની તસવીરો પણ ચોંકાવનારી છે. જ્યારે બનાસકાંઠાના કાંકરેજમાં નશામાં ધૂત કારચાલકે અકસ્માત સર્જાયો હતો. કારની ટક્કરે બાઇક પર સવાર બે લોકોને ઇજા પહોંચી છે.


આ પણ વાંચો: સાંચોર-થરાદ હાઇવે પર મોતની ટક્કર, ગામમાં શોકની લહેર

આ પણ વાંચો: પાલનપુર હાઈવે પર કાળનો પંજો! ટ્રકે ડિવાઈડર કૂદી સામેની કારને લીધી અડફેટે, 5 જિંદગીઓ હોમાઈ

આ પણ વાંચો: બનાસકાંઠામાં માતેલા સાંઢની જેમ આવેલી કારે દાદા-પૌત્રને ઉડાવ્યા