Brazil Plane Crash in Building 2026: બ્રાઝિલના બ્રેલો હોરિઝોન્ટો શહેરમાં એક ભયાનક વિમાન દુર્ઘટના સર્જાઈ છે. એક નાનું વિમાન ટેકનિકલ ખામીને કારણે રહેણાંક વિસ્તારની ત્રણ માળની બિલ્ડિંગ સાથે ટકરાતા સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 3 લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે અન્ય મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે.
કેવી રીતે સર્જાઈ આ ભયાનક દુર્ઘટના?
સોમવારે બપોરે બનેલી આ ઘટનામાં વિમાન પરથી પાયલટે અચાનક કન્ટ્રોલ ગુમાવ્યો હતો:
ટક્કર: રિપોર્ટ મુજબ, વિમાન ઊંચી બિલ્ડિંગથી બચવા માટે ડાબી તરફ વળવાનો પ્રયાસ કરી રહ્યું હતું, પરંતુ તે સીધું બિલ્ડિંગના સ્ટેયરવેલ (સીડીવાળા ભાગ) સાથે ટકરાઈને નીચે પાર્કિંગમાં ખાબક્યું હતું.
દૃશ્યો: વિમાન ટકરાતા જ જોરદાર વિસ્ફોટ થયો હતો અને ચારેબાજુ ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોએ લોકોને અમેરિકાના 9/11 હુમલાની યાદ અપાવી દીધી છે.
#Brazil: Footage captures the moment a single-engine plane crashed into a building in Belo Horizonte, near Pampulha Airport.
Reports indicate four people were on board, the pilot is believed to have died at the scene, while three passengers were seriously injured. pic.twitter.com/dgRxW3uQrj
— Wolverine Update (@W0lverineupdate) May 4, 2026
જાનહાનિ અને બચાવ કામગીરી (plane crash)
દુર્ઘટનાના (plane crash) સમાચાર મળતા જ ફાયર વિભાગ અને ઈમરજન્સી સેવાઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી:
મોત: વિમાનમાં સવાર પાયલટ અને કો-પાયલટનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયેલા 3 મુસાફરોમાંથી પણ એક વ્યક્તિએ દમ તોડી દીધો છે.
સદનસીબ: વિમાન ફ્લેટના મુખ્ય ભાગને બદલે સીડીઓ સાથે ટકરાયું હોવાથી બિલ્ડિંગની અંદર રહેલા લોકોનો આબાદ બચાવ થયો છે. જો વિમાન સીધું ફ્લેટમાં ઘૂસ્યું હોત, તો જાનહાનિનો આંકડો ઘણો મોટો હોત.
હાલમાં બ્રાઝિલિયન એવિએશન ઓથોરિટી દ્વારા વિમાનમાં આવેલી ટેકનિકલ ખામી અંગે વિસ્તૃત તપાસ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો :હોર્મુઝમાં ઈરાનની ‘ટોલ વસૂલાત’ સામે અમેરિકાની યુદ્ધની તૈયારી, ઓઈલ-ગેસના ભાવમાં ભડકો થવાની આશંકા
આ પણ વાંચો :એર ઈન્ડિયા બ્લાસ્ટના 40 વર્ષ બાદ કેનેડાની આંખ ઉઘડી, રિપોર્ટમાં ખાલિસ્તાની ઉગ્રવાદને ગણાવ્યું મોટું જોખમ
