World News/ પશ્ચિમ એશિયામાં ફરી યુદ્ધના મંડાણ, હોર્મુઝની ખાડીમાં 5 ના મોત, ટ્રમ્પે ઈરાનને આપી નેસ્તનાબૂદ કરવાની ધમકી

Middle East માં ફરી યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. હોર્મુઝમાં અમેરિકાના હુમલામાં 5 ના મોત અને UAE ના તેલ ડેપો પર ડ્રોન એટેક બાદ બહેરીને ઈમરજન્સી જાહેર કરી છે. તેલના ભાવમાં થયેલા તોતિંગ વધારા વિશે વાંચો અહીં.

Top Stories international World
Middle East

Middle East Conflict 2026: પશ્ચિમ એશિયામાં 18 દિવસના કામચલાઉ યુદ્ધવિરામનો અંત આવતા જ સ્થિતિ ફરી ભયાનક બની છે. હોર્મુઝની ખાડીમાં અમેરિકા અને ઈરાન વચ્ચે સીધો સંઘર્ષ શરૂ થયો છે. ઈરાની મીડિયાના દાવા મુજબ, અમેરિકાએ બે નાગરિક નૌકાઓને નિશાન બનાવતા 5 લોકોના મોત થયા છે. આ હુમલા બાદ સમગ્ર આરબ દેશોમાં ફફડાટ ફેલાયો છે.

UAE પર ડ્રોન હુમલો અને તેલ ડેપોમાં આગ

યુનાઈટેડ આરબ અમીરાત (UAE) ના ફુજૈરાહ સ્થિત તેલ સુવિધા કેન્દ્ર પર ઈરાની ડ્રોન (Middle East) દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. આ કેન્દ્ર હોર્મુઝને બાયપાસ કરતું મહત્વનું પાઈપલાઈન હબ છે. હુમલા બાદ ત્યાં ભયાનક આગ લાગી હતી. આ ઉપરાંત ઓમાનમાં પણ રહેણાંક વિસ્તારોમાં હુમલાના અહેવાલ છે, જેના પગલે બહેરીન સરકારે દેશમાં ‘નેશનલ ઈમરજન્સી’ જાહેર કરી દીધી છે.

વિશ્વ બજારમાં તેલના ભાવમાં 6 ટકાનો ઉછાળો

આ યુદ્ધની (Middle East) અસરથી ગ્લોબલ માર્કેટમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં 6 ટકાનો તોતિંગ વધારો થયો છે. બ્રિટિશ સેનાએ પણ અમીરાત તટ પાસે એક માલવાહક જહાજમાં આગ લાગી હોવાની પુષ્ટિ કરી છે. આ આર્થિક ઝટકાથી ભારત સહિત દુનિયાભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાની શક્યતા છે.

Middle East યુધ્ધ વચ્ચે ટ્રમ્પની ઈરાનને કડક ચેતવણી

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આક્રમક વલણ અપનાવતા સોશિયલ મીડિયા પર ઈરાનને ચેતવણી આપી છે. ટ્રમ્પે કહ્યું કે જો ઈરાન અમેરિકી જહાજોને નિશાન બનાવશે તો તેને ‘નેસ્તનાબૂદ’ કરી દેવામાં આવશે. બીજી તરફ ઈરાને આ હુમલાઓમાં પોતાનો હાથ હોવાનો ઇનકાર કર્યો છે.


આ પણ વાંચો :બ્રાઝિલમાં રહેણાંક બિલ્ડિંગ સાથે વિમાન ટકરાયું, 3 ના મોત, જુઓ 9/11 જેવો ભયાનક વીડિયો

આ પણ વાંચો :એર ઈન્ડિયા બ્લાસ્ટના 40 વર્ષ બાદ કેનેડાની આંખ ઉઘડી, રિપોર્ટમાં ખાલિસ્તાની ઉગ્રવાદને ગણાવ્યું મોટું જોખમ

આ પણ વાંચો : અટલાન્ટિકમાં ફસાયું મોતનું જહાજ, હંતા વાયરસથી 3 ના મોત, WHO એ જારી કરી ચેતવણી