Not Set/ ગાઝિયાબાદના ઇંદિરાપુરમથી વરિષ્ઠ પત્રકાર વિનોદ વર્મા એરેસ્ટ

ગાઝિયાબાદ: ગાઝિયાબાદના ઇંદિરાપુરમથી સિનિયર પત્રકાર વિનોદ વર્માની ધરપકડ કરવામાં આવી હતી. પત્રકાર વિનોદ વર્માને આજે સવારે લગભગ ચાર વાગે છત્તીસગઢ પોલીસ દ્વારા ઇંદિરાપુરમમાં સ્થિત તેમના નિવાસસ્થાનથી ધરપકડ કરવામાં આવ્યા હતા. પત્રકાર વિનોદ વર્માને છેલ્લા 5 કલાકથી ઇંદિરાપુરમ પોલીસ સ્ટેશનમાં પૂછતાછ કરવામાં આવી રહી છે. વિનોદ વર્માની સામે છત્તીસગઢે કલમ 340, 384 506 હેઠળ કેસ દાખલ […]

Top Stories

ગાઝિયાબાદ: ગાઝિયાબાદના ઇંદિરાપુરમથી સિનિયર પત્રકાર વિનોદ વર્માની ધરપકડ કરવામાં આવી હતી. પત્રકાર વિનોદ વર્માને આજે સવારે લગભગ ચાર વાગે છત્તીસગઢ પોલીસ દ્વારા ઇંદિરાપુરમમાં સ્થિત તેમના નિવાસસ્થાનથી ધરપકડ કરવામાં આવ્યા હતા. પત્રકાર વિનોદ વર્માને છેલ્લા 5 કલાકથી ઇંદિરાપુરમ પોલીસ સ્ટેશનમાં પૂછતાછ કરવામાં આવી રહી છે.

વિનોદ વર્માની સામે છત્તીસગઢે કલમ 340, 384 506 હેઠળ કેસ દાખલ કર્યો છે. વર્મા એડિટર્સ ગિલ્ડના સભ્ય હોવાની સાથે બીબીસી અને અમર ઉઝાલા સાથે પણ છે એવું માનવામાં આવી રહ્યું છે. વિનોદ વર્મા છત્તીસગઢના વરિષ્ઠ કોંગ્રેસી નેતા ભૂપેશ બઘેલના સબંધી પણ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે છત્તીસગઢમાં કેટલીક સીડી પકડવામાં આવી છે જેને બનાવવામાં વિનોદ વર્માની ખાસ ભૂમિકા છે.