Not Set/ હવે સડસડાટ ઉતરશે પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો ક્યારથી મળશે ફાયદો?

તેલ કંપનીઓએ માર્ચમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં થોડો ઘણો કાપ મૂકયો હતો. પણ આ કાપ એટલો ન હતો કે સામાન્ય વ્યક્તિને તેમાંથી રાહત મળે. પણ હવે આશા જાગી છે કે આવનારા સમયમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ભારે કમી આવી શકે છે. જો કે તેલની નિકાસ કરતાં દેશોના સંગઠન (OPEC) અને સહયોગી દેશ તેલ ઉત્પાદન ધીરે. […]

Top Stories India

તેલ કંપનીઓએ માર્ચમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં થોડો ઘણો કાપ મૂકયો હતો. પણ આ કાપ એટલો ન હતો કે સામાન્ય વ્યક્તિને તેમાંથી રાહત મળે. પણ હવે આશા જાગી છે કે આવનારા સમયમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ભારે કમી આવી શકે છે. જો કે તેલની નિકાસ કરતાં દેશોના સંગઠન (OPEC) અને સહયોગી દેશ તેલ ઉત્પાદન ધીરે. ધીરે. વધારવા માટે માની ગયા છે.

પ્રતિદિન ૨૦ લાખ બેરલ ઉત્પાદન વધશે
તેલ ઉત્પાદક દેશો (OPEC)નું કહેવુ છે કે તેમણે નિર્ણય કર્યો છે કે મે થી જૂલાઇ દરમિયાન પ્રતિદિન ૨૦ લાખ બેરલ ઉત્પાદન વધારશે. OPECનું કહેવું છે કે કોરોના મહામારીમાંથી બેઠી થતી વૈશ્વિક અર્થવ્યવસ્થાને જોતા આ પગલું લેવામાં આવી રહ્યુ છે. OPEC દેશોએ ઉત્પાદન ઘટાડ્યુ હતું. જેને લઇને કાચાતેલની કિંમતોમાં વધારો થયો હતો.

કેવી રીતે વધશે ઉત્પાદન
OPEC મે માં ૩.પ લાખ પ્રતિદિન બેરલ, જૂનમાં પણ ૩.પ લાખ પ્રતિદિન બેરલ, અને ચાર લાખ બેરલ જૂલાઇમાં ઉત્પાદન વધારશે. સઉદી અરબે કહ્યુ કે તે પોતે ૧૦ લાખ બેરલ પ્રતિદિન ઉત્પાદન વધારશે.

ઓછા થશે પેટ્રોલ-ડીઝલના ભાવ
કાચાતેલનું ઉત્પાદન વધવાથી કિંમતોમાં ઘટાડો થશે. જેની સીધી અસર દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો પર જોવા મળશે. તમને જણાવી દઇએ કે ભારત કાચાતેલના કિસ્સામાં ઘણી હદ સુધી બીજા દેશોમાંથી ઇંમ્પોર્ટ પર નિર્ભર છે. ભારત પોતાની જરૂરીયાતનું ૮૦ ટકા તેલ ઇમ્પોર્ટ કરે છે.

કાચુતેલ ૬૪ ડોલરને પાર પહોચ્યું
તમને યાદ હશે કે માર્ચ પછી જ્યારે આખી દુનિયામાં કોરોના મહામારી પીક પર હતી. ત્યારે ક્રુડના ભાવ ૩૦ ડોલર પ્રતિબેરલ થઇ ગયા હતા. અને હવે આજે તે ૬૪ ડોલર પર છે. કોરોના મહામારી દરમિયાન માંગ ઘટવાને લીધે કાચાતેલના ભાવ ઘણા ગગડી ગયા હતા. તે માટે OPECદેશોએ પાછલા વર્ષે ઉત્પાદન ઘટાડવાનો નિર્ણય લીધો હતો.

જો કે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને OPEC દેશો પાસે કાચાતેલનું ઉત્પાદન વધારવાની અપીલ કરી હતી. કારણ કે તેના ભાવમાં સ્થિરતા આવી શકે. પણ તેલની નિકાસ કરતાં દેશોએ કોઇ વ્યાજબી જવાબ આપ્યો ન હતો. ત્યારે સઉદી અરબે કહ્યુ હતુ કે પાછલા વર્ષે જ્યારે તેલના ભાવ ગગડ્યા હતા ભારત તે સમયે ખરીદી કરેલા કાચાતેલનો ઉપયોગ કરી શકે છે.