Morbi News: મોરબીમાં ચોરીની અદાવતમાં હત્યા કરનારો ઝડપાયો છે. સુરત પીસીબીએ ફરાર થઈને હૈદરાબાદ ભાગી ગયેલા આરોપીને ઝડપ્યો છે. આરોપીએ બે હજારની ચોરીની અદાવતમાં યુવકની હત્યા કરી હતી. 24 વર્ષથી ભાગતા ફરતા આ આરોપી પર 10 હજાર રૂપિયાનું ઇનામ હતુ. સુરત પીસીબીએ બાતમીના આધારે આ ઓપરેશન પાર પાડ્યુ હતુ. આરોપીને વધુ તપાસ માટે મોરબી પોલીસને સોંપવામાં આવશે.
આ ગુનેગારની ધરપકડ સાથે સુરત પોલીસે ગુનેગારોને સંદેશો પાઠવી દીધો છે કે ગમે તેવો ગુનેગાર આખા દેશમાં ગમે ત્યાં હશે પોલીસની નજરથી છૂપાઈ નહીં શકે. પોલીસ તેને ગમે ત્યાંથી પકડી લઈને કાયદાના હવાલે કરશે, જેલના સળિયા પાછળ ધકેલી દેશે. પછી ભલેને ગુનેગાર દુનિયાના ગમે તે પડમાં છૂપાઈ જાય.
આરોપી 24 વર્ષથી ભાગતો હતો છતાં પણ પોલીસે તેનો પીછો છોડ્યો ન હતો, તે બાબત પોલીસની ગુનાને ઉકેલવા માટેની ધીરજનો પુરાવો બતાવે છે. તેની સાથે ગુનેગારો માટે પણ ચેતવણી છે કે તેઓ ગુનો થયા પછી એમ માનતા હોય કે વર્ષો વીતે એટલે તેમનો ગુનો વિસરાઈ જશે અને તેઓ પછી પરત ફરી શકશે તો તેવું નહીં બને. ગુનો હંમેશા ગુનો રહેશે અને વર્ષોના વર્ષ પછી પણ ગુનેગાર હંમેશા ગુનેગાર જ રહેશે. તેની ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે.
આ પણ વાંચો: મોરબી ટંકારાના પીઆઈ અને કોન્સ્ટેબલને SP એ સસ્પેન્ડ કર્યા
આ પણ વાંચો: મોરબીમાં ભાજપના પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય પર ગંભીર આરોપ: ઉદ્યોગપતિ પર હુમલો
આ પણ વાંચો: હળવદમાં બાળકો સાથે રેલવે ટ્રેક ક્રોસ કરી રહેલી મહિલાનો અકસ્માત, 2 બાળકોના મોત
