Morbi News: મોરબીમાં ભાજપ સાથે સંકળાયેલા પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય અજય લોરિયા (BJP Ajay Loria) ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. તેમના પર એક ઉદ્યોગપતિ પર હુમલો કરવાનો ગંભીર આરોપ લાગ્યો છે, જેના કારણે શહેરમાં રાજકીય અને સામાજિક ચર્ચાઓ તેજ થઈ ગઈ છે.
25 લાખની ઉઘરાણી મામલે હુમલાનો આક્ષેપ
મળતી માહિતી મુજબ, આ સમગ્ર ઘટના પૈસાની ઉઘરાણી સાથે જોડાયેલી છે. આરોપ છે કે અજય લોરિયાએ ઉદ્યોગપતિ પાસે 25 લાખ રૂપિયાની માંગણી કરી હતી. ઉદ્યોગપતિએ રકમ આપવા ઇન્કાર કરતા તેના પર હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે.
સામાજિક કાર્યકર્તા તરીકે ઓળખાતા BJP Ajay Loria પર સવાલ
અજય લોરિયા (BJP Ajay Loria) સામાજિક કાર્યકર્તા તરીકે પણ ઓળખાય છે, પરંતુ આ ઘટનાએ તેમની છબી પર સવાલો ઉભા કર્યા છે. સ્થાનિક સ્તરે આ મુદ્દે ચર્ચા ગરમાઈ છે અને લોકોમાં આક્રોશ પણ જોવા મળી રહ્યો છે.
અગાઉ પણ વિવાદમાં રહ્યા
આ પ્રથમ વખત નથી કે અજય લોરિયા (BJP Ajay Loria)નું નામ વિવાદમાં આવ્યું હોય. અગાઉ પણ એક ધારાસભ્ય સાથે તેમની માથાકૂટ થઈ હોવાની ઘટના સામે આવી હતી, જેના કારણે તેઓ ચર્ચામાં રહ્યા હતા.
તપાસની માંગ ઉઠી
આ બનાવ બાદ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવાની માંગ ઉઠી છે. પોલીસ દ્વારા ફરિયાદ નોંધાઈ છે કે નહીં અને આગળ શું કાર્યવાહી થાય છે તે પર સૌની નજર છે.
આ પણ વાંચો:મોરબીમાં ભાજપના બે નેતાઓ જ આમને સામને
આ પણ વાંચો:મોરબીમાં ભાજપ નેતાઓ હળવદ-રણમલપુર રોડને લઇને આમને-સામને
આ પણ વાંચો:મોરબીમાં પાટીદાર સમાજની સભા બાદ ઉઠ્યા સવાલ, ભાજપની જુથબંધી સામે આવી
