National News/ આંધ્રપ્રદેશમાં પ્રેમિકાની ક્રૂર હત્યા, લાશના 3 ટુકડા કરી માથું સળગાવ્યું; નેવી જવાનની ધરપકડ

આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં નેવીના જવાન રવિન્દ્રએ તેની પ્રેમિકા મોનિકાની Murder કરી લાશના 3 ટુકડા કર્યા છે. ફ્રિજ અને પલંગ નીચે લાશ સંતાડી માથું સળગાવી દેવાની આ ઘટનાએ દેશભરમાં સનસની મચાવી છે.

NATIONAL Top Stories India
Murder

Body parts in fridge murder case Andhra: આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં એક સનસનીખેજ હત્યાનો મામલો સામે આવ્યો છે, જેમાં પ્રેમ, દગો અને ક્રૂરતાનો ભયાનક અંત જોવા મળ્યો છે. INS ડેગામાં તહેનાત ભારતીય નેવીના એક જવાને પોતાની પ્રેમિકાની છરીના ઘા મારી હત્યા કરી અને ત્યારબાદ પુરાવા ભૂંસવા માટે મૃતદેહના ત્રણ ટુકડા કરી દીધા હતા. આ ઘટનાએ ફરી એકવાર દિલ્હીના કુખ્યાત શ્રદ્ધા વાલકર કેસની યાદ તાજી કરી દીધી છે.

કોણ છે આરોપી અને શું હતો વિવાદ?

આરોપીનું નામ ચિંતાદા રવિન્દ્ર (ઉંમર 35) છે, જે નેવીમાં કાર્યરત છે. રવિન્દ્ર પરિણીત હોવા છતાં છેલ્લા 5 વર્ષથી 29 વર્ષીય મોનિકા નામની યુવતી સાથે પ્રેમ સંબંધમાં હતો. બંનેની મુલાકાત વર્ષ 2021 માં એક ડેટિંગ એપ દ્વારા થઈ હતી. આરોપીના જણાવ્યા મુજબ, મોનિકા તેની પાસેથી અત્યાર સુધીમાં 3.50 લાખ રૂપિયા પડાવી ચૂકી હતી અને સંબંધોનો ખુલાસો કરવાની ધમકી આપી વધુ નાણાં માંગતી હતી.

આયોજનપૂર્વક પાર પાડી Murder

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે રવિન્દ્રએ આ હત્યા ખૂબ જ આયોજનપૂર્વક કરી હતી.

તકની રાહ: રવિન્દ્રની પત્ની થોડા દિવસ પહેલા જ પોતાના પિયર વિજયનગરમ ગઈ હતી. ઘરે પત્ની ના હોવાથી તેણે રવિવારે બપોરે મોનિકાને પોતાના ઘરે બોલાવી હતી.

હત્યારો સામાન: રવિન્દ્રએ હત્યા માટે ખાસ છરી ખરીદવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સ્થાનિક દુકાને ન મળતા તેણે ઓનલાઈન છરી મંગાવી હોવાનું પણ સામે આવ્યું છે.

ઝઘડો અને હત્યા: રવિવારે સાંજે બંને વચ્ચે નાણાં અને સંબંધોને લઈ ઉગ્ર બોલાચાલી થઈ હતી. આવેશમાં આવી રવિન્દ્રએ મોનિકા પર છરીના અનેક ઘા ઝીંકી તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી.

Murder

મૃતદેહના ટુકડા અને ફ્રિજનો ઉપયોગ

હત્યા (Murder) કર્યા બાદ રવિન્દ્રએ હેવાનિયતની હદ વટાવી દીધી હતી. તેણે મોનિકાના શરીરના 3 ટુકડા કર્યા:

એક ભાગ ફ્રિજમાં: લાશમાંથી દુર્ગંધ ન આવે તે માટે શરીરનો એક ભાગ ફ્રિજમાં છુપાવ્યો હતો.

બીજો ભાગ પલંગ નીચે: બીજો ટુકડો કોથળામાં ભરી પલંગ નીચે સંતાડી દીધો હતો.

માથું સળગાવી દીધું: પુરાવા નાશ કરવા માટે તેણે પીડિતાનું માથું એક નિર્જન વિસ્તારમાં લઈ જઈને સળગાવી દીધું હતું.

પોતે જ પોલીસ સ્ટેશન પહોંચ્યો

આ ભયાનક કૃત્ય (Murder) કર્યા બાદ રવિન્દ્ર પોતે જ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને પોતાનો ગુનો કબૂલી લીધો હતો. જ્યારે પોલીસ તેના ઘરે પહોંચી ત્યારે ફ્રિજ અને પલંગ નીચેથી લાશના ટુકડા જોઈ પોલીસ અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા. જોકે, શરૂઆતમાં પોલીસને માથું મળ્યું ન હતું, જે બાદમાં આરોપીની કબૂલાત પરથી શોધી કાઢવામાં આવ્યું હતું.

Murder

શ્રદ્ધા વાલકર કેસની યાદ તાજી થઈ

આ ઘટનાએ વર્ષ 2022 ના શ્રદ્ધા વાલકર કેસની યાદ અપાવી છે, જેમાં આફતાબ પૂનાવાલાએ શ્રદ્ધાની હત્યા (Murder) કરી તેના 35 ટુકડા કર્યા હતા અને તેને ફ્રિજમાં રાખ્યા હતા. વિશાખાપટ્ટનમના આ કેસમાં(Murder) પણ આરોપીએ એ જ ‘મોડસ ઓપરેન્ડી’ અપનાવી હોય તેમ જણાય છે. હાલમાં નેવીના જવાનની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


આ પણ વાંચો: કર્ણાટકમાં હેવાનીયતની પરાકાષ્ઠા: પતિએ જાહેરમાં પત્નીનું ગળું કાપ્યું, પછી કાર નીચે કચડીને પતાવી દીધી

આ પણ વાંચો: માનસિક રોગ વોર્ડમાં મૂકબધિર મહિલા પર બળાત્કાર, 5 મહિનાનો ગર્ભ રહેતા યુપીમાં ખળભળાટ

આ પણ વાંચો:વડોદરાના બકરાવાડીમાં પતિએ પત્નીની હત્યા કરતા ચકચાર મચી