Saifai Medical University rape case update: ઉત્તર પ્રદેશની પ્રતિષ્ઠિત સૈફઈ મેડિકલ યુનિવર્સિટી (UPUMS) માં મહિલા સુરક્ષાના દાવાઓની પોલ ખોલતી એક ભયાનક ઘટના સામે આવી છે. હોસ્પિટલના માનસિક રોગ વોર્ડમાં સારવાર લઈ રહેલી એક 35 વર્ષની મૂકબધિર અને માનસિક રીતે અક્ષમ મહિલા પર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે. આ કમનસીબ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે રૂટિન તપાસ દરમિયાન જાણવા મળ્યું કે પીડિત મહિલા 5 મહિનાની ગર્ભવતી છે.
University ની સુરક્ષા વ્યવસ્થા પર ઉઠ્યા ગંભીર સવાલો
પીડિત મહિલા જૂન 2025 થી આ વોર્ડમાં ભરતી હતી. 17 માર્ચ 2026 ના રોજ થયેલી તપાસમાં તેના ગર્ભવતી હોવાનો ખુલાસો થતા હોસ્પિટલ પ્રશાસનમાં ફફડાટ ફેલાઈ ગયો છે. મહિલા બોલી કે સાંભળી શકતી ન હોવાથી તેના નિવેદન લેવા પોલીસ માટે મોટો પડકાર હતો. કોર્ટના આદેશથી બે નિષ્ણાતોની મદદ લઈને કલમ 164 મુજબ તેના નિવેદન નોંધવામાં આવ્યા છે.
આરોપીની ધરપકડ અને પત્નીના આક્ષેપો
હોસ્પિટલની આંતરિક તપાસ અને સીસીટીવી ફૂટેજના આધારે વોર્ડના સફાઈ કર્મચારી રવિન્દ્ર કુમાર વાલ્મિકી ની મુખ્ય આરોપી તરીકે ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ પોલીસ સમક્ષ ગુનો કબૂલ્યો હોવાનું કહેવાય છે, જોકે તેની પત્નીએ આક્ષેપ કર્યો છે કે તેના પતિને માર મારીને ખોટી કબૂલાત કરાવવામાં આવી છે. સત્ય જાણવા માટે હવે પોલીસ DNA રિપોર્ટની રાહ જોઈ રહી છે.
ગર્ભપાત માટે કોર્ટ પાસે મંજૂરી મંગાશે
યુનિવર્સિટી(University)ના કુલ સચિવ દીપક વર્માએ જણાવ્યું કે, આ મામલે 9 સભ્યોની તપાસ સમિતિ બનાવવામાં આવી છે. મેડિકલ ટીમે પીડિત મહિલાના સ્વાસ્થ્ય અને ગર્ભપાત (Abortion) ની પ્રક્રિયા અંગેનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કર્યો છે. મહિલાની માનસિક સ્થિતિ ગંભીર હોવાથી હવે ગર્ભપાત કરાવવો (University) કે નહીં તેનો આખરી નિર્ણય કોર્ટના આદેશ પર નિર્ભર છે.
આ પણ વાંચો: લોનમાં ગેરંટર બનતા પહેલા ચેતજો! સુપ્રીમ કોર્ટના નવા નિયમ મુજબ તમારી સંપત્તિ થઈ શકે છે જપ્ત
આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટે NCERT ની ધોરણ 8 ની નવી ચોપડી પર લગાવ્યો પ્રતિબંધ, પુસ્તકો જપ્ત કરવાનો આદેશ
આ પણ વાંચો: પિયર કે સાસરું? લગ્ન પછી OBC મહિલાના ‘ક્રિમી લેયર’નો આધાર શું ગણાશે? સુપ્રીમ કોર્ટ ઉકેલશે આ ગૂંચવણ


