Bhavnagar News/ ભાવનગર-નવી મુંબઈ ફ્લાઇટ શરૂઃ કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુનો અભિવાદન સમારોહ યોજાયો

ભાવનગર-નવી મુંબઈ ફ્લાઇટ શરૂ કરવા બદલ કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુનો અભિવાદન સમારોહ જી.કે. પારેખ હોલ, રીંગ રોડ ભાવનગર ખાતે યોજાયો હતો. આ તકે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુનું કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા, કેબીનેટ રાજ્ય કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી,  સર્વે ધારાસભ્યો, શ્રીમતી સેજલબેન પંડ્યા, ગૌતમ ભાઈ ચૌહાણ દ્વારા હાર, ખેસ અને મોમેન્ટો અર્પણ કરીને અભિવાદન કરવામાં આવ્યું હતું.

Gujarat Others Breaking News

Bhavnagar News: ભાવનગર-નવી મુંબઈ ફ્લાઇટ શરૂ કરવા બદલ કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુનો અભિવાદન સમારોહ જી.કે. પારેખ હોલ, રીંગ રોડ ભાવનગર ખાતે યોજાયો હતો. આ તકે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુનું કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા, કેબીનેટ રાજ્ય કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી,  સર્વે ધારાસભ્યો, શ્રીમતી સેજલબેન પંડ્યા, ગૌતમ ભાઈ ચૌહાણ દ્વારા હાર, ખેસ અને મોમેન્ટો અર્પણ કરીને અભિવાદન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રીશ્રીને ભાવનગરની ઓળખ સમા મોતીકામથી બનાવેલ વિમાનની સ્મૃતિભેટ આપી ખાસ અભિવાદન કરવામાં આવ્યું હતું.

અભિવાદન સમારોહને સંબોધતા કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાએ ભાવનગરની જનતા વતી પીએમ તેમજ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત દુનિયાનું ત્રીજું સૌથી મોટું ડોમેસ્ટિક એવીએશન માર્કેટ બની ગયું છે. વર્ષ 2014માં દેશમાં ફક્ત 74 એરપોર્ટ હતા જે સંખ્યા વધીનેવર્ષ 2026 સુધીમાં 165 થઈ ગઈ છે. ભાવનગર નજીક ધોલેરામાં પણ નવા એરપોર્ટનું નિર્માણ થઈ રહ્યું છે આ નવા ભારતની બદલાતી તસવીર છે. ભાવનગર વિકાસનું નવું ગેટ વે બનવા જઈ રહ્યું છે. વિકાસના નવા અવસરો ભાવનગરને પ્રાપ્ત થઈ રહ્યા છે જેમાં આ એર કનેક્ટિવિટીની ભૂમિકા ઘણી મહત્વની સાબિત થશે.

અલંગથી ઓળખ ધરાવતા ભાવનગરના લોકો જહાજને જેટલો પ્રેમ કરે છે તેટલો જ પ્રેમ અને સન્માન હવાઈ જહાજને પણ આપે છે તે જાણી ઘણો આનંદ થયો તેમ કહેતા કેન્દ્રીય નાગરિક  ઉડ્ડયન મંત્રી કે રામમોહન નાયડુએ તેમના અભિવાદન બદલ ભાવનગરની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું કે વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવા હવાઈ ક્ષેત્રના વિકાસની ભૂમિકા ઘણી જ મહત્વની બની રહી છે.

પીએમ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત સરકાર દ્વારા નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં હરણફાળ પ્રગતિ થઈ રહી છે. ભારત સરકારની ઉડાન યોજના એક ક્રાંતિકારી યોજના છે જેની પ્રેરણા વિશ્વના અન્ય દેશો પણ લઈ રહ્યા છે. ઉડાન યોજનાની સફળતાને ધ્યાને લઈ આવનાર 10 વર્ષોમાં ઉડાન યોજના માટે 28 હજાર કરોડ નું ભંડોળ ફાળવવામાં આવ્યું છે. આવનાર 10 વર્ષમાં દેશમાં 100 નવા એરપોર્ટ અને 200 હેલીપેડ બનાવવાનું લક્ષ્ય છે. વધુમાં તેમણે કહ્યું કે એક સમય હતો જ્યારે વિમાન પ્રવાસ એ લક્ઝરી ગણાતો હતો મધ્યમ વર્ગની કલ્પનામાં પણ નહોતો. જે હવે પ્રધાનમંત્રીશ્રી મોદીજીની ઉડાન યોજના બાદ વિમાન પ્રવાસ માત્ર ખાસ વ્યક્તિઓ માટેનો ના રહેતા આમ જનતા માટેનો થઈ ગયો છે.

સમારોહમાં આગેવાન દિગ્વિજય સિંહ ગોહિલ, આગેવાન કુમાર ભાઈ શાહ દ્વારા કેન્દ્રીય મંત્રીશ્રીને મોમેન્ટો અને બુકે આપીને અભિવાદન કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સના પ્રકાશભાઈ ગોરસિયા, તેજસભાઈ શેઠ, અશોકભાઇ કોટડીયા, બૈજુભાઈ મેહતા અને નિલેશભાઈ નાણાવટી દ્વારા મોમેન્ટો અને બુકે અર્પણ કરીને અભિવાદન કરવામાં આવ્યું હતું.

આ તકે વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ શીપ રિસાઇક્લિંગ અસોશિએશન, CREDAI ભાવનગર, ચિત્રા ઇન્ડસ્ટ્રીઝ ઍસોસિયેશન, ડાયમંડ મેન્યૂફેચરિંગ એસોસિયેશન, ઇનરવ્હીલ ક્લબ દ્વારા મોમેન્ટો અને બુકે આપીને અભિવાદન કરવામાં આવ્યું હતું.

લીલાગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ, કોમલકાંત શર્મા તેમજ દિવ્યાંગજન પહેલ સાથે જોડાયેલ ગ્રુપ  શીપ રિસાયકલ ઍસોસિયેશનના હરેશભાઈ પરમાર, ક્રેડાઈ ભાવનગરના સચિનભાઈ પાઠક, શેઠ કન્સ્ટ્રક્શન અપૂર્વભાઈ શેઠ, ચેતનભાઈ કામદાર, શ્રી તુલસીભાઈ પટેલ અને યંગ ઈંડિયન્સ દ્વારા બુકે આપીને અભિવાદન કરવામાં આવ્યું હતું.

આ તબકકે જિલ્લા કલેકટર ડો. મનીષ કુમાર બંસલ, કમિશનર નરેન્દ્રકુમાર મીના, પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્ર વી. અસારી, નગરપાલિકાના પ્રાદેશિક કમિશ્નર ધવલ પંડ્યા, સિવિલ એવિયેશન સેક્રેટરી શ્રી સમીર સિંહા, એરપોર્ટ ઓર્થોરીટી ઓફ ઈન્ડિયાનાં ચેરમેનશ્રી વિપીનકુમાર,એરપોર્ટ ડાયરેક્ટરશ્રી તપનકુમાર નાયક, એરપોર્ટ ઓથોરીટીના વરિષ્ઠ અધિકારીઓ મનિષકુમાર અગ્રવાલ સહિતના આગેવાનો, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


આ પણ વાંચો: વડોદરા શહેર પોલીસના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું ઉદ્દઘાટન કરતા હર્ષ સંઘવી…

આ પણ વાંચો: હર્ષ સંઘવીએ તહેવારોમાં આ સફળ આયોજન બદલ એસ.ટી. નિગમના ડ્રાઈવર-કંડકટરોને અભિનંદન પાઠવ્યા…

આ પણ વાંચો: દુધરેજ વડવાળા મંદિર ખાતે હોળી મહોત્સવમાં સહભાગી બનતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી