Gandhinagar News: વડોદરા શહેર પોલીસ કક્ષાના ‘કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર’નું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi)એ લોકાર્પણ કર્યું હતું. ગુજરાત પોલીસ (Gujarat Police)ના સ્માર્ટ પોલીસિંગ અંતર્ગત નેત્રમ પ્રોજેક્ટ હેઠળ પોલીસ ભવનના સાતમા માળે સિટી લેવલનું આ આધુનિક સેન્ટર બનાવવામાં આવ્યું છે.

પોલીસ ભવનમાં સાતમે માળે બનેલા આ સેન્ટરની હર્ષ સંઘવી (Harsh Sanghvi) તથા ડીજીપી કે. એલ. એન. રાવે કર્યું નિરીક્ષણ
વડોદરા શહેર (Vadodara City)ની મુલાકાતે આવેલા નાયબ મુખ્યમંત્રી સીધા પોલીસ ભવન (Police Bhavan) ખાતે પહોંચ્યા હતા અને અહીં તેમને ડીજીપી કે. એલ. એન. રાવ (DGP L.N. Rao) અને શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર દ્વારા આવકારવામાં આવ્યા હતા.

શહેર પોલિસની એક ટૂકડી દ્વારા નાયબ મુખ્યમંત્રીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.

બાદમાં આ મહાનુભાવો દ્વારા તક્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. પોલીસ કમિશનરે વડોદરા શહેર પોલીસ દ્વારા આધુનિક ટેક્નોલોજીના વિનિમયથી ક્રાઇમ ડિટેક્શન (Crime Detection), મહત્વના તહેવારોમાં બંદોબસ્ત, સંસાધનો અંગેની માહિતી પ્રસ્તુત કરી હતી.

સુરક્ષા પ્રણાલીમાં આધુનિક ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરવા સૂચન
તત્પશ્ચાત મહાનુભાવો દ્વારા કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરની મુલાકાત લેવામાં આવી હતી. અહીં સીસીટીવી કેમેરા થકી વડોદરા શહેરમાં સુરક્ષા – ટ્રાફિક (Security, Traffic)ની દ્રષ્ટિએ કેવી રીતે નજર રાખવામાં આવી રહી છે ? તે બાબતોની રસપ્રદ જાણકારી સંઘવીએ અત્રેથી મેળવી હતી.

તેમણે સુરક્ષા પ્રણાલીમાં આધુનિક ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરવા સૂચન કર્યું હતું.

નાયબ મુખ્યમંત્રીએ વિઝીટ બુકમાં પોતાની નોંધ લખી શહેર પોલીસ કમિશનરને સુપ્રત કરી હતી.
