Gandhinagar News: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi)એ તહેવારોમાં આ સફળ આયોજન બદલ એસ.ટી. નિગમ (GSRTC)ના ડ્રાઈવર-કંડકટર સહિત સમગ્ર સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા. 7,400થી વધુ વધારાની ટ્રીપ દ્વારા 3.14 લાખ મુસાફરોને સલામત પરિવહન સેવા પૂરી પાડવામાં આવી હતી.
હર્ષ સંઘવી (Harsh Sanghvi)એ એસ.ટી. નિગમ (GSRTC)ને અભિનંદન પાઠવ્યા
હોળી અને ધૂળેટીના પર્વ (Holi-Dhuleti Festivals) દરમિયાન, મુસાફરોના ધસારાને પહોંચી વળવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા કરવામાં આવેલું એક્સ્ટ્રા બસ સંચાલન ખૂબ જ સફળ રહ્યું હતું.
7,400થી વધુ વધારાની ટ્રીપ દ્વારા 3.14 લાખ મુસાફરોને સલામત પરિવહન સેવા પૂરી પાડવામાં આવી
ચાલુ વર્ષે નિગમે ગત વર્ષના તમામ રેકોર્ડ તોડી મુસાફરોને શ્રેષ્ઠ સુવિધા પૂરી પાડી છે. નિગમ દ્વારા આ વર્ષે 7,400 થી વધુ વધારાની ટ્રીપ (Extra Trips) દ્વારા 3.14 લાખ મુસાફરોને સલામત પરિવહન સેવા પૂરી પાડવામાં આવી છે.
હોળી-ધૂળેટીના પર્વ પર જ્યારે નાગરીકો પોતાના વતન અને પરિવાર સાથે ઉત્સવ મનાવવા આતુર હોય છે, ત્યારે એસ.ટી. નિગમ તેમની ખુશીમાં સાથીદાર બન્યું છે. તા. 27 ફેબ્રુઆરીથી તા. ૦4 માર્ચ 2026 દરમિયાન નિગમ દ્વારા કુલ 7,400 જેટલી વધારાની ટ્રીપનું સફળતાપૂર્વક સંચાલન કરવામાં આવ્યું. આ વિશેષ સંચાલન દ્વારા રાજ્યના અંદાજે 3.14 લાખ મુસાફરોએ એસ.ટી. નિગમની સેવાનો લાભ લીધો છે.
ડાકોર રણછોડરાયજીના દર્શનાર્થે જતા શ્રદ્ધાળુઓ માટે ખાસ 3,600 ટ્રીપ ચલાવવામાં આવી
હોળીના પર્વ પર ડાકોર રણછોડરાયજી (Dakor Ranchhodraiji)ના દર્શનનું વિશેષ મહત્વ હોવાથી, નિગમ દ્વારા ડાકોર ખાતેથી સૌથી વધુ સંચાલન કરવામાં આવ્યું હતું. રણછોડરાયજીના દર્શનાર્થે જતા શ્રદ્ધાળુઓ માટે ખાસ 3,600 ટ્રીપ ચલાવવામાં આવી હતી, જેના દ્વારા 1.32 લાખ દર્શનાર્થીઓને પરિવહન સેવા પૂરી પાડવામાં આવી.
ગત વર્ષે નિગમ દ્વારા 7,100 ટ્રીપ ચલાવીને 2.80 લાખ મુસાફરોને સેવા આપવામાં આવી હતી. જેની સરખામણીએ આ વર્ષે ટ્રીપની સંખ્યામાં અને મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, જે એસ.ટી. નિગમની કાર્યક્ષમતા દર્શાવે છે.
મુખ્ય શહેરો ખાતેથી વિશેષ ટ્રીપનું સંચાલન કરાયું હતું
મુસાફરો (Passengers)ના ભારે ધસારાને ધ્યાને રાખી મુખ્ય શહેરો ખાતેથી વિશેષ ટ્રીપનું સંચાલન કરાયું હતું. જેમાં અમદાવાદથી 687 ટ્રીપ, હિમતનગરથી 716 ટ્રીપ, સુરતથી 496 ટ્રીપ, વડોદરાથી 255 ટ્રીપ, જુનાગઢથી 220 ટ્રીપ, રાજકોટથી 131 ટ્રીપ ઉપરાંત સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દાહોદ, ગોધરા, દેવગઢ બારિયા, સંતરામપુર અને લુણાવાડા જેવા મહત્વના કેન્દ્રો પરથી પણ પૂરતી સંખ્યામાં બસો દોડાવવામાં આવી હતી.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ સફળ આયોજન બદલ એસ.ટી. નિગમના અધિકારીઓ અને કર્મચારીઓ ખાસ કરીને ડ્રાઈવર-કંડકટરો (Driver-Conductors)ને અભિનંદન પાઠવ્યા છે અને જણાવ્યું છે કે, રાજ્ય સરકાર નાગરિકોને તહેવારો દરમિયાન કોઈ પણ અગવડ વિના સલામત અને સમયસર પરિવહન સેવા પૂરી પાડવા માટે કટિબદ્ધ છે.
આ પણ વાંચો: હર્ષ સંઘવીએ ગુજરાતના પ્રવાસન સ્થળો માટે રૂ. ૨૮.૬૮ કરોડ મંજૂર કર્યા, જાણો કયા યાત્રાધામોનો થશે વિકાસ
આ પણ વાંચો: દુધરેજ વડવાળા મંદિર ખાતે હોળી મહોત્સવમાં સહભાગી બનતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી
આ પણ વાંચો: આજથી લગ્ન નોંધણીના નવા નિયમો જાહેર થશે,વિધાનસભામાં ના. મુખ્યમંત્રી હર્ષ સંઘવી કરશે જાહેરાત
