Vrindavan Holi Viral Video: વૃંદાવનની હોળી (Holi) વિશ્વભરમાં પ્રખ્યાત છે અને દર વર્ષે હજારો વિદેશી પ્રવાસીઓ આ ઉત્સવનો ભાગ બનવા ભારત આવે છે. પરંતુ આ વર્ષે ઓસ્ટ્રિયાથી આવેલી એક પ્રવાસી યુવતી, બ્રિટા શ્લાગબાઉર (Britta Schlagbauer) માટે આ અનુભવ જીવનભરનું દર્દ બની ગયો છે. બ્રિટાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે જણાવ્યું છે કે કેવી રીતે હોળીના રંગોમાં ભળેલી માનવીય ક્રૂરતાએ તેની એક આંખની રોશની જોખમમાં મૂકી દીધી છે.
શું બની હતી ઘટના?
બ્રિટાએ તેના વીડિયોમાં વૃંદાવનની ‘ક્રેઝી હોળી એનર્જી’ વિશે (Holi) વાત કરતા જણાવ્યું:
પથ્થરવાળો રંગ: બ્રિટા જ્યારે રસ્તા પર હોળી રમી રહી હતી, ત્યારે ભીડમાંથી કોઈ અજાણ્યા વ્યક્તિએ જમીન પરથી ધૂળ અને રંગ ઉઠાવીને તેની આંખ પર ફેંક્યો હતો. કમનસીબે, આ રંગમાં ઝીણા પથ્થરો પણ હતા.
આંખમાં અસહ્ય બળતરા: પથ્થરવાળો રંગ આંખમાં જવાથી તેને ભારે બળતરા થવા લાગી હતી. તેણે તરત જ આંખો સાફ કરી, પણ નુકસાન થઈ ચૂક્યું હતું.
ધૂંધળું દેખાય છે (Blurred Vision): બ્રિટાએ રડતા-રડતા કહ્યું કે, હોળીના ઘણા દિવસો વીતી ગયા હોવા છતાં અત્યારે પણ તેને એક આંખે ધૂંધળું દેખાય છે. તેને ડર છે કે ક્યાંક તેની આંખને કાયમી નુકસાન ન થયું હોય.
હોળી ‘મેજિકલ’ પણ સ્ત્રીઓ માટે ‘અઘરી’ (Holi)
પોતાના વીડિયોમાં બ્રિટાએ કેટલીક મહત્વની વાતો કહી છે:
સ્ત્રીઓની સુરક્ષા: તેણે સ્વીકાર્યું કે ભારતની હોળી જાદુઈ છે, પણ એક વિદેશી મહિલા તરીકે ભીડમાં હોળી રમવી બિલકુલ સરળ નથી.
સાવચેતીની સલાહ: તેણે અન્ય પ્રવાસીઓને સલાહ આપી છે કે હોળી જરૂર રમો, પણ સુરક્ષિત જગ્યાએ. રસ્તા પરની ભીડમાં આવા જોખમો વધુ હોય છે.
ભારતીય યુઝર્સે માંગી માફી
બ્રિટાનો વીડિયો વાયરલ થતા જ અનેક ભારતીયોએ તેની પોસ્ટ પર કોમેન્ટ કરીને માફી માંગી છે. લોકોએ લખ્યું કે, “થોડા લોકોના ખરાબ વર્તનને કારણે આખા દેશની છબી ખરાબ થાય છે, તે બદલ અમે દિલગીર છીએ.” કેટલાક લોકોએ તેને પ્રાઈવેટ પાર્ટી કે મંદિરોની અંદર સુરક્ષિત રીતે હોળી (Holi) રમવાની સલાહ પણ આપી હતી.
વૃંદાવનની ભક્તિ અને રંગો વચ્ચે બનેલી આ ઘટના પ્રશાસન અને સ્થાનિક લોકો માટે પણ એક સવાલ છે. પ્રવાસીઓની સુરક્ષા અને તહેવારની ગરિમા જળવાય તે જોવાની જવાબદારી આપણા સૌની છે.
આ પણ વાંચો:રાતોરાત બદલાશે હવામાન, રાજ્યના અનેક વિસ્તારો માટે IMDની ચેતવણી
આ પણ વાંચો:ગુજરાતમાં ઠંડી વધશે કે ગરમી? વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ફરી બદલાશે હવામાન!
આ પણ વાંચો:ઉત્તર ભારતમાં હવામાનનો ડબલ અટેક, દિલ્હી-યુપીમાં ગાઢ ધુમ્મસ, પહાડોમાં ભારે બરફવર્ષા

