Dharma & Bhakti/ ડિસેમ્બરમાં પ્રથમ એકાદશી ક્યારે છે? જાણો એની વ્રત કથા, સાચી તારીખ, પૂજા મુહૂર્ત અને પારણાનો સમય…

ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ દિવસે એકાદશી માતાનો જન્મ થયો હતો. આથી ઉત્પન્ના એકાદશી (Utpanna Ekadashi 2026)નો દિવસ વિશેષ માનવામાં આવે છે…

Trending Religious Rashifal Dharma & Bhakti
Utpanna Ekadashi 2026...આ દિવસે પ્રગટ થયા હતા એકાદશી માતા...જાણો true date અને પૌરાણિક કથા!

Dharm & Bhakti: કાર્તિક માસના કૃષ્ણ પક્ષમાં આવનારી એકાદશીને ઉત્પન્ના એકાદશી (Utpanna Ekadashi 2026) કહે છે. આ તિથિનું વિશેષ ધાર્મિક મહત્વ છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ દિવસે એકાદશી માતાનો જન્મ થયો હતો.

હિન્દુ સનાતન ધર્મમાં એકાદશી તિથિએ ભગવાન વિષ્ણુ (Lord Vishnu)ની પૂજાને અત્યંત વિશેષ માનવામાં આવે છે. આ દિવસે ભક્તો વ્રત રાખે છે અને વિધિ-વિધાનપૂર્વક શ્રીહરિની આરાધના કરે છે. એવી માન્યતા છે કે, એકાદશીનું વ્રત કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. ભક્તો પર પોતાની કૃપા બનાવી રાખે છે. દર મહિનામાં બે એકાદશી તિથિ આવે છે… એક કૃષ્ણ પક્ષમાં અને બીજી શુક્લ પક્ષમાં…

કાર્તિક માસ ના કૃષ્ણ પક્ષમાં આવનારી એકાદશી (Kartik Month Ekadashi)ને ઉત્પન્ના એકાદશી કહે છે. આ તિથિનું વિશેષ ધાર્મિક મહત્વ છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ દિવસે એકાદશી માતાનો જન્મ થયો હતો. આથી જે ભક્તો પ્રથમ વાર જ એકાદશીનું વ્રત શરુ કરવા માગતા હોય એમના માટે ઉત્પન્ના એકાદશીનો દિવસ વિશેષ માનવામાં આવે છે. આ સંજોગોમાં જાણીએ કે, આ વર્ષે ઉત્પન્ના એકાદશી ક્યારે મનાવવામાં આવશે? પૂજાનું શુભ મુહૂર્ત કયું રહેશે અને વ્રતના પારણાનો સમય ક્યારે રહેશે? આ ઉપરાંત, સાંભળો ઉત્પન્ના એકાદશીને સંલગ્ન પૌરાણિક કથા…

Utpanna Ekadashi Katha- મૂર રાક્ષસ વિષ્ણુ પર આક્રમણ કરે છે અને એકાદશી માતા પ્રગટ થાય છે
Utpanna Ekadashi Katha- મૂર રાક્ષસ વિષ્ણુ પર આક્રમણ કરે છે અને એકાદશી માતા પ્રગટ થાય છે

ઉત્પન્ના એકાદશી 2026 ક્યારે છે? (Utpanna Ekadashi 2026 Date)

જ્યોતિષ પંચાંગ અનુસાર, કાર્તિક માસના કૃષ્ણ પક્ષની આ એકાદશી તિથિ 3 ડિસેમ્બર 2026ના રાત્રે 11 વાગીને 3 મિનિટે શરુ થશે. જ્યારે આ તિથિનું સમાપન 4 ડિસેમ્બરે રાત્રે 11 વાગીને 44 મિનિટે થશે. આ સંજોગોમાં આ વર્ષે ઉત્પન્ના એકાદશીનું વ્રત 4 ડિસેમ્બર 2026ના રોજ રાખવામાં આવશે.

ઉત્પન્ના એકાદશી 2026નો પારણાનો સમય

એકાદશીનું વ્રત પૂર્ણ કર્યા બાદ દ્વાદશી તિથિએ પારણા કરવામાં આવે છે. અર્થાત્ આગલા દિવસે સવારે ભગવાન વિષ્ણુની પૂજા બાદ વ્રત ખોલવામાં આવશે. આ વખતે ઉત્પન્ના એકાદશીના પારણા 5 ડિસેમ્બર 2026, શનિવારે થશે.

આ દિવસે વ્રતના પારણાનો સમય સવારે 6 વાગીને 59 મિનિટથી પ્રારંભ થઈને 9 વાગીને 4 મિનિટ સુધી રહેશે. જ્યારે દ્વાદશી તિથિનું સમાપન રાત્રે 12 વાગીને 51 મિનિટે થશે.

ઉત્પન્ના એકાદશી 2026 પૂજા શુભ મુહૂર્ત (Utpanna Ekadashi 2026 Puja Mahurat)

બ્રહ્મ મુહૂર્ત – સવારે 05:10 થી 06:04 કલાક સુધી

પ્રાત: સંધ્યા- સવારે 05:37 થી 06:59 કલાક સુધી

અભિજીત મુહૂર્ત- સવારે 11:50 થી બપોરે 12:32 કલાક સુધી

વિજય મુહૂર્ત- બપોરે -01:55 થી 02:37 કલાક સુધી

ગોધૂલિ મુહૂર્ત- સાંજે 05:21 થી 05:49 કલાક સુધી

સાયાન્હ સંધ્યા- સાંજે 05:24 થી 06:45 કલાક સુધી

Utpanna Ekadashi Katha- એકાદશી મૂર રાક્ષસને હરાવે છે અને વિષ્ણુ વરદાન આપે છે
Utpanna Ekadashi Katha- એકાદશી મૂર રાક્ષસને હરાવે છે અને વિષ્ણુ વરદાન આપે છે

ઉત્પન્ના એકાદશીની પૌરાણિક કથા (Utpanna Ekadashi Katha)

કાર્તિક માસના કૃષ્ણ પક્ષમાં આવનારી એકાદશીને ઉત્પન્ના એકાદશી કહે છે. આ તિથિનું વિશેષ ધાર્મિક મહત્વ છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ દિવસે એકાદશી માતાનો જન્મ થયો હતો. આથી જે ભક્તો પ્રથમ વાર જ એકાદશીનું વ્રત શરુ કરવા માગતા હોય એમના માટે ઉત્પન્ના એકાદશીનો દિવસ વિશેષ માનવામાં આવે છે.

પૌરાણિક કથાનુસાર, પ્રાચીન કાળમાં મુર નામનો એક શક્તિશાળી રાક્ષસ હતો. એણે દેવતાઓ અને ઋષિ-મુનિઓ પર ત્રાસ વર્તાવ્યો હતો. એક વાર એણે ભગવાન વિષ્ણુ પર પણ આક્રમણ કરવાનો પ્રયાસ કર્યો હતો. રાક્ષસ સાથે યુદ્ધ કરતી વખતે ભગવાન વિષ્ણુ કેટલાક સમય સુધી વિશ્રામ કરવા લાગ્યા. ત્યારે મુર રાક્ષસે એમના પર પ્રહાર કરવાની યોજના બનાવી.

આ દરમિયાન ભગવાન વિષ્ણુના શરીરમાંથી એક દિવ્ય શક્તિ પ્રગટ થઈ. આ દેવીએ મુર રાક્ષસ (Mur Rakshasa)ને યુદ્ધમા હરાવી દીધો અને એનો અંત કરી દીધો. જ્યારે ભગવાન વિષ્ણુની ઊંઘ ઉડી ત્યારે એમણે દેવીનું પરાક્રમ જોઈને પ્રસન્નતા દર્શાવી.

ભગવાન વિષ્ણુએ દેવીને વરદાન માગવાનું કહ્યું. ત્યારે દેવીએ એમની પાસે ભક્તોનું કલ્યાણ કરવાનું વરદાન માંગ્યુ. આ સાંભળીને ભગવાને કહ્યું કે કાર્તિક મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીએ એમનું પ્રાગટ્ય થયું હોવાથી એમનું નામ ‘એકાદશી’ રહેશે.

આ સાથે જ એમણે વરદાન આપ્યું કે આ તિથિએ જે પણ ભક્ત વ્રત રાખીને એમની પૂજા કરશે એમને પુણ્યફળ પ્રાપ્ત થશે. એવી માન્યતા છે કે ત્યારથી આ તિથિને ઉત્પન્ના એકાદશી કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની સાથે માતા એકાદશી (Ekadashi Mata)ની પૂજા કરવાનું પણ વિધાન છે.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


આ પણ વાંચો: દેવ ઉઠી અથવા પ્રબોધિની એકાદશી ક્યારે છે….20 કે 21 નવેમ્બરે? આ દિવસે કરો આ 5 અચૂક ઉપાયો…સુખ-સૌભાગ્યમાં વૃદ્ધિ!

આ પણ વાંચો: દેવ ઉઠી એકાદશીએ વિષ્ણુ જાગતાવેંત ખૂલશે આ 3 રાશિઓનું ભાગ્ય…રચાશે ધનલાભના યોગ!

આ પણ વાંચો: