Not Set/ કિમ જોંગ સાથે થઇ સફળ મુલાકાત, ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઈટ હાઉસ આવવા માટે આપ્યું આમંત્રણ

સિંગાપુર, છેલ્લા કેટલાક દિવસોથી જે ઐતિહાસિક પળની રાહ જોવામાં આવતી હતી, તે મંગળવારે સમાપ્ત થઇ છે. અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાનાં સરમુખત્યાર કિમ જોંગ ઉન વચ્ચે સિંગાપુરમાં ઐતિહાસિક મુલાકાત થઇ છે. આ મુલાકાતમાં બંને રાષ્ટ્રપ્રમુખો ગર્મજોશીથી મળ્યા હતા અને કેટલાક મહત્વના કરારો પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. WATCH: US President Donald Trump […]

Top Stories World Trending

સિંગાપુર,

છેલ્લા કેટલાક દિવસોથી જે ઐતિહાસિક પળની રાહ જોવામાં આવતી હતી, તે મંગળવારે સમાપ્ત થઇ છે. અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાનાં સરમુખત્યાર કિમ જોંગ ઉન વચ્ચે સિંગાપુરમાં ઐતિહાસિક મુલાકાત થઇ છે. આ મુલાકાતમાં બંને રાષ્ટ્રપ્રમુખો ગર્મજોશીથી મળ્યા હતા અને કેટલાક મહત્વના કરારો પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.

બંને દેશો વચ્ચે થયેલા મહત્વના કરારો બાદ આપવામાં આવેલા સંયુક્ત નિવેદનમાં તેઓએ જણાવ્યું, “દુનિયાને ટુંક જ સમયમાં ફેરફાર જોવા મળશે”. સાથે સાથે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કિમ જોંગ ઉનને વ્હાઈટ હાઉસ આવવા માટે આમંત્રણ આપ્યું છે.

ડોનાલ્ડ ટ્રમ્પે વધુમાં જણાવ્યું, “ઉત્તર કોરિયા જલ્દી જ પરમાણુ નિશસ્ત્રીકરણની કાર્યવાહી ઝડપી બનાવશે”.

સિંગાપુરની ફાઈવ સ્ટાર હોટલ કેપેલા હોટેલમાં બંને નેતાઓ વચ્ચે બે દોરમાં ઐતિહાસિક મુલાકાત થઇ હતી. અ દરમિયાન એક મહત્વના દસ્તાવેજ પર હસ્તાક્ષર થયા છે જેમાં પરમાણુ હથિયારોના ખાત્મા માટેનો મહત્વનો કરાર પણ શામેલ છે. ત્યારબાદ બંને નેતાઓ એકસાથે લંચ પણ કરી ચુક્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક મહિનાઓથી અમેરિકી રાષ્ટ્રપતિ અને ઉત્તર કોરિયાના તાનાશાહ વચ્ચે વાંક યુદ્ધ જોવા મળી રહ્યું હતું, ત્યારે હવે આ મુલાકાત દરમિયાન બંને રાષ્ટ્રપ્રમુખો ગર્મજોશીથી મળ્યા છે.

બીજી બાજુ અમેરિકાના રાષ્ટ્રપતિએ પહેલીવાર કોઈ ઉત્તર કોરિયાઇ નેતા સાથે હાથ મીલાવ્યાં છે, જ્યારે નોર્થ કોરિયાની સત્તા સંભાળ્યા બાદ કિમ જોન ઉન પહેલીવાર આટલી લાંબી વિદેશ યાત્રા પર આવ્યાં છે.

મહત્વનું છે કે, દુનિયાભરમાં જે ઐતિહાસિક મુલાકાત માટે ચર્ચાઓ જોવા મળી રહી હતી, એ બેઠક માટે કોઈ પણ જાતની કમી ના રહે તે માટે સિંગાપુરમાં જોરદાર તૈયારીઓ કરવામાં આવી છે. સાથે સાથે સુરક્ષાના પુખ્તા બંદોબસ્ત કરાયો છે, તેમાજ આ બેઠક પર ૧૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.