Relationship News/ પ્રાચીન ભારતમાં સેક્સ પર પ્રતિબંધ નહોતો, મંદિરોની દિવાલો પર કંડારેલું છે ‘કામસૂત્ર’, જાણો રોચક ઇતિહાસ

પ્રાચીન ભારતમાં Sex પ્રત્યેનો દૃષ્ટિકોણ અત્યંત ખુલ્લો હતો. ખજુરાહોના મંદિરો અને કામસૂત્ર જેવા ગ્રંથો સાબિત કરે છે કે ભારતીય સંસ્કૃતિમાં જાતીયતાને કલા અને શિક્ષણનો ભાગ માનવામાં આવતો હતો.

Trending Tips & Tricks Lifestyle Relationships
Sex

Ancient India Sex Education & Culture: આજના ભારતીય સમાજમાં સેક્સ એટલે કે જાતીયતા પર વાત કરવી એ કોઈ વિષય કરતાં ‘સંકોચ’નો મુદ્દો વધુ લાગે છે. પરંતુ, શું તમે જાણો છો કે પ્રાચીન ભારતમાં આ સ્થિતિ બિલકુલ અલગ હતી? 13મી સદી પહેલાના ભારતમાં સેક્સને માત્ર જીવનનો એક હિસ્સો જ નહીં, પરંતુ શિક્ષણના વિષય તરીકે જોવામાં આવતો હતો.

Sex

મધ્યકાલીન યુગમાં બદલાયેલું માનસ

ભારતમાં સેક્સ પ્રત્યેની જે  અચકાવો કે શરમ આજે જોવા મળે છે, તે માત્ર છેલ્લી કેટલીક સદીઓની દેન છે. નિષ્ણાતોના મતે, મધ્ય યુગના શાસકો, બ્રિટિશ રાજની વિક્ટોરિયન નૈતિકતા અને બ્રાહ્મણવાદી રૂઢિચુસ્ત વિચારોએ આ વિષય પર પડદો નાખવાનું કામ કર્યું. 1838માં જ્યારે બ્રિટિશ કેપ્ટન ટી.એસ. બર્ટે ખજુરાહોના મંદિરો શોધ્યા, ત્યારે તેઓ આ નગ્ન મૂર્તિઓ જોઈને ચોંકી ગયા હતા.

Sex

ખજુરાહો અને કોણાર્ક: પથ્થરો પર કંડારેલી ઉત્તેજક કલા

પ્રાચીન ભારતના ખુલ્લા વાતાવરણના સૌથી મોટા પુરાવા આપણા મંદિરો છે:

ખજુરાહોના મંદિરો (મધ્યપ્રદેશ): ચંદેલ રાજાઓએ 950 થી 1050 ઈસવીસન વચ્ચે આ મંદિરો બનાવ્યા હતા. અહીં કામુક આસનો અને જૂથ જાતીય સંબંધોને પણ કલાત્મક રીતે દર્શાવવામાં આવ્યા છે.

કોણાર્કનું સૂર્ય મંદિર (ઓડિશા): અહીં પણ નગ્ન મૂર્તિઓ જોવા મળે છે.

અજંતા-ઈલોરાની ગુફાઓ: બૌદ્ધ અને હિન્દુ ધર્મ સાથે જોડાયેલી આ ગુફાઓમાં પણ યુવતીઓની નગ્ન મૂર્તિઓ અંકિત છે, જે તે સમયના કલાકારોની મુક્ત વિચારસરણી દર્શાવે છે.

Sex

શા માટે મંદિરોમાં Sex નું નિરૂપણ?

ઈતિહાસકારો માને છે કે તે સમયે મંદિરો માત્ર પૂજાના જ નહીં, પણ શિક્ષણ અને ફાઈન આર્ટ્સના કેન્દ્રો પણ હતા.

નવી જિંદગીની શરૂઆત: સેક્સને નવી જિંદગીની શરૂઆતનું શુભ સંકેત માનવામાં આવતું હતું.

તાંત્રિક માન્યતા: ચંદેલ રાજાઓ તંત્ર-મંત્રમાં માનતા હતા, જેમાં પુરુષ અને સ્ત્રીને સમાન ગણવામાં આવતા હતા.

ધર્મનો હિસ્સો: હિન્દુ ધર્મમાં કામ (Sex) ને જીવનના ચાર મુખ્ય પુરુષાર્થો (ધર્મ, અર્થ, કામ અને મોક્ષ) માંથી એક માનવામાં આવ્યો છે.

Sex

સહિષ્ણુતાનો ગઢ: ખજુરાહો

આજની ‘મોરલ પોલીસિંગ’ ના જમાનામાં પણ ખજુરાહોના આ મંદિરો સુરક્ષિત રહ્યા છે. દર વર્ષે હજારો પ્રવાસીઓ આ કલાને નિહાળવા આવે છે. આ મંદિરો સાબિત કરે છે કે ભારતની સંસ્કૃતિમાં (Sex) જાતીયતાને ક્યારેય પાપ કે ગુનો માનવામાં આવ્યો નહોતો, પરંતુ તેને એક પવિત્ર અને કુદરતી પ્રક્રિયા તરીકે સ્વીકારવામાં આવી હતી.


આ પણ વાંચો:ડેટિંગ એપ પર છોકરીઓની પ્રોફાઈલમાં Book Boyfriend દેખાય તો સમજી જજો કે …