નવી દિલ્હી,
છેલ્લા કેટલાક સમયથી દેશમાં યોજાઈ રહેલી લોકસભા કે વિધાનસભાની ચુંટણીઓમાં EVM મશીનની ખરાબી કે કેટલાક બોગસ વોટિંગ થયા હોવાની વારંવાર ફરિયાદો સામે આવી રહી છે, ત્યારે હવે ચુંટણીપંચ દ્વારા એક નવું પ્લાનીંગ કરવામાં આવી રહ્યું છે. ઇલેકશન કમિશનની ટીમ એક ઈ-નેત્ર નામની એક એપ્લીકેશન પર કામ કરી રહી છે.
૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચુંટણી સુધી ઇલેકશન કમિશન દ્વારા જે પ્લાન બનવવામાં આવી રહ્યો તે સફળ રહ્યો તો દરેક વોટર પોતાના સ્માર્ટ ફોન સાથે ભ્રષ્ટાચાર વિરૂદ્ધ ‘પોલીસ’ની ભૂમિકામાં નજરે પડશે શકે છે.
ચુંટણીપંચના આ પ્લાન હેઠળ જો કોઈ પણ રાજકીય પાર્ટીના નેતાઓ ઈલેક્શન દરમિયાન પોતાના મતવિસ્તારમાં આચાર સંહિતાનું ઉલ્લંઘન એટલે કે પૈસા કે દારૂની વહેંચણી કે પછી ભડકાઉ ભાષણ કરશેત્યારે આ મોબાઈલ એપ્લિકેશન મારફતે કોઈ પણ વ્યક્તિ ઘર બેઠા જ નેતાની ફરિયાદ કરી શકશે. સાથે સાથે આ નેતાઓના જ પુરાવા તરીકે યુઝર વીડિયો કે ફોટો પણ મોકલવાની રહેશે.

મુખ્ય ચૂંટણી કમિશ્નર ઓપી રાવતે આ અંગે જાણકરી આપતા કહ્યું, “અમારા આઈટી વિભાગે આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને એક એપ્લિકેશન તૈયાર કરી છે. જેનો પાયલટ પ્રોજેક્ટ તરીકે આવનાર આગામી સમયમાં મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તિસગઢ અને મિઝોરમમાં યોજાનારી ચૂંટણીમાં પ્રયોગ કરવામાં આવશે”.
તેઓએ વધુમાં જણાવ્યું, “કર્ણાટક ચૂંટણી દરમિયાન બેંગલુરૂ મ્યૂનિસિપલ કોર્પોરેશને ચૂંટણી પંચ માટે આવી એપ્લિકેશન તૈયાર કરી હતી, પરંતુ તે ચૂંટણીના થોડા સમય બાકી હતા તે દરમિયાન મળી શકી હતી. ચૂંટણી સુધીમાં આ એપને માત્ર 800 લોકોએ ડાઉનલોડ કરી હ્તી. હવે આગામી એક મહિનાની અંદર ચૂંટણી પંચ નવી એપ્લિકેશન લોન્ચ કરશે.
કાશ્મીરના ચુંટણી અંગે ચુંટણીપંચ કોઈ તસ્વીરમાં નથી
જમ્મુ-કાશ્મીરમાં સરકારના પતન બાદ આગામી ચુંટણી અંગે જણાવતા કહ્યું, કાશ્મીરના ચુંટણી યોજવા અંગે હાલમાં ચુંટણીપંચ કોઈ તસ્વીરમાં નથી. રાજ્યમાં સરકારનું પતન થયું છે, પરંતુ ગૃહ હજી સુધી સ્થગિત છે. અમે કહી નહિ શકતા કે નવું ગઠબંધન સામે આવશે કે નહિ.
લોકસભા- વિધાનસભાની ચુંટણી યોજાશે કે નહિ ?
મોદી સરકાર દ્વારા દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એકસાથે કરાવવાના મામલે રાવતે કહ્યું હતું કે, “આ નિર્ણય અમે ના કરી શકીએ. અમે તેની ચર્ચા પ્રક્રિયામાં પણ શામેલ નથી. હાલ અમે આગામી સમયમાં આવનારી રાજ્યોની વિધાનસભાની ચૂંટણી અને લોકસભાની ચૂંટણી પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યાં છીએ. લોકસભાની ચૂંટણીમાં અમે દોઠ કરોડ લોકોને તૈનાત કરીએ છીએ જે એક મોટી પ્રક્રિયા છે.
