નવી દિલ્હી,
રવિવારથી ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે પાંચ વન-ડે મેચની શ્રેણીનો પ્રારંભ થઇ રહ્યો છે, ત્યારે આ પહેલા પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પોતાના એક નવા લુકમાં જોવા મળી રહ્યા છે.

એમ એસ ધોનીનો આ નવો લુક કેટલાક લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે અને સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ રહ્યો છે. જો કે આ લુકથી કેટલાક લોકોને હેરાની પણ થઇ છે. ભારતીય ટીમના પૂર્વ કેપ્ટને ફ્રેંચ કટ દાઢી રાખી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ધોની હંમેશાની માટે પોતાના માટે નવા લુકનો પ્રયોગ કરે છે. ક્યારેય તેઓ પોતાની હેર સ્ટાઈલ સાથે તેમજ દાઢીની કટના કારણે ચર્ચામાં રહે છે.

જો કે એશિયા કપમાં પોતાની પ્રતિષ્ઠાને અનુરૂપ પરફોર્મન્સ નહિ કરી શકનારા એમ એસ ધોની પર આ વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં ખાસ પ્રદર્શન કરવાનું દબાણ રહેશે.

