મી ટુ કેમ્પેઈને હાલ જોરદાર વેગ પકડ્યો છે. એકબીજા પર આરોપો લગાવવાનો મામલો હજુ સમ્યો નથી. થોડા દિવસ પહેલા ફેમસ સિંગર અનુ મલિક પર જાતીય શોષણનો આરોપ લગાવવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે અનુ મલિક હાલ ઇન્ડિયન આઇડલની ચાલી રહેલી સીઝનમાં જજ છે પરંતુ આ આરોપના લીધે તેમને જજ પરથી હટાવી દેવામાં આવ્યા છે.

Anu Malik is no longer a part of Indian Idol jury panel. The show will continue its planned schedule & we'll invite some of the biggest names in Indian music as guests to join Vishal&Neha to judge extraordinary talent of Indian Idol season 10: Sony Entertainment Television #MeToo pic.twitter.com/uJmEK1cq4X
— ANI (@ANI) October 21, 2018
ચેનલ દ્વારા રવિવારે આ મામલે જાણકારી આપવામાં આવી હતી.
ચેનલે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે અનુ મલિક હવે ઇન્ડિયન આઈડલની જૂરીનો હિસ્સો નથી રહ્યા. આ શો પહેલા જે સમયે આવતો હતો તે જ સમયે આવશે.

વધુમાં કહ્યું હતું કે ટૂંક જ સમયમાં અનુ મલિકની જગ્યા કોઈ બીજું લેશે. તમને જણાવી દઈએ કે અનુ મલિક પર અત્યાર સુધી ચાર મહિલાઓ જાતીય શોષણનો આરોપ લગાવી ચુકી છે.
અનુ મલિક પર લાગેલા આરોપો મામલે ચેનલે કોઈ સ્ટેન્ડ લીધું નહતું.
અનુ મલિક પર આ મહિલાએ લગાવ્યા હતા આરોપ
સિંગર શ્વેતા પંડિતે ટ્વિટર પર પોતાની મીટુ સ્ટોરી શેર કરતી વખતે અનુ મલિક પર જાતીય શોષણનો આરોપ મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે કેવી રીતે અનુ મલિકે તેમને કામ આપવા બદલ કિસની માંગ કરી હતી.
શ્વેતાએ જણાવ્યું હતું કે આ બધુ વર્ષ 2001માં થયું હતું, જ્યારે તે ફક્ત 15 વર્ષની હતી. એટલી નાની ઉંમરે તેમને આ પ્રકારના શોકિંગ અનુભવમાંથી પસાર થવું પડ્યું હતું. તેણે સ્ટોરી શેર કરતા લખ્યું, ‘આ મારું મીટુ છે. હું યંગ છોકરીઓને અનુ મલિકથી દુર રહેવા જણાવીશ. અનુ મલિક તમારો સમય પૂરો થઈ ગયો છે. ‘ તેના પછી તેમણે સોના મહાપાત્રનું નામ લઇને તેમને તેમના અનુભવો શેર કરવા બદલ આભાર માન્યો હતો.
Had to go back to my worst memory as a teenage girl today to write this and speak up – its now or never. This is my #MeToo and have to warn young girls about #AnuMalik & let you know your #TimesUp @IndiaMeToo
Thank you @sonamohapatra for speaking up about him & supporting this pic.twitter.com/e261pGQyEq— Shweta Pandit (@ShwetaPandit7) October 17, 2018
