Iran-Israel Conflict: ઈરાન અને ઈઝરાયેલ-અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધ વચ્ચે ઈરાનના નવા નિમાયેલા સર્વોચ્ચ નેતા (Supreme Leader) મુજ્તબા ખામેનેઈ (Mojtaba Khamenei) એ આજે તેમનો પ્રથમ સત્તાવાર સંદેશ જાહેર કર્યો છે. ગત ફેબ્રુઆરીમાં અમેરિકા-ઈઝરાયેલના હુમલામાં તેમના પિતા આયાતુલ્લા અલી ખામેનેઈના નિધન બાદ મુજ્તબાએ કમાન સંભાળી છે. 12 માર્ચ, 2026 ના રોજ આપેલા આ નિવેદને પશ્ચિમ એશિયામાં તણાવને ચરમસીમાએ પહોંચાડી દીધો છે. મુજ્તબા ખામેનેઈના સંબોધનની મુખ્ય વાતો.
હોર્મુઝની સામુદ્રધુની પર પ્રતિબંધ
મુજ્તબા ખામેનેઈએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વની એવી હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) વેપાર માટે બંધ રહેશે. આ રસ્તો વિશ્વના તેલ અને ગેસના પરિવહન માટે લાઈફલાઈન સમાન છે. તેમણે જણાવ્યું કે ઈરાન આ રસ્તાનો ઉપયોગ દુશ્મનો પર દબાણ લાવવા માટે એક શસ્ત્ર તરીકે કરશે.
પિતાના લોહીનો બદલો લેવાની પ્રતિજ્ઞા (Iran)
પોતાના પ્રથમ સંદેશમાં મુજ્તબા ભાવુક અને આક્રમક જણાતા હતા. તેમણે કહ્યું કે, “મારા પિતાના લોહીનો બદલો લેવામાં આવશે. અમેરિકા અને ઈઝરાયેલે જે ગુનો કર્યો છે તેની કિંમત તેમણે ચૂકવવી પડશે.” તેમણે ‘એક્સિસ ઓફ રેઝિસ્ટન્સ’ (Axis of Resistance) ને વધુ મજબૂત બનાવી દુશ્મનો પર હુમલા ચાલુ રાખવાનો આદેશ આપ્યો છે.
અમેરિકી સૈન્ય મથકો પર નિશાન
મુજ્તબાએ પશ્ચિમ એશિયામાં રહેલા તમામ અમેરિકી સૈન્ય મથકોને તાત્કાલિક બંધ કરવાની માંગ કરી છે. તેમણે ચેતવણી આપી છે કે જો અમેરિકા આ ક્ષેત્રમાંથી બહાર નહીં નીકળે, તો તેના તમામ મથકોને નષ્ટ કરી દેવામાં આવશે. ઈરાને (Iran) દાવો કર્યો છે કે તેમના મિસાઈલો અને ડ્રોન કોઈ પણ લક્ષ્યને વીંધવા સક્ષમ છે.
પડોશી આરબ દેશો માટે સંદેશ
નવા સર્વોચ્ચ નેતાએ પડોશી આરબ દેશોને પણ ચેતવણી આપી છે કે જો તેઓ અમેરિકા કે ઈઝરાયેલને મદદ કરશે, તો ઈરાન (Iran) તેમના ઉર્જા સંસાધનો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલા કરવાનું ચાલુ રાખશે. જોકે, તેમણે મિત્ર દેશો સાથે સારા સંબંધો રાખવાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે.
વિશ્વ અર્થતંત્ર પર ખતરો
હોર્મુઝની સામુદ્રધુની બંધ થવાની અને ઈરાની (Iran) હુમલાની અસરને કારણે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત $100 પ્રતિ બેરલ ને વટાવી ગઈ છે. આંતરરાષ્ટ્રીય એનર્જી એજન્સીએ ચેતવણી આપી છે કે જો આ સંઘર્ષ લાંબો ચાલશે તો વિશ્વ અર્થતંત્ર ભાંગી પડશે.
આ પણ વાંચો:ચીન-રશિયાની જાપાન સમુદ્રમાં ગુપ્ત લશ્કરી કવાયત, પુતિન-શીની યોજના, US સબમરીનનો જવાબ!
આ પણ વાંચો: અમેરિકામાં અભ્યાસ કરતા લોકો માટે ખરાબ સમાચાર!સમાપ્ત થઈ શકે છે OPT પ્રોગ્રામ,નહીં મળે નોકરી

