Gandhinagar News/ વીજળીની સમસ્યાનું કાયમી નિરાકરણ! લૉ-વોલ્ટેજની સમસ્યા ઉકેલવા 138 વીજ ફીડરનું કરાયું વિભાજન

ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભામાં માહિતી આપી કે છેલ્લા બે વર્ષમાં ગાંધીનગર, વડોદરા અને ભરૂચમાં ૧૩૮ વીજ (Electricity) ફીડરનું વિભાજન કરાયું છે. જાણો લૉ-વોલ્ટેજથી કેવી રીતે મળશે રાહત.

Gujarat Top Stories Others
Gujarat Electricity News Update

Gujarat Electricity News Update: ગુજરાતમાં ઉનાળાની શરૂઆત અને ખેતીની સિઝન વચ્ચે વીજ ગ્રાહકોને સાતત્યપૂર્ણ અને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો મળી રહે તે માટે રાજ્યનો ઊર્જા વિભાગ એક્શન મોડમાં છે. વિધાનસભા ગૃહમાં માહિતી આપતા ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, તા. 31 ડિસેમ્બર 2025 સુધીની સ્થિતિએ છેલ્લાં બે વર્ષમાં ગાંધીનગર, ભરૂચ અને વડોદરા જિલ્લામાં કુલ 138 જેટલા વીજ ફીડરનું વિભાજન (Bifurcation) કરવામાં આવ્યું છે.

Gujarat Electricity News Update

Electricity : ગ્રાહક અને ખેડૂતને શું ફાયદો થશે?

એક જ ફીડર પર જ્યારે વધુ પડતો લોડ પડે છે ત્યારે વીજળી ડૂલ થવી કે લૉ-વોલ્ટેજની સમસ્યાઓ સર્જાય છે. આ સમસ્યાના નિવારણ માટે ફીડરને અલગ-અલગ ભાગમાં વહેંચવાથી અનેક ફાયદાઓ થાય છે. આ કામગીરીથી પંખા ધીમા ફરવા કે મોટર ન ચાલવી તેવી લૉ-વોલ્ટેજની સમસ્યામાંથી મુક્તિ મળે છે અને તેનું કાયમી નિરાકરણ આવે છે. આ ઉપરાંત, ટ્રાન્સમિશન દરમિયાન થતો પાવર લોસ પણ અટકે છે. ફીડર અલગ હોવાથી મેન્ટેનન્સમાં પણ મોટી રાહત મળે છે, કારણ કે ફોલ્ટ શોધવો સરળ બને છે અને મેન્ટેનન્સ ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. પરિણામે, ગ્રાહકો અને ખેડૂતોને અવિરત પાવર સપ્લાય પ્રાપ્ત થાય છે અને 24 કલાક સાતત્યપૂર્ણ તેમજ ગુણવત્તાયુક્ત વીજળી મળી રહે છે.

Gujarat Electricity News Update

કયા જિલ્લામાં કેટલા ફીડરનું વિભાજન કરાયું?

વડોદરા જિલ્લો (સૌથી વધુ 72 ફીડર): વડોદરામાં સિસ્ટમ ઈમ્પ્રૂવમેન્ટ યોજના અંતર્ગત સૌથી વધુ ૫૯ ફીડરનું વિભાજન કરાયું છે. આ ઉપરાંત ઊર્જા સંરક્ષણ યોજના હેઠળ 9, જ્યારે સરદાર કૃષિ યોજના અને કૂવા વીજળીકરણ યોજના હેઠળ 2-2 ફીડર મળીને કુલ 72 ફીડરનું વિભાજન પૂર્ણ કરાયું છે.

ગાંધીનગર જિલ્લો (39 ફીડર): પાટનગર અને આસપાસના વિસ્તારોમાં વર્ષ-2024માં 14 અને વર્ષ-2025માં 25 એમ કુલ 39 ફીડરનું વિભાજન કરાયું છે. જેમાં ખેડૂતો માટેની સરદાર કૃષિ જ્યોતિ યોજના અંતર્ગત 14, સિસ્ટમ ઇમ્પ્રૂવમેન્ટમાં 23 અને કૂવા વીજળીકરણ યોજના હેઠળ 2 ફીડરને અલગ કરવામાં આવ્યા છે.

ભરૂચ જિલ્લો (27 ફીડર): ભરૂચમાં રિવેમ્પ્ડ ડિસ્ટ્રિબ્યુશન સેક્ટર યોજના (RDSS) હેઠળ 9 ફીડર, સિસ્ટમ ઈમ્પ્રૂવમેન્ટ અંતર્ગત 13 અને સરદાર કૃષિ યોજના અંતર્ગત 5 ફીડર મળીને કુલ 27 ફીડરનું સફળતાપૂર્વક વિભાજન કરાયું છે.

ઊર્જા મંત્રી Rushikesh Patel એ સ્પષ્ટ કર્યું હતું કે, રાજ્ય સરકાર ભવિષ્યની ઊર્જા જરૂરિયાતોને પહોંચી વળવા અને ગામડાંઓ સુધી અવિરત વીજળી પહોંચાડવા કટિબદ્ધ છે.


આ પણ વાંચો: ગુજરાતમાં ખેડૂતોને મોટી રાહત! સોલર અને પવન ઊર્જા પર ગુજરાતમાં કોઈ વીજ કર લેવાશે નહીં

આ પણ વાંચો: ગોબરધન યોજના હેઠળ ગુજરાતે 12 હજારથી વધુ બાયોગેસ પ્લાન્ટ સ્થાપ્યા,સ્વચ્છ ઊર્જામાં પ્રગતિ

આ પણ વાંચો: ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું, PM સૂર્ય ઘર મફત વીજળી યોજનામાં ગુજરાત મોખરે