Gujarat News/ ગોબરધન યોજના હેઠળ ગુજરાતે 12 હજારથી વધુ બાયોગેસ પ્લાન્ટ સ્થાપ્યા,સ્વચ્છ ઊર્જામાં પ્રગતિ

ગોબરધન યોજનાની સૌથી મોટી વિશેષતા એ છે કે લાભાર્થીને બહુ ઓછા ખર્ચે મોટો લાભ ,કુલ રૂ. 42,000ના ખર્ચે 2 ઘન મીટર ક્ષમતાવાળો બાયોગેસ પ્લાન્ટ તૈયાર થાય છે.

Gujarat Top Stories Breaking News
ગોબરધન યોજનાની સૌથી મોટી વિશેષતા એ છે કે લાભાર્થીને

Gujarat News: ‘ગોબરધન યોજના’ ગુજરાતમાં ગ્રામ વિકાસનું સફળ મોડેલ બનીને ઉભરી આવી છે. રાજ્ય સરકારે આ યોજનાને માત્ર પર્યાવરણ સંરક્ષણ સુધી સીમિત રાખી નથી, પરંતુ તેને રોજગારી, આરોગ્ય સુધારણા અને આર્થિક સમૃદ્ધિ સાથે જોડીને સર્વાંગી ગ્રામ વિકાસનું સાધન બનાવ્યું છે.

કમિશનર ગ્રામ વિકાસ કચેરી દ્વારા સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત અમલમાં આવેલી આ યોજના હેઠળ ગુજરાતમાં અત્યાર સુધી ફેઝ-1માં 7,423 અને ફેઝ-૨માં 4,820 એમ કુલ 12,243 વ્યક્તિગત બાયોગેસ પ્લાન્ટોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સિદ્ધિ રાજ્યને સ્વચ્છ અને સ્વાવલંબી ગામોની દિશામાં દ્રઢ પગલું આગળ વધારતી દર્શાવે છે.

ગોબરધન યોજનાએ ગુજરાતમાં બાયોગેસના હજારો પ્લાનટ

માત્ર રૂ. 5 હજારના રોકાણથી બાયોગેસ પ્લાન્ટ

ગોબરધન યોજનાની સૌથી મોટી વિશેષતા એ છે કે લાભાર્થીને બહુ ઓછા ખર્ચે મોટો લાભ મળે છે. કુલ રૂ. 42,000ના ખર્ચે 2 ઘન મીટર ક્ષમતાવાળો બાયોગેસ પ્લાન્ટ તૈયાર થાય છે.
આમાં

લાભાર્થીનો ફાળો માત્ર રૂ. 5,000,

કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા રૂ. 25,000,

અને મનરેગા હેઠળ રૂ. 12,000ની સહાય આપવામાં આવે છે.

આ રીતે ગ્રામિણ પરિવારો નજીવા ખર્ચે સ્વચ્છ ગેસ, ઓર્ગેનિક ખાતર અને આર્થિક બચત મેળવી રહ્યા છે.

ગોબરધન યોજનાની સૌથી મોટી વિશેષતા એ છે

રાજ્ય સરકારની મજબૂત પ્રતિબદ્ધતા

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે વર્ષ 2024-25 અને 2025-26 દરમિયાન વધુ વેગ આપવા માટે 50 ક્લસ્ટરમાં 10 હજાર નવા બાયોગેસ પ્લાન્ટ સ્થાપવા રૂ. 25.50 કરોડની 100 ટકા રાજ્ય ફાળવણી મંજૂર કરી છે. આ નિર્ણય રાજ્ય સરકારની સ્વચ્છતા, વૈકલ્પિક ઊર્જા અને પર્યાવરણ પ્રત્યેની મજબૂત પ્રતિબદ્ધતા દર્શાવે છે.

ગ્રામ વિકાસ મંત્રી  કુંવરજીભાઈ બાવળિયા અને રાજ્ય મંત્રી  સંજયસિંહ મહીડાના માર્ગદર્શન હેઠળ સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) ફેઝ-૨માં ગામોને ODF+ સ્ટેટસ તરફ લઈ જવામાં ગોબરધન યોજનાભૂમિકા ભજવી રહી છે.

બાયોગેસ પ્લાન્ટના અનેક લાભ

બાયોગેસ પ્લાન્ટ દ્વારા પશુછાણ અને જૈવિક કચરાનો વૈજ્ઞાનિક રીતે નિકાલ થાય છે.

એલપીજી સિલિન્ડર પરનો ખર્ચ ઘટે છે

લાકડાં સળગાવવાથી થતું પ્રદૂષણ અટકે છે

ધુમાડાથી થતી આંખ, શ્વાસ અને ચામડી સંબંધિત તકલીફોમાં ઘટાડો થાય છે

બાયોગેસ પ્લાન્ટમાંથી મળતી સ્લરી દુર્ગંધરહિત ઓર્ગેનિક ખાતર તરીકે ઉપયોગી બની રહી છે, જે જૈવિક ખેતીમાં ખેડૂતોની આવક વધારવામાં મદદરૂપ થાય છે.

ગોબરધન યોજનાની સૌથી મોટી વિશેષતા એ છે

મહિલા સશક્તિકરણ અને રોજગારીની તકો

ગોબરધન યોજનાથી માત્ર ઊર્જા નહીં પરંતુ રોજગારીના નવા અવસરો પણ સર્જાયા છે. મહિલા સ્વસહાય જૂથો દ્વારા ખાતર મંડળીઓની સ્થાપના કરવામાં આવી રહી છે, જેના કારણે મહિલાઓ આત્મનિર્ભર બની રહી છે. આ યોજના ગ્રામિણ અર્થતંત્રને મજબૂત બનાવવામાં મહત્વની સાબિત થઈ છે.

લાભાર્થીની સફળતાની વાત

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ખોડુ ગામના પ્રગતિશીલ ખેડૂત પ્રવીણભાઈ ગોબરધન યોજનાની સફળતા અંગે કહે છે કે,
“મારા સાત એકર ફાર્મમાં ગોબરધન પ્લાન્ટ કાર્યરત છે. પશુછાણમાંથી મળતા ગેસથી અમે ચાર સભ્યોની રસોઈ બનાવીએ છીએ. પ્લાન્ટમાંથી નીકળતી સ્લરીને ટપક પદ્ધતિથી ખેતરમાં ઉપયોગ કરીએ છીએ, જેના કારણે અંજીર, દ્રાક્ષ, દાડમ અને શાકભાજીનું ઉત્પાદન વધ્યું છે.”

સ્વચ્છ અને સમૃદ્ધ ગુજરાત તરફ પગલું

બે કે તેથી વધુ ગાય-ભેંસ ધરાવતા તમામ પાત્ર પરિવારો આ યોજનાનો લાભ લઈ શકે છે. ગોબરધન યોજના આજે ગુજરાતમાં સ્વચ્છતા, ઊર્જા, આરોગ્ય, રોજગારી અને સમૃદ્ધિનું ઉત્તમ સંયોજન બની છે. આ યોજના સાચા અર્થમાં ગ્રામિણ ગુજરાતને આત્મનિર્ભર અને હરિત ભવિષ્ય તરફ લઈ જઈ રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી મોટી જાહેરાત, માર્ચ 2026 સુધીમાં 100% ખેડૂતોના ઘરે વીજળી પહોંચશે

આ પણ વાંચો:IND VS AUS: વીજળી અને વરસાદને કારણે મેચ રોકાઈ, અભિષેક અને શુભમનની જોરદાર શરૂઆત

આ પણ વાંચો:બિહારમાં વિધાનસભા ચૂંટણી જીતવા માટે ‘રેવડી’નો સહારો, મહિલાઓને રૂ.10 હજાર, મફત વીજળી