Patan Accident/ પાટણના હારીજમાં થયેલા ગમખ્વાર અકસ્માતમાં કારચાલકનું મોત

પાટણમાં હારીજ ખાતે આઇટીઆઇ કોલેજ નજીક ગમખ્વાર અકસ્માત (Patan Accident) માં કાર ડ્રાઇવર (Car Driver)નું મોત થયું હતું.. મોડી રાત્રે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત (Accident) સર્જાયો હતો.

Top Stories Gujarat Others Breaking News

Patan News: પાટણમાં હારીજ ખાતે આઇટીઆઇ કોલેજ નજીક ગમખ્વાર અકસ્માત (Patan Accident) સર્જાયો હતો. મોડી રાત્રે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત (Accident) સર્જાયો હતો. આ અકસ્માતમાં કાર ચાલક (Car Driver)નું મોત (Death) નીપજ્યું હતું. અકસ્માતના પગલે ઘટનાસ્થળે લોકો દોડી આવ્યા હતા. લોકોએ મહામુસીબતે કાર ચાલકને બહાર કાઢ્યો હતો. મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે હારીજ સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

કાર ડ્રાઇવર(Car Driver)નું Accidentમાં ઘટનાસ્થળે મોત

આ અકસ્માતને નજરે જોનારાના જણાવ્યા મુજબ આ અકસ્માતમાં કાર અને ટ્રક એટલા જોરથી અથડાયા હતા કે કારનું કચુંબર થઈ ગયુ હતુ. પાટણમાં થયેલા અકસ્માતમાં કારચાલક (Car Driver)નું ઘટનાસ્થળે જ ઇજાઓના લીધે મોત થયુ હતુ. કારની સ્થિતિ જોઈને જ અંદાજ આવી જાય છે કે તેમા બેઠેલા કારચાલકની સ્થિતિ શું થઈ હશે. જો કે કારમાં કારચાલક એક જ હતો અને બીજો કોઈ મુસાફર ન હોવાના કારણે જાનહાનિ થઈ ન હતી.

અકસ્માતના પગલે રસ્તા પર લોકોના ટોળેટોળા વળ્યા હતા. ટ્રાફિક જામ થઈ ગયો હતો. સ્થાનિકોએ તરત જ એમ્બ્યુલન્સને પણ બોલાવી હતી અને કારચાલકને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડને પણ બોલાવવામાં આવી હતી. હારીજ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે ઘટનાસ્થળે મૃતદેહનું પંચનામુ કર્યુ હતુ અને તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યો હતો.

કાર ડ્રાઇવરે બેફામ સ્પીડની કિંમત જીવથી ચૂકવી

તેના પછી પોલીસે લોકોના ટોળાને વીખેર્યુ હતુ. અકસ્માતગ્રસ્ત કાર અને ટ્રકને રસ્તા પરથી દૂર કરાવીને ટ્રાફિક ક્લિયર કર્યો હતો. પોલીસે આ અકસ્માતની ચોક્કસ જાણકારી મેળવવા માટે નજીકના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ પણ ખંગોળવા માંડ્યા છે. આ સિવાય કારચાલકની ઓળખ સુનિશ્ચિત કરવામાં પોલીસ લાગી છે, જેથી પોસ્ટમોર્ટમ પછી તેનો મૃતદેહ સોંપી શકાય.

આ અકસ્માત રસ્તા પર ચાલતા બેફામ ડ્રાઇવિંગનો પુરાવો છે. જો બંને વાહન કાર અને ટ્રક તેમની નિયત મર્યાદામાં વાહન ચલાવતા હોત તો આ અકસ્માત જ થયો ન હોત. અકસ્માત જોનારાઓનું કહેવું છે કે વાહનની સ્પીડ જો અંકુશમાં હોત તો આ કમનસીબ ઘટના બની ન હોત. આ અકસ્માતનું એકમાત્ર કારણ હોય તો તે બેફામ સ્પીડ છે, જેની કિંમત કારચાલકે પોતાના જીવથી ચૂકવી છે.


આ પણ વાંચો : પાટણ રાધનપુર કંડલા હાઈવે પર ગમખ્વાર અકસ્માત, 3થી વધુ લોકોના મોત, 10થી વધુ ઇજાગ્રસ્ત

આ પણ વાંચો : પાટણમાં સમી-રાધનપુર હાઇવે ગોઝારો અકસ્માત, 6ના મોત

આ પણ વાંચો : પાટણમાં સર્જાયો ત્રિપલ અકસ્માત,આગ લગતા એકનું મોત