@સાગર સંઘાણી
Jamnagar News: જામનગર શહેરના સાધના કોલોની વિસ્તારમાં ગત મોડી રાત્રે ફરીથી દુર્ઘટના સર્જાઇ છે, અને એક જર્જરીત બિલ્ડીંગનો અડધો હિસ્સો ધડાકાભેર જમીન દોસ્ત થઈ જતા અફરાતફરી મચી હતી. જોકે તંત્રએ અગાઉથી બિલ્ડીંગ ખાલી કરાવ્યું હોવાથી જાનહાનિ થઈ ન હતી. બનાવની જાણ થતાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, સ્થાનિક કોર્પોરેટરો અને આગેવાનો દોડી ગયાં હતાં.મહત્વનું છે કે તાજેતરમાં જ દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં 1 યુવાનનું મોત થયું હતું.

જામનગરમાં ગત રાત્રે દુર્ઘટના ની વિગત એવી છે કે સાધના કોલોની વિસ્તારમાં આવેલા આવાસનો જેનો જર્જરીત અડધો હિસ્સો ધડાકાભર ધરાસાઈ થઈ ગયો હતો. જેનો અવાજ આવતાં આસપાસના રહેવાસીઓ જાગી ગયા હતા. આ બનાવને લઈને સાધના કોલોની વિસ્તારમાં ફરીથી ભયનો માહોલ સર્જાયો હતો. પોલીસ તંત્ર પણ દોડતું થયું હતું અને જે વીંગ નો અડધો હિસ્સો ધરાશાઇ થયો છે, તેની ફરતે સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી.

જોકે રાહતની વાત એ છે કે બિલ્ડીંગ અગાઉથી જ ખાલી કરાયું હોવાથી કોઈ જાનહાની થઇ ન હતી. આ બનાવની જાણ થતાની સાથે જ રાત્રે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરા, વિસ્તારના કોર્પોરેટર પાર્થ કોટડીયા સહિતના આગેવાનો દોડી ગયા હતા.બીજી બાજુ અગાઉથી નોટિસ અપાયા બાદ આજે તંત્ર દ્વારા વધુ 5 બ્લોકના પાડતોડની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચો: મહેસાણામાં EVની બેટરીમાં થયો મોટો બ્લાસ્ટ થતા પરિવારનો અભૂતપુર્વ બચાવ
આ પણ વાંચો: પેટ્રોલ પંપ પર કામ કરતી મહિલાના ઘરે આવ્યું 20 લાખનું વીજળીનું બિલ અને પછી….
આ પણ વાંચો: “ફરજી” વેબસિરીઝ જોઈને સુરતના રત્નકાલાકારે કર્યો કાંડ
