ઉત્તર પ્રદેશમાં આજે એટલે કે ગુરુવારે 8 જુલાઇએ બ્લોક પ્રમુખની ચૂંટણી માટે નામાંકન પ્રક્રિયા શરૂ થઈ. ત્યારે, સીતાપુર અને કન્નૌજ જિલ્લામાંથી નામાંકન પ્રક્રિયા દરમ્યાન સપા અને ભાજપનાં કાર્યકરો વચ્ચે હિંસક અથડામણનાં અહેવાલો પ્રાપ્ત થયા છે.

ગુજરાત / અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા શરતોને આધિન નિકળશે, ગૃહમંત્રીની જાહેરાત
આપને જણાવી દઈએ કે, કન્નૌજનાં સદર બ્લોકમાં સપા અને ભાજપનાં કાર્યકરો વચ્ચે ટક્કર થઈ હતી. બંને પક્ષો વચ્ચે ઉગ્ર લડાઇ થઈ હતી અને ઇંટો અને પથ્થરો વડે એકબીજા ઉપર પ્રહાર કરવામાં આવ્યો હતો. તો ત્યાં, સીતાપુર જિલ્લાનાં કસમંડા બ્લોકમાં નામાંકન દરમ્યાન ભારે હંગામો થયો હતો. ભાજપનાં બળવાખોર ઉમેદવારને નોમિનેશન માટે જતા અટકાવવાને લઇને થયેલા ઝગડા દરમ્યાન હાથગોળા અને ઘણા રાઉન્ડ ફાયરિંગ થયા હતા. સમાજવાદી પાર્ટીનાં ઉમેદવારો તેમના સમર્થકોની સાથે ઇકૈનાનાં બ્લોક પરિસરમાં જવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. સમાજવાદી પાર્ટીનાં કાર્યકરોએ આક્ષેપ કર્યો છે કે, તેમને ઉમેદવારી પત્રો આપવામાં આવ્યા નથી. આ અંગે ઘણાં નારા લગાવવામાં આવ્યા હતા. ટૂંક સમયમાં વાતાવરણ એટલું બગડ્યું કે પીએસી તૈનાત કરી દેવામાં આવી હતી.

સાઈટ વિઝિટ / AIIMS હોસ્પિટલ પહોંચવાનો રસ્તો ડિસેમ્બર સુધીમાં પુરો કરવા રૂડા ચેરમેન-કમિશનર અરોરાની સુચના
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 12 રાઉન્ડ ફાયરિંગ થયઇ છે અને ઘણા ગ્રેનેડ ફાયર થયા છે. આ ઘટનામાં કમલાપુરનાં નિવાસી અખંડસિંહ અને ભેલાહારનાં ટીંકુ યાદવ ઈજાગ્રસ્ત થઇ ગયો હતો. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે, બધા ખતરાની બહાર છે. માહિતી મળ્યા બાદ એસપી આર.પી.સિંહ ઘટના સ્થળે આવી ગયા છે. હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે. એસઓ કમલાપુરનું કહેવું છે કે આ મામલે તપાસ ચાલી રહી છે. શ્રાવસ્તીમાં નોમિનેશન દરમ્યાન થયેલી રકઝક બાદ સપાનાં કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયાનાં સમાચાર સામે આવ્યા છે. સપાનાં કાર્યકરોએ આક્ષેપ કર્યો છે કે, તેમના ઉમેદવારને ઉમેદવારી પત્રો આપવામાં આવ્યા નથી. આક્ષેપ સાથે, એસપી ઉમેદવાર અને તેના સમર્થકોને પોલીસ દ્વારા રોકવામાં આવ્યા હતા, જેઓ ઇકૌનાનાં બ્લોક પરિસરમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ અંગે એસપી કાર્યકરો પોલીસ સાથે ઘર્ષણ થયા હતા. તેણે ખૂબ નારા લગાવ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓનાં જણાવ્યા પ્રમાણે, અહીનું વાતાવરણ ખૂબ ખરાબ હતું. સ્થળ પર પોલીસ અને પીએસી તૈનાત કરવામાં આવી છે. પોલીસે સપાનાં અનેક કાર્યકરોની ધરપકડ કરી છે.
