Uttarpradesh News : કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને વર્ષ 2018ના માનહાનિ કેસમાં રાહત મળી છે. ઉત્તર પ્રદેશના સુલ્તાનપુરની વિશેષ MP-MLA કોર્ટે (Sultanpur Court)ભારતીય જનતા પાર્ટીના તત્કાલીન રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ (Amit Shah)અંગે કરાયેલી ટિપ્પણીના કેસમાં તેમને દોષમુક્ત (Rahul Gandhi Acquitted)જાહેર કર્યા છે. રાહુલ ગાંધીના વકીલ કાશી પ્રસાદ શુક્લાએ આ નિર્ણયની પુષ્ટિ કરી હોવાનું જણાવાયું છે.
અમિત શાહ અંગેની ટિપ્પણીથી શરૂ થયો હતો વિવાદ
આ મામલો વર્ષ 2018માં કર્ણાટક વિધાનસભા ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલા એક નિવેદન સાથે જોડાયેલો છે. બેંગલુરુમાં એક ચૂંટણી કાર્યક્રમ દરમિયાન તેમણે અમિત શાહ (Amit Shah)નો ઉલ્લેખ હત્યાના કેસમાં આરોપી તરીકે કર્યો હતો. આ નિવેદનને લઈને ભાજપના નેતા વિનય મિશ્રાએ રાહુલ ગાંધી સામે ફોજદારી માનહાનિ (Rahul Gandhi Defamation Case)ની ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદ ભારતીય દંડ સંહિતાની કલમ 499 અને 500 હેઠળ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદી પક્ષનું કહેવું હતું કે રાહુલ ગાંધીના નિવેદનથી અમિત શાહની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું હતું.
Rahul Gandhi Acquitted : કોર્ટે શું કહ્યું?
આ કેસની સુનાવણી સુલ્તાનપુરની કોર્ટ (Sultanpur Court)માં ચાલી રહી હતી. એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શુભમ વર્માએ ચુકાદો સંભળાવ્યો હતો. અહેવાલો અનુસાર, કોર્ટે રાહુલ ગાંધીને આ કેસમાં દોષમુક્ત જાહેર કર્યા હતા. ચુકાદા સમયે રાહુલ ગાંધી કોર્ટમાં હાજર રહ્યા હોવાનું પણ જણાવાયું છે.
આ મામલામાં રાહુલ ગાંધી અમિત શાહના નામનો ઉલ્લેખ સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસના સંદર્ભમાં કરી રહ્યા હતા. આ કેસમાં અમિત શાહને વર્ષ 2014માં સીબીઆઈની વિશેષ અદાલતે નિર્દોષ જાહેર કર્યા હતા.
મોદી અટક માનહાનિ કેસથી અલગ છે આ મામલો
રાહુલ ગાંધી સામે અગાઉ પણ માનહાનિનો કેસ ચર્ચામાં રહ્યો હતો. વર્ષ 2019માં કર્ણાટકના કોલારમાં ચૂંટણી સભા દરમિયાન તેમણે ‘મોદી’ અટક અંગે ટિપ્પણી કરી હતી. આ નિવેદનને લઈને દાખલ થયેલા અલગ કેસમાં વર્ષ 2023માં ગુજરાતની અદાલતે તેમને દોષિત ઠેરવી બે વર્ષની સજા ફટકારી હતી.
આ સજાને કારણે રાહુલ ગાંધીને લોકસભાનું સભ્યપદ ગુમાવવું પડ્યું હતું. જોકે, બાદમાં સુપ્રીમ કોર્ટે તેમની સજા પર રોક લગાવી હતી, જેના પગલે તેમનું સંસદ સભ્યપદ પુનઃસ્થાપિત થયું હતું.
સુલ્તાનપુરનો હાલનો કેસ અમિત શાહ (Amit Shah)અંગેની ટિપ્પણીને લઈને હતો અને તે મોદી અટક સંબંધિત કેસથી અલગ છે.
આ પણ વાંચો: ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ ધ્વનિ મતથી ફગાવ્યો, સંસદમાં અમિત શાહ અને વિપક્ષ વચ્ચે જંગ
આ પણ વાંચો: અમિત શાહ ટિપ્પણી મામલે રાહુલ ગાંધી કોર્ટમાં હાજર, તમામ આરોપો નકાર્યા
આ પણ વાંચો: અમિતશાહના આંબેડકર..આંબેડકર.. નિવેદન પર નારાજ INDIA બ્લોકનું વિરોધ પ્રદર્શન
