ભાવ વધારો/ સામાન્ય નાગરિકને રાહત ક્યારે? સીંગતેલ અને કપાસિયા તેલનાં ભાવ આસમાને

બહોત હુઇ મહેઘાઇ કી માર અબકી બાર…  આ સ્લોગન તમે ભૂતકાળમાં ખૂબ સાંભળ્યુ જ હશે. પરંતુ શું આ સ્લોગન મુજબ જમીનીસ્તર પર કામ થયુ છે ખરા?

Top Stories Business
  • સીંગતેલ અને કપાસિયા તેલના ભાવ પણ આસમાને
  • ચાર દિવસમાં સીંગતેલ ટીનનો ભાવ રૂ. 2530
  • ચાર દિવસ અગાઉ સિંગતેલનો ભાવ હતો રૂ.2450
  • ચાર દિવસમાં કપાસિયા ટીનનો ભાવ રૂ. 2430
  • ચાર દિવસ અગાઉ કપાસિયાનો ભાવ હતો રૂ. 2370
  • દશેરા બાદ સિંગતેલની આવક વધતાં ભાવ ઘટી શકે

બહોત હુઇ મહેઘાઇ કી માર અબકી બાર…  આ સ્લોગન તમે ભૂતકાળમાં ખૂબ સાંભળ્યુ જ હશે. પરંતુ શું આ સ્લોગન મુજબ જમીનીસ્તર પર કામ થયુ છે ખરા? આ બહુ મોટો સવાલ છે. જી હા, આજે સામાન્ય નાગરિક મોંઘવારીની મારથી પીડાઇ રહ્યો છે. કોરોના મહામારીએ પહેલા જ સામાન્ય નાગરિકોની કમર તોડી નાખી છે, ત્યારે હવે વધતી મોંઘવારી પડ્યા પર પાટું જેવી સાબિત થઇ રહી છે. જણાવી દઇએ કે, પેટ્રોલ-ડીઝલ બાદ હવે સિંગતેલ અને કપાસિયા તેલનાં ભાવ આસમાને પહોંચ્યા છે.

આ પણ વાંચો – ભાવ વધારો / તહેવાર ટાણે જનતાને મોંઘવારીનો માર, આજે ફરી વધ્યા પેટ્રોલ-ડીઝલનાં ભાવ

આપને જણાવી દઇએ કે, દેશમાં જ્યા હવે તહેવારોની સીઝન શરૂ થઇ રહી છે ત્યારે મોંઘવારીનો સાપ સતત સામાન્ય નાગિરકને ડંખ મારી રહ્યો છે. આજે મોંઘવારીએ એક સામાન્ય માણસ કેવી રીતે તહેવાર ઉજવે તે સવાલ ઉભો કર્યો છે. ઉપરથી દરરોજ પેટ્રોલનાં ભાવ વધી રહ્યા છે, શાકભાજીનાં ભાવ સાંભળીને નવાઈ લાગી રહી છે અને ઉપરથી હવે તેલનાં ભાવ પણ સતત વધતા તહેવારો પર આનંદ ઉલ્લાસ કરવા માટે પણ સામાન્ય જનતાને વિચારવુ પડી રહ્યુ છે. જી હા, આજે નવા ભાવનાં કારણે સીંગતેલનો ડબ્બો 2,530 રૂપિયા તો કપાસિયા તેલનો ડબ્બો 2,430 રૂપિયાએ પહોંચ્યો છે. એક તરફ મગફળી અને કપાસની આવક વધી રહી છે. તો બીજી તરફ ખાદ્યતેલનાં ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. મગફળી અને કપાસિયામાં ભેજ આવતો હોવાથી પીલાણ થઈ શકતું નથી. વેપારીઓનું કહેવું છે કે, વિદેશમાં ખાદ્યતેલની માંગ વધી છે. જેથી ભાવમાં વધારો થયો છે.

આ પણ વાંચો – ધરતીકંપ / લેહ અને મ્યાનમારમાં અડધી રાત્રે અનુભવાયો ભૂકંપ, લોકોનાં ચહેરા પર જોવા મળ્યો ભય

ઉલ્લેખનીય છે કે, તેલની કિમંતો વધતા ગૃહિણીઓનું બજેટ ગડબડાઇ ગયુ છે. કારણ કે સીંગતેલનાં ડબ્બાનો ભાવ ફરી 2450 થી 2530 રૂપિયા થયો છે. તો કપાસિયા તેલનો ભાવ ડબ્બે 2430 રૂપિયાએ પહોંચ્યો છે. મહત્વનું છે કે, એક બાજુ કપાસ અને મગફળીની આવક થઈ રહી છે તો બીજી બાજુ બન્ને તેલમાં તેજીનો તરખાટ જોવા મળી રહ્યો છે. વેપારીઓનું કહેવું છે કે, વિદેશમાંથી માંગ વધવાને કારણે ભાવમાં વધારો જોવા મળ્યો છે.