સમગ્ર વિશ્વ જ્યારે કોરોના મહામારીથી ઝઝૂમી રહ્યુ હતુ ત્યારે એક માત્ર ચીન એક એવો દેશ હતો જે પોતાની ખરાબ કરતૂતોથી બાજ આવી રહ્યુ નહોતુ. એકવાર ફરી ચીને તે જ હરકતો શરૂ કરી દીધી છે. લેહમાં ભારત અને ચીન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા તણાવ વચ્ચે એકવાર ફરી અરુણાચલ પ્રદેશમાં તણાવનાં સમાચાર સામે આવ્યા છે.
આ પણ વાંચો – ધરતીકંપ / લેહ અને મ્યાનમારમાં અડધી રાત્રે અનુભવાયો ભૂકંપ, લોકોનાં ચહેરા પર જોવા મળ્યો ભય
સૂત્રોનાં જણાવ્યા અનુસાર, અરુણાચલ પ્રદેશમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ભારત અને ચીનનાં સૈનિકો સામસામે આવી ગયા હતા. ચીને ભારતીય સરહદમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, ભારતીય સેનાએ અસ્થાયી રૂપે તેના ઘણા સૈનિકોને કસ્ટડીમાં લીધા હતા, અને ચીની સૈનિકોની યોજનાઓને નિષ્ફળ બનાવી હતી. બાદમાં કમાન્ડર સ્તરની વાતચીત બાદ આ મુદ્દો ઉકેલાયો હતો. પેટ્રોલિંગ દરમિયાન ભારત અને ચીન બંનેનાં સૈનિકો સામ-સામે આવ્યા હતા. અથડામણની આ ઘટના ગયા અઠવાડિયે બની હતી. મળતી માહિતી મુજબ ચીની સૈનિકોએ ભારતીય સરહદમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. વળી, તવાંગમાં ઘૂસણખોરી કરીને, તેણે ભારતીય સરહદ પર બનાવેલા ખાલી બંકરોને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો. સૂત્રોનું કહેવું છે કે લગભગ 200 ચીની સૈનિકો ભારતીય સરહદમાં પ્રવેશ્યા હતા, જેને ભારતીય સૈનિકોએ ભગાડી દીધા હતા.
The engagement between the two sides lasted for a few hours & was resolved as per the existing protocols. There was no damage caused to own defences in the engagement: Sources in Defence Establishment (2/2)
— ANI (@ANI) October 8, 2021
આ પણ વાંચો – ભાવ વધારો / તહેવાર ટાણે જનતાને મોંઘવારીનો માર, આજે ફરી વધ્યા પેટ્રોલ-ડીઝલનાં ભાવ
આ ઘટના ગયા અઠવાડિયે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) નજીક બુમ લા અને યાંગત્સેનાં બોર્ડર પાસે બની હતી. જો કે, અધિકારીઓ દ્વારા હજુ સુધી આ ઘટનાની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. મીડિયા રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, ચીની સૈનિકોએ વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) નજીક ભારતીય સરહદમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો, જેનો ભારતીય સૈનિકોએ યોગ્ય જવાબ આપ્યો હતો અને કેટલાક ડ્રેગન સૈનિકોને અસ્થાયી રૂપે અટકાયતમાં લીધા હતા. જોકે, થોડા સમય પછી ભારતે તેમને મુક્ત કર્યા હતા.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

