હિમાચલ પ્રદેશમાં ચંબા જિલ્લાના બનીખેત પાસે પંચપુલામાં શનિવારે એક ખાનગી બસ ઊંડી ખાઈમાં ખાબકી ગઈ હતી. આ અકસ્માતમાં મરનારની સંખ્યા 8 થી વધીને 12 થઈ ગઈ છે. ઘણા લોકોને ઈજા થઇ છે તેવા પણ સમાચાર મળી રહ્યા છે. ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોની સારવાર માટે હોસ્પિટલમાં દાખર કરવામાં આવ્યા છે. આ અકસ્માત હિમાચલ પ્રદેશના પઠાણકોટ-ડલહૌજી માર્ગ પર થયો છે.
અકસ્માતની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થેળ પર પહોંચી અને ત્યાર બાદ આ અકસ્માતમાં મરેલા લોકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા. ચંબાના એસપી ડોક્ટર મોનિકાએ ઘટનાની પુષ્ટિ કરી છે.
એસપી ડોક્ટર મોનિકા અનુસાર, ‘પઠાણકોટ-ડલહૌજી માર્ગ પર એક ખાનગી બસ શનિવારે બનીખેત પાસે પંચપુલાની ખાઈમાં ખાબકી હતી. અકસ્માતમાં મારી ગયેલા લોકોની ગણતરી 8 થી વધીને 12 થઈ. ડીએસપી ડલહૌજીની આગેવાનીમાં એક પોલીસ ટીમ અકસ્માતની તપાસ કરી રહી છે. ‘
#UPDATE SP Chamba, Dr Monika: Death toll rises to 12. #HimachalPradesh https://t.co/lMesU4BXHM
— ANI (@ANI) April 27, 2019
તો ત્યાં જ બસ અકસ્માત પછી હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે જિલ્લા વહીવટને તાત્કાલિક રાહત અભિયાનની ખાતરી અને દુર્ઘટનાના ભોગ બનેલા લોકોને શક્ય સહાય આપવાની માહિતી આપી છે. તેમણે વહીવટને ઘાયલોને તાત્કાલિક સારવાર પૂરી પાડવનો પણ આદેશ આપ્યો છે.
SP Chamba, Dr Monika: A private bus on Pathankot- Dalhousie route fell into a gorge at Panchpulla near Banikhet, today. 8 people died in the incident. Police team led by DSP Dalhousie investigating. #HimachalPradesh pic.twitter.com/9kA33nQ6U2
— ANI (@ANI) April 27, 2019
નોંધનીય છે કે પહેલા પણ જાન્યુઆરી મહિનામાં પણ હિમાચલ પ્રદેશમાં એક સ્કૂલ બસ ખાઈમાં ખાબકી હતી. આ અકસ્માત સિરમૌર જિલ્લાના ખડકોલીની નજીક થયું હતું. જેમાં છ શાળા બાળકો સહિત 7 લોકો મૃત્યુ પામ્યા હતા.
#UPDATE SP Chamba, Dr Monika: Death toll rises to 12. #HimachalPradesh https://t.co/lMesU4BXHM
— ANI (@ANI) April 27, 2019
