Not Set/ 40 વર્ષ પછી મહિલાઓ ત્યાં હશે કે જ્યાં અત્યારે હું છું : આર્મીચીફ નરવણે

સેના પ્રમુખે કહ્યું, એવું નથી કે અમારી પાસે પહેલાથી જ મહિલા અધિકારીઓ નથી. અમારી મહિલા અધિકારીઓ પહેલેથી જ તાલીમ લઈ રહી છે. તે ચેન્નાઈમાં ઓફિસર્સ ટ્રેનિંગ એકેડેમી (OTA)માં તાલીમ લઈ રહી છે અને સારું પ્રદર્શન કરી રહી છે.

Top Stories India

આર્મી ચીફ જનરલ એમએમ નરવણેએ શુક્રવારે કહ્યું હતું કે, વર્તમાન યુગમાં તેઓ જે જગ્યાએ છે, ત્યાં 40 વર્ષ પછી મહિલાઓ પણ આવી શકશે. નેશનલ ડિફેન્સ એકેડમી (NDA)માં મહિલા કેડેટ્સને સામેલ કરવાના નિર્ણયને આવકારતા આર્મી ચીફે કહ્યું હતું કે, આ સશસ્ત્ર દળોમાં “લિંગ સમાનતા તરફનું પ્રથમ પગલું” હશે. તેઓ અહીં NDAના 141મા કોર્સની પાસિંગ આઉટ પરેડને સંબોધિત કરી રહ્યા હતા.

આર્મી ચીફે કહ્યું હતું કે, આગામી સમયમાં મહિલા કેડેટ્સને એનડીએમાં સામેલ કરવામાં આવશે અને તેમને વિશ્વાસ છે કે તેઓ પુરૂષોની બરાબરી કરી પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરશે. તેમણે કહ્યું કે, તે મહિલા સશક્તિકરણમાં પણ મહત્વની ભૂમિકા ભજવશે. તેમને વધુ પડકારરૂપ કાર્યો મળશે, જેનો તેઓ કેવી રીતે સામનો કરવો તે પણ શીખશે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે પ્રોફેશનલિઝમની સાથે સમાનતાના આધારે એનડીએમાં મહિલા કેડેટ્સનું સ્વાગત કરવામાં આવશે.

સેના પ્રમુખે કહ્યું, એવું નથી કે અમારી પાસે પહેલાથી જ મહિલા અધિકારીઓ નથી. અમારી મહિલા અધિકારીઓ પહેલેથી જ તાલીમ લઈ રહી છે. તે ચેન્નાઈમાં ઓફિસર્સ ટ્રેનિંગ એકેડેમી (OTA)માં તાલીમ લઈ રહી છે અને સારું પ્રદર્શન કરી રહી છે. તેમણે કહ્યું કે, એનડીએમાં મહિલા કેડેટ્સના સમાવેશને ધ્યાનમાં રાખીને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કેટલાક ફેરફારો થશે, પરંતુ તાલીમ સમાન રહેશે. આર્મી ચીફે કેડેટ્સને સમકાલીન પડકારોને પહોંચી વળવા નવી ટેક્નોલોજીથી માહિતગાર થવા પણ કહ્યું હતું.

તેમણે કહ્યું, “વર્ષોથી યુદ્ધની મોડસ ઓપરેન્ડી બદલાઈ છે અને ટેક્નોલોજીએ આમાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેમાં હંમેશા સુધારો થતો રહેશે. જ્યાં સુધી ભારતીય સશસ્ત્ર દળોમાં ટેક્નોલોજીના ઉપયોગનો સવાલ છે, હું ફરીથી કહું છું કે આ મામલે આપણે વિશ્વના કોઈપણ વિકસિત કે વિકાસશીલ દેશથી પાછળ નથી. અમારી પાસે વિશ્વના શ્રેષ્ઠ સાધનો છે.