Rajkot News/ રાજકોટ GHB ટેનામેન્ટ વિવાદ, ફ્રીહોલ્ડ વગર રિનોવેશન નહીં, મકાનદીઠ 1 કરોડની શરતથી વાસીઓમાં રોષ

રાજકોટના અમીન માર્ગ GHB ટેનામેન્ટ (GHB Tenement)માં ફ્રીહોલ્ડ કર્યા વિના રિનોવેશન મંજૂર નહીં. મકાનદીઠ 1 કરોડની શરતથી વાસીઓએ PMO સુધી કરી રજૂઆત.

Top Stories Gujarat Surat Breaking News
GHB Tenement

Rajkot News:રાજકોટના વિકસતા અમીન માર્ગ વિસ્તારમાં આવેલી ગુજરાત હાઉસિંગ બોર્ડની 50 વર્ષ જૂની ટેનામેન્ટ યોજના આજે મોટા વિવાદમાં ફસાઈ છે. આ યોજના હેઠળ અપાયેલા મકાનો (GHB Tenement)માં હજારો પરિવારો 40થી 50 વર્ષથી વસવાટ કરી રહ્યા છે. પરંતુ સમયની થપાટે મકાનો જર્જરિત બની ગયા છે. રિનોવેશન કરવા માગતા વાસીઓને ગુજરાત હાઉસિંગ બોર્ડે એક જંગી શરત મૂકી છે જમીનને ફ્રીહોલ્ડમાં ફેરવ્યા વિના કોઈ પણ રિપેરિંગ કે રિનોવેશનનો પ્લાન મંજૂર નહીં કરવામાં આવે.વર્તમાન જંત્રી દર મુજબ આ પ્રક્રિયા માટે મકાન દીઠ રૂપિયા 1 કરોડની આસપાસની રકમ ભરવી પડે તેમ છે. સામાન્ય મધ્યમ વર્ગના પરિવારો માટે આ રકમ અસંભવિત છે. પરિણામે, અનેક પરિવારો જીવનું જોખમ ઉઠાવીને જૂના, ખખડધજ મકાનોમાં રહેવા મજબૂર છે.

આ ટેનામેન્ટ (GHB Tenement)માં રહેતા પરિવારોએ અગાઉ જ જમીન અને ક્વાર્ટરની રકમ ભરી દીધી હતી. તે સમયે જમીન માત્ર 50 પૈસામાં આપવામાં આવી હતી. આજે તે જ જમીનની કિંમત વર્તમાન જંત્રી પ્રમાણે રૂપિયા 35,000 પ્રતિ યુનિટ (અથવા વર્ગફૂટ) સુધી પહોંચી ગઈ છે, જેના કારણે કુલ રકમ કરોડોમાં થઈ જાય છે.

સ્થાનિક અશોકભાઈ કામદારે કહ્યું કે ,“અમારા મકાનો 50-60 વર્ષ જૂના થયા છે. તેમાં રહેવામાં જીવનું જોખમ છે. છતાં અમને રિનોવેશન કરવા દેવામાં આવતું નથી. અમે અગાઉ જ જમીન અને મકાનની રકમ ભરી દીધી છે. આ અન્યાય છે.”ગુજરાત સરકારની વર્ષ 2019ની ફ્રીહોલ્ડ પોલિસીમાં જમીનને ફ્રીહોલ્ડ કરવા માટે માત્ર 5 શરતો નક્કી કરવામાં આવી છે. તેમાં સાદા રિનોવેશન અથવા રિપેરિંગ માટે ફ્રીહોલ્ડ કરવાની કોઈ જરૂરિયાતનો ઉલ્લેખ નથી. છતાં ગુજરાત હાઉસિંગ બોર્ડ (GHB Tenement)ના ઇજનેરોએ આવો ‘ફતવો’ બહાર પાડ્યો છે, જેના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશનની ટી.પી. શાખા પ્લાન મંજૂર કરતી નથી.

GHB  ટેનામેન્ટ (GHB Tenement)ને લઈ વિવાદ વકર્યો 

અશોકભાઈ કામદારે RTI અરજી દ્વારા તપાસ કરી તો જાણવા મળ્યું કે, સુરત, અમદાવાદ અને વડોદરામાં આવી કોઈ સખત જોગવાઈ અમલમાં નથી. આ તફાવતને લઈને રહેવાસીઓએ શહેરી વિકાસ વિભાગ, મુખ્યમંત્રી કાર્યાલય સુધી રજૂઆતો કરી છે.છેલ્લા ત્રણ વર્ષથી અશોકભાઈ કામદાર સહિતના રહેવાસીઓએ સતત પ્રયાસો કર્યા છે.રાજકોટના ત્રણેય ધારાસભ્યોને સાથે લઈને મુખ્યમંત્રીને મળવામાં આવ્યું હતું. તેમજ પ્રધાનમંત્રી કાર્યાલય (PMO)માં પણ રજૂઆત કરવામાં આવી છે. જેમાં “ડબલ એન્જીન સરકાર મધ્યમ વર્ગને હેરાન કરી રહી છે” તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે. 17 ફેબ્રુઆરી, 2026ના રોજ PMOમાં આ મામલે હિયરિંગ થવાનું છે. રહેવાસીઓને આમાંથી પોતાના હિતમાં નિર્ણય આવે તેવી આશા છે.

રહેવાસીઓનો આરોપ છે કે, અમુક લોકોએ મંજૂરી વગર જ મકાન (GHB Tenement)માં ફેરફાર કરાવી લીધા છે અને તેની સામે કોઈ કાર્યવાહી થઈ નથી. પરંતુ જે લોકો કાયદેસર રીતે પ્લાન પાસ કરાવવા માગે છે તેમની સામે જ સખતી દાખવવામાં આવે છે. અશોકભાઈએ ખુલ્લો આરોપ મૂક્યો છે કે, “કેટલાક અધિકારીઓ અને ઇજનેરો સાથે મળીને અનધિકૃત કામ કરાવનારાઓ પાસેથી લાખો રૂપિયા લે છે.”
રાજકોટના ધારાસભ્ય દર્શીતાબેન શાહે આ મામલે સરકાર ગંભીર છે તેમ જણાવ્યું છે. તેમણે કહ્યું કે, “સરકાર આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે ટૂંક સમયમાં નવી પોલિસી જાહેર કરશે.” પરંતુ રહેવાસીઓનું કહેવું છે કે, “નવી પોલિસી ક્યારે આવે છે તે જોવું રહ્યું. અત્યારે અમારે તાત્કાલિક રાહત જોઈએ છે.”


આ પણ વાંચો: રાજકોટના કાળીપાટ ગામે ગરીબોની જમીન ભૂમાફિયાઓ (land mafias) એ પચાવી પાડી

આ પણ વાંચો: જામનગરમાં કરોડોનું જમીન કૌભાંડ! સરકારી જમીન પચાવી પાડનાર ભૂમાફિયાઓ ઝડપાયા

આ પણ વાંચો: છોટાઉદેપુરમાં જમીન કૌભાંડ, ભાઈએ ભાઈની જમીન નકલી દસ્તાવેજોથી હડપ કરી