- કાબુલ એરપોર્ટ પર ગંભીર બનતી સ્થિતિ
- એરપોર્ટ પર અફડાતફડીના ભયાવહ દ્રશ્યો
- કાબુલ એરપોર્ટને તાલીબાનોએ ઘેર્યું
- એરપોર્ટની અંદર છે અમેરિકન સૈન્ય
- નાગરિકોના બેકાબુ ધસારાના દ્રશ્યો
- અસંખ્ય લોકો એરપોર્ટ પર ધસી ગયા
- એરપોર્ટની બહારથી ગનશોટના અવાજ
- તાલીબાન રન-વે કાબુમાં લે તેવી ભીતિ
અફઘાનિસ્તાનમાં તાલિબાનનાં કબ્ઝા બાદ સ્થિતિ હવે ભયાવહ થઇ ગઇ છે. દેશમાં હવે એકવાર ફરી તાલિબાન હાવી થઇ ગયુ છે. આ દ્રશ્યો તાલિબાનનાં આતંકની સ્પષ્ટ રીતે પુષ્ટી કરે છે. દ્રશ્યોમાં જોઇ શકાય છે કે, કેવી રીતે અફઘાનિસ્તાનનાં નાગરિકો કાબુલ એરપોર્ટ પર જમા થઇ રહ્યા છે અને જલ્દી જ તેઓ સુરક્ષિત ઠેંકાણે જવા દૌડ લગાવી રહ્યા છે.
આ પણ વાંચો – દેશ છોડી ભાગ્યા / અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિએ ફેસબુક પર લખ્યું લોકોની જાન બચાાવવા ભાગ્યો,તાલિબાન દેશની રક્ષા કરે
આપને જણાવી દઇએ કે, અફઘાનિસ્તાન પર તાલિબાની શાસનની શરૂઆત હવે થઇ ગઇ છે. અફગાનિસ્તાનનાં રાષ્ટ્રપતિ અસરફ ગની દેશ છોડીને ભાંગી ગયા છે. ત્યારે સમજી શકાય છે કે અફઘાનિસ્તાનની સ્થિતિ શું હશે. તાલિબાનનાં કહેરથી અફઘાનિસ્તાનની ચારે દિશાઓમાં નાગરિકો સુરક્ષિત ઠેંકાણે જવા દૌડ લગાવી રહ્યા છે. તાજેતરમાં સામે આવેલા દ્રશ્યો મુજબ, કાબુલ એરપોર્ટ પર ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયુ છે. અહી એરપોર્ટ પર અફરા-તફરીનાં ભયાવહ દ્રશ્યો જોવા મળે છે. દ્રશ્યોમાં જોઇ શકાય છે કે, કાબુલ એરપોર્ટ પર અમેરિકન સૈન્ય જોવા મળી રહ્યુ છે. મોટી સંખ્યામાં લોકો અહી એરપોર્ટ પર ધસી આવ્યા છે. વળી એરપોર્ટની બહાર ગનશોટનાં અવાજ પણ સંભળાઇ રહ્યા છે. ત્યારે હવે તાલિબાનીઓ કાબુલનો રન-વે કાબુમાં લે તેવી પણ ભીતિ છે.
આ પણ વાંચો – કાબુલ / અફઘાનિસ્તાનમાં તાલિબાની યુગની શરૂઆત, દેશની આ સ્થિતિ પર આજે થશે UNSC ની બેઠક
ઉલ્લેખનીય છે કે, અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર કબ્ઝો કર્યા બાદ હવે તાલિબાને સમગ્ર દેશ પર કબ્ઝો મેળવી લીધો છે. દરમિયાન, તાલિબાનનાં આકાઓએ ખાતરી આપી છે કે તેઓ કાબુલમાં હિંસા નહીં કરે અને સત્તા પરિવહન શાંતિપૂર્ણ રીતે થશે. અફઘાનિસ્તાન પર તાલિબાનનાં કબ્ઝા બાદથી સમગ્ર વિશ્વમાં હલચલ મચી ગઈ છે, આ ક્રમમાં આજે (સોમવારે) સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) માં ચર્ચા થવા જઈ રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ સભા સવારે 10 વાગ્યાથી શરૂ થશે.
