ગુજરાતમાં અનેક વાર વીજ ચોરીની ઘટના સામે આવતી હોય છે, વીજ ચોરીને કારણે દર વર્ષ રાજ્ય સરકારને કરોડો રુપિયાનું નુકસાન થતું હોય છે. ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL)ની વિજિલન્સે ગઈકાલ રાત્રિથી પશ્ચિમ કચ્છના વિવિધ તાલુકામાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરી ૬ સ્થળેથી ૨.૯૦ કરોડની વીજચોરી નો પર્દાફાશ કરતાં વીજચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ચેકીંગની કામગીરી હજુ ચાલું રહેશે. GUVNLએ માંડવીના વાંઢમાં ઉમેશભાઈ હરીલાલ સેંઘાણીના બેન્ટોનાઈટ ક્રશર પ્લાન્ટમાંથી ૧ કરોડ અને જખૌના અલ્વી આઈસ એન્ડ કોલ્ડ સ્ટોરેજમાંથી ૧ કરોડની વીજચોરીનો પર્દાફાશ કર્યો છે.
એ જ રીતે, ભચાઉના બાનિયારીમાં લક્ષ્મણભાઈ અરજણભાઈ વાઘેલાના મીઠાના અગરમાંથી ૪૦ લાખ, મુંદરાના ફાચરીયા સબ ડિવિઝનમાં માંડણભાઈ રામભાઈ રબારીના સ્ટોન માઈનમાંથી ૨૦ લાખ, ખાવડા નજીક ગોરેવલીમાં જી.કે. રીસોર્ટમાંથી ૨૫ લાખ અને નજીક આવેલા ખજુરીયા સયાના રીસોર્ટમાંથી ૪.૨૦ લાખની વીજચોરી ઝડપી પાડી છે. વીજચોરી સંદર્ભે પીજીવીસીએલ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ કડક તપાસ કરાશે.
GUVNLના મુખ્ય તકેદારી અધિકારી અને સેફ્ટી ડાયરેક્ટર અનુપમસિંહ ગેહલોત તેમજ જોઈન્ટ એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર એચ.આર.ચૌધરીના માર્ગદર્શન હેઠળ મુખ્ય વિજીલન્સ ઑફિસર અને DySP બી.સી. ઠક્કર અને અન્ય વરિષ્ઠ અધિકારી-કર્મચારીની ટૂકડીએ આ તપાસ હાથ ધરી હતી.
પૌરાણિક કથા / ખરમાસમાં ઘોડાને સ્થાને ગધેડા સૂર્યદેવનો રથ હંકારે છે, ખૂબ જ રસપ્રદ છે કથા
મહાભારત / અભિમન્યુ કયા ભગવાનનો અવતાર હતો, જન્મ પહેલાં જ તેનું મૃત્યુ કેમ નક્કી થઈ ગયું?
હિન્દુ ધર્મ / નવગ્રહ શાંતિના ખૂબ જ સરળ ઉપાય, જીવનમાં સુખ માટે અવશ્ય અજમાવો
