Karnataka News/ પુત્રીના નામને લઈને પતિ-પત્ની વચ્ચે થયો ઝગડો, વાત પહોંચી છૂટાછેડા સુધી, પછી…

આજકાલ બાળકોના નવા નવા નામ સાંભળવા મળે છે. વેલ, બાળકોના નામકરણ પણ એક મોટું કામ બની ગયું છે.

Top Stories India

Karnataka News: આજકાલ બાળકોના નવા નવા નામ સાંભળવા મળે છે. વેલ, બાળકોના નામકરણ પણ એક મોટું કામ બની ગયું છે. માતાપિતા તેમના બાળકોના નામ રાખવા માટે ખૂબ જ સંઘર્ષ કરે છે, પરંતુ મુશ્કેલી ત્યારે ઊભી થાય છે જ્યારે દંપતી નામોને લઈને એકબીજા સાથે સહમત ન હોય. આવો જ એક કિસ્સો કર્ણાટકમાંથી (Karnataka) પ્રકાશમાં આવ્યો હતો, જ્યાં બાળકના નામ પર સહમત ન થતાં દંપતીએ છૂટાછેડાની માંગ કરી હતી.

કર્ણાટકમાં પતિ-પત્ની વચ્ચે વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે 26 વર્ષીય વ્યક્તિ પોતાના પુત્રના નામકરણ સમારોહમાં હાજર ન રહ્યો. તેના બાળકનો જન્મ વર્ષ 2021માં થયો હતો. તેની 21 વર્ષની પત્નીએ બાળકના નામકરણની વિધિનું આયોજન કર્યું હતું. પત્નીએ બાળકનું નામ ‘આદિ’ રાખવાનું સૂચન કર્યું હતું, જેનાથી પતિ સંમત ન હતા. તેમણે બાળકનું નામ શનિ રાખવાનું સૂચન કર્યું હતું.

ન્યાયાધીશે બાળકનું નામ રાખ્યું

દંપતી વચ્ચે મહિનાઓ સુધીની દલીલો બાદ મહિલાએ કોર્ટનો સંપર્ક કર્યો હતો. મહિલાએ અલગ અને ભરણપોષણની માંગ કરી છે. મહિલાએ ન્યાયાધીશો દ્વારા આપવામાં આવેલા સૂચનોને પણ ફગાવી દીધા હતા. જોકે, ગયા અઠવાડિયે જ મૈસુર સેશન્સ કોર્ટના જજે બાળકને તેના માતા-પિતા પાસે બોલાવીને ત્રણ વર્ષના બાળકનું નામ આર્યવર્ધન રાખવાનો સૌહાર્દપૂર્ણ નિર્ણય લીધો હતો

કેરળમાં પણ આ મામલો પ્રકાશમાં આવ્યો હતો

બાળકના નામને લઈને વિવાદનો આ પહેલો કિસ્સો નથી. ગયા વર્ષે, કેરળ હાઈકોર્ટે ત્રણ વર્ષની બાળકીનું નામ રાખ્યું હતું કારણ કે તેના માતાપિતા અલગ થઈ ગયા હતા અને બાળકીને શું નામ આપવું જોઈએ તે અંગે તેમની વચ્ચે કોઈ સહમતિ ન હતી. આદેશમાં કોર્ટે કહ્યું કે બાળક જેની સાથે રહે છે તેની માતા દ્વારા સૂચવવામાં આવેલા નામને યોગ્ય મહત્વ આપવું જોઈએ, જ્યારે પિતાને લઈને કોઈ વિવાદ ન હોય તો પિતાનું નામ પણ સામેલ કરવું જોઈએ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કર્ણાટક પોલીસ પર ભાજપે (BJP) સીટી રવિને કસ્ટડીમાં ટોર્ચર કરવાનો આરોપ લગાવ્યો

આ પણ વાંચો:‘ભારત માતા કી જય’ બોલવું એ હેટ સ્પીચ નથી, કર્ણાટક હાઈકોર્ટે પાંચ લોકો સામે નોંધાયેલી FIR ફગાવી

આ પણ વાંચો: