Kheda News: નડિયાદ શહેર (જીલ્લા) કોંગ્રેસ પ્રમુખે સરકારને નડિયાદના (Nadiad) શહેરીજનોના પૈસાનો નગરપાલિકાના સત્તાધીશો અને જવાબદાર અધિકારીઓ નાણાનો દુરૂપયોગ કરવા બદલ પત્ર લખ્યો છે. તેમણે પત્રમાં જણાવ્યું છે કે, મારા નડિયાદના નગરજનો શું આપ જાણો છો કે નડિયાદ ગામમાં પાણીના નિકાલ માટે એટલે કે વરસાદી પાણીના નિકાલ માટે જે કાંસ બનાવવામાં આવ્યા છે અને જે કાંસનું મેન્ટેનન્સ નડિયાદ નગરપાલિકા અને કોન્ટ્રાક્ટર કરે છે તેમાં પણ ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે 30 થી 35 લાખના હિસાબે રૂપિયા 1 કરોડનો ખર્ચ કર્યો છે. આજે શહેરના તમામ કાંસની 3 વર્ષ પહેલા જેવી સ્થિતિ હતી તેનાથી વધુ ખરાબ થઈ છે. પત્રમાં માગ કરાઈ છે કે પ્રિ-મોન્સૂન કામગીરી સરખી રીતે થઈ નથી. ઉપછલ્લી કાંસની સફાઈ કરી કરોડો રૂપિયા ખંખેરી નાખવામાં આવ્યા છે. જો સરકાર તપાસ એજન્સીઓને તપાસ સોંપશે તો બહાર આવશે કે સત્તાધીશો અને જવાબદાર અધિકારીઓએ કેટલો ભ્રષ્ટાચાર કર્યો છે!

કોન્ટ્રાક્ટ કરારમાં કાંસ સાફ કરવા માટે કર્મચારીને અંદર ઉતરવાની મનાઈ છે તો એવા કયા સાધનો છે જેના દ્વારા કોન્ટ્રાક્ટર કાંસની સંપૂર્ણ સફાઈ કરી શકે કાંસની અંદર નડિયાદ નગરપાલિકા દ્વારા ગટરોના જોડાણ આપી દેવામાં આવ્યા છે જેના કારણે બારેમાસ વરસાદી પાણીના નિકાલના કાંસ માં ગટરોના પાણી જોવા મળે છે એનો મતલબ એવો થયો કે નડિયાદની અંદર શું ગટર લાઈન ફેલ સાબિત થવા પામેલ છે કાંસની અંદર હાલમાં જે પાણી છે શું તે વરસાદી જ પાણી છે કે ગટરના પાણી છે? તે જવાબ આપે. નગરપાલિકાના સત્તાધીશો વધુમાં કે નડિયાદની અંદર 80% કાંસને ઉપરથી બંધ કરી દેવામાં આવ્યા છે એટલે સફાઈ કરવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી અને જે જગ્યા ઉપર ઢાંકણા મૂકવામાં આવ્યા છે ત્યાંથી સફાઈ કરવી શક્ય છે નહીં વધુમાં નડિયાદની વિકાસની વાતો કરવાવાળા વોર્ડ નંબર 1 માં પસાર થતો કાંસ ખુલ્લો છે ત્યાં પણ સફાઈ નથી થતી અને ત્યાંના રહીશોની લાગણી અને માગણી વારંવાર રજૂઆત હોવા છતાં પણ એક કાંસનો પાણીનો યોગ્ય નિકાલ ન થતા ખૂબ જ દુર્ગંધની વચ્ચે આજે ન છુટકે લોકો રહેવા મજબૂર બન્યા છે.

મારા નડિયાદના નગરવાસીઓને જણાવવાનું કે નડિયાદ નગરપાલિકામાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો .છે આપણા ટેક્સના નાણાં ખોટા રસ્તે વેડફાઈ રહ્યા છે. કોન્ટ્રાક્ટરને આપવામાં આવેલ કાંસના કોન્ટ્રાક્ટરમાં પૂરા 15 લાખ રૂપિયાનું પણ કામ કરવામાં આવતું નથી કે નગરપાલિકાના કોન્ટ્રાક્ટર પાસે કાંસને અંદરથી ચોખ્ખા સાફ કરવા માટે એટલે કે અંડર ગ્રાઉન્ડ કાંસ સાફ કરવા માટે કોઈ જ પ્રકારના વિકસિત સાધનો વસાવવામાં આવેલા નથી કે ભાડે લેવામાં આવેલ નથી અને જો લીધા હોય તો પ્રજા સમક્ષ રજૂ કરવા.

પ્રમુખે પ્રજાવતી પ્રશ્નો કર્યા છે કે શું કાંસ સાફ કરનાર કામદારોને ગુજરાત સરકારના મિનિમમ વેજ મુજબ કોન્ટ્રાક્ટર પગાર ચૂકવે છે ? કોન્ટ્રાક્ટરના તમામ કર્મચારીઓનું ભવિષ્ય નિધિ ભવન એટલે કે પ્રોવિડન્ટ ફંડમાં એકાઉન્ટ છે, યુએન નંબર છે શું તેમનું PF કપાય છે? કાચની સફાઈ કરતાં કર્મચારીઓને કોઈપણ સમયે અકસ્માતનો ભોગ બને તો તેના આરોગ્ય અને લાઈફની સેફટી માટે ઇન્સ્યોરન્સ કે ડબલ્યુસીની પોલીસી લીધેલ છે?
કાંસની સફાઈ દરમિયાન કે સફાઈ થઈ ગયા બાદ નગરપાલિકાના કોઈ જવાબદારી અધિકારી દ્વારા ઇન્સ્પેક્શન કે ચેકિંગ કરવામાં આવેલ છે જો હા તો આ પ્રશ્ન ઉભો કેમ થયો? પાણી કેમ ભરાય? સમયસર પાણીનો નિકાલ કેમ ના થાય? બારેમાસ કાંસમાં પાણી ક્યાંથી આવે આ બધા જ પ્રશ્નો પ્રજાના મનમાં હાલ ચાલી રહ્યા છે જ્યારે સત્તા પક્ષમાં બેઠેલા સત્તાધીશો અને જવાબદાર અધિકારીઓ દ્વારા પ્રજાલક્ષી કામમાં બેજવાબદારી રાખવામાં આવે કે સમયાંતરે ધ્યાન રાખવામાં ન આવતા પ્રજાના ટેક્સના પૈસા વેડફાય છે તેવું આના ઉપરથી સાબિત થાય છે અને દેખીતો ભ્રષ્ટાચાર સામે અમારે અવાજ ઉઠાઈ અને નડિયાદમાં ફરી એટલે કે હવેથી પ્રજાને તકલીફ ન પડે તે માટે વારંવાર રજૂઆત કરવાની મારી અને મારા ટીમની ફરજ છે. શું નડિયાદનું આવનારું ભવિષ્ય આજ ભ્રષ્ટાચાર હેઠળ જીવશે?
આ પણ વાંચો:છોટાઉદેપુરમાં ભ્રષ્ટાચારનો બ્રિજ તૂટતા લોકોને હેરાનગતિ
આ પણ વાંચો:નારોલના હોમગાર્ડ ઇન્ચાર્જનો ઓડિયો વાયરલ, ભ્રષ્ટાચાર દૂર કરવા કરાઈ અપીલ
આ પણ વાંચો:ભ્રષ્ટાચારમાં ફસાયેલા ED અધિકારી આલોક રંજને કરી આત્મહત્યા, રેલવે ટ્રેક પરથી મળી લાશ
