Vadodara News/ વડોદરામાં ડ્રિંક એન્ડ ડ્રાઈવની ઘટના, કાર ચાલકે 3 વાહનને અડફેટે લેતા 3 લોકો ઘાયલ

વડોદરા પોલીસે આરોપી ગૌરવ પટેલની ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

Top Stories Gujarat Vadodara

Vadodara News: વડોદરા (Vadodara) શહેરના વડસર બ્રિજ (Vadsar Bridge) પાસે દારૂ પીધેલા એક વાહનચાલકે ઝડપથી ગાડી ચલાવતા બે ટુ-વ્હીલર અને એક કારને ટક્કર મારી હતી. જેમાં 3 લોકો ઘાયલ (Injured) થયા હતા. અકસ્માત બાદ લોકોએ નશામાં ધૂત ડ્રાઈવરને મેથીપાક ચખાડ્યો હતો. આ ઘટના બાદ માંજલપુર પોલીસ (Manjalpur Police) ઘટનાસ્થળે પહોંચી હતી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી હતી.

વડોદરા (Vadodara) શહેરના વડસર બ્રિજ (Vadsar Bridge) પાસે કાર ચાલક ગૌરવ મુકેશભાઈ પટેલ કામ પરથી ઘરે પરત ફરી રહ્યો હતો, દરમિયાન તે નશામાં હતો અને બેદરકારીથી ગાડી ચલાવી રહ્યો હતો. નશામાં તેણે બે ટુ-વ્હીલરને ટક્કર મારી અને પછી અન્ય એક કારના પાછળના ભાગે પણ ટક્કર મારતા 3 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત થતાં લોકોની ભીડ એકઠી થઈ ગઈ અને કાર ચાલકને ઢોર માર માર્યો હતો અને પોલીસને જાણ કરાતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. માંજલપુર પોલીસે ગુનો નોંધી આરોપી ગૌરવ પટેલની ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

ઈજાગ્રસ્ત મહિલાએ પોલીસને જણાવ્યું, હું અને મારા પતિ એક્ટિવામાં મુસાફરી કરી રહ્યા હતા અને વડસર બ્રિજ પરથી નીચે ઉતરી રહ્યા હતા. પહેલા એક બાઇક સવારને ટક્કર મારી અને પછી અમારા એક્ટિવાએ અમને ટક્કર મારી. જેમાં હું અને મારા પતિ ટકરાયા અને આગળ જઈને અમે એક કાર સાથે અથડાઈ ગયા. અકસ્માત સર્જાતા લોકોએ કાર ચાલકને પકડી લીધો હતો, ત્યારે તે નશાની હાલતમાં જોવા મળ્યો હતો.

ઉલ્લેખનીય છે કે વડોદરા (Vadodara)માં હોળીની રાત્રે થયેલા ચકચારભર્યા અકસ્માત (Accident) કેસમાં આરોપી રક્ષિત ચૌરસિયાએ ગાંજો પીને કાર ચલાવતા હેમાલીબેન પટેલ નામની મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે તેમના પતિ પૂરવ પટેલને ગંભીર ઈજા થઈ હતી. આ ઘટનામાં એક બાળક-બાળકી સહિત કુલ 7ને ઈજા થઈ હતી. અકસ્માત બાદ આ અંગે પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે આરોપી કારચાલક રક્ષિત રવિશ ચૌરસિયા (વારાણસી, ઉત્તરપ્રદેશ)ની ધરપકડ કરી સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કર્યો હતો. વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ મુક્તાનંદ સર્કલ પાસે ગઈકાલે (13 માર્ચ, 2025) રાત્રે નશામાં ચૂર કારચાલકે 8 લોકોને અડફેટે લઈને ફૂટબોલની જેમ ફંગોળ્યા હતા. જેમાં ઘટના સ્થળે જ હેમાલી પટેલ નામની મહિલાનું મોત થયું હતું, જ્યારે 7 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સાબરકાંઠાના પ્રાંતિજમાં વીજ કરંટ લાગતા 9 વર્ષની બાળકીનું મોત

આ પણ વાંચો:પંચમહાલમાં બે સગા ભાઈનું વીજ કરંટ લાગતા થયું મોત

આ પણ વાંચો:વડોદરામાં બે કર્મચારીઓને લાગ્યો વીજ કરંટ, ઘટના થઈ CCTVમાં કેદ