આઇસીસી વિશ્વકપની 8મી મેચ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે સાઉથહૈમ્પ્ટનમાં રમાઇ રહી છે. જ્યા દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતી પહેલા બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા બેટીંગ કરતા દક્ષિણ આફ્રિકાની ટીમે 9 વિકેટનાં નુકસાને 227 રન કર્યા છે. દક્ષિણ આફ્રિકાની ટીમ તરફથી સૌથી વધુ 42 રન આઠમાં નંબર પર બેટીંગ કરવા આવલે ક્રિસ મોરિસે કર્યા હતા. દક્ષિણ આફ્રિકાની ટીમ તરફથી ક્રિસ મોરિસ અને કાગિસો રબાડાએ 8મી વિકેટે 50 થી વધુ રનની પાર્ટનરશીપ કરતા ટીમનો સ્કોર 227 રન સુધી પહોચ્યો હતો. ટીમ ઈંન્ડિયાને જીત માટે 228નો ટાર્ગેટ મળ્યો છે.
#IndiaVsSouthAfrica in #WorldCup2019 : South Africa 227/9 in 50 overs at The Rose Bowl Stadium in Southampton, England pic.twitter.com/nTvSIo9f2w
— ANI (@ANI) June 5, 2019
ટીમ ઈંન્ડિયા તરફથી સૌથી વધુ 4 વિકેટ યુજવેન્દ્ર ચહલે ઝડપી હતી.
South Africa are still fighting!
Chris Morris and Kagiso Rabada have added 50 for the eighth wicket.#SAvIND #ProteaFire pic.twitter.com/52lL0ZIvmZ
— ICC Cricket World Cup (@cricketworldcup) June 5, 2019
દક્ષિણ આફ્રિકાની ટીમ આ પહેલા બે મેચ રમી ચુકી છે. જેમા તેને હારનો સામનો કરવો પડ્યો હતો. આજે દક્ષિણ આફ્રિકા ટૂર્નામેન્ટમાં તેની ત્રીજી મેચ રમશે તો ભારત પહેલી મેચ રમી જીતથી ટૂર્નામેન્ટની શરૂઆત કરવા મેદાને ઉતરશે. વળી દક્ષિણ આફ્રિકા આ મેચમાં ભારતને હરાવીને આ વિશ્વકપની પહેલી જીતનું ખાતુ ખોલવા પૂરી મહેનત કરશે. જો કે અહી ભારતનો પલડો દક્ષિણ આફ્રિકાની સરખામણીમાં ભારે દેખાઇ રહ્યો છે. કારણ કે સાઉથ આફ્રિકાનાં બે મોટા બોલરો લુંગી એન્ગિડી અને ડેલ સ્ટેઇન ઈજાનાં કારણે આ મેચમાં રમી નહી શકે. જો કે ડેલ સ્ટેઇન વિશ્વ કપમાંથી બહાર થઇ ગયો છે. બીજી તરફ ભારતીય ટીમ સંપૂર્ણપણે ફિટ છે.
| બેટ્સમેન | R | B | 4s | 6s | SR |
| હાશિમ આમલા
c Rohit Sharma b Jasprit Bumrah |
6 | 9 | 1 | 0 | 66.67 |
| ક્વિંટન ડિકોક
c Virat Kohli b Jasprit Bumrah
|
10 | 17 | 1 | 0 | 58.82 |
| ફેફ ડુપ્લેસી
b Yuzvendra Chahal
|
38 | 54 | 4 | 0 | 70.37 |
| રાસી વેન ડેર ડૂસન
b Yuzvendra Chahal
|
22 | 37 | 1 | 0 | 59.46 |
| ડેવિડ મિલર
c & b Yuzvendra Chahal
|
31 | 40 | 1 | 0 | 77.50 |
| જે પી ડ્યુમિની
lbw b Kuldeep Yadav
|
3 | 11 | 0 | 0 | 27.27 |
| એંડિલે ફેહલુકવે
st MS Dhoni b Yuzvendra Chahal
|
34 | 61 | 2 | 1 | 55.74 |
| ક્રિસ મોરિસ
c Virat Kohli b Bhuvneshwar Kumar
|
42 | 34 | 1 | 2 | 123.53 |
| કગિસો રબાડા
not out
|
31 | 35 | 2 | 0 | 88.57 |
| ઈમરાન તાહિર
c Kedar Jadhav b Bhuvneshwar Kumar
|
0 | 2 | 0 | 0 | 00.00 |
સાઉથહેમ્પટનમાં ટીમ ઇન્ડિયાનું પ્રદર્શન
સાઉથહેમ્પટનમાં ટીમ ઇન્ડિયા એ અત્યાર સુધી 3 વનડે મેચ જ રમી છે. વર્ષ 2004માં કેન્યાની સામે તેને જીત નોંધાવી હતી અને બાકીનાં બે મુકાબલોમાં ઇંગ્લેન્ડની વિરૂદ્ધ (2007 અને 2011)માં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. ભારત અને દક્ષિણ આફ્રિકાની વચ્ચે આ મેદાન પર આ પહેલી ટક્કર છે.
ખાસ છે આ આંકડાઓ
આ દાયકામાં, જો ટીમ ઇન્ડિયાનાં આંકડાઓ પર નજર નાખાવામાં આવે તો તે આશ્ચર્યજનક છે. જો વનડે ક્રિકેટમાં આઈસીસી ઇવેન્ટમાં અત્યાર સુધી ટીમ ઇન્ડિયાનાં પ્રદર્શનને જોવામાં આવે છે, તો ભારતની જીતની ટકાવારી 81.5 ટકા છે. આ સમય દરમિયાન, તેણે 27 વન-ડે મેચોમાંથી 22 (2011 અને 2015 વર્લ્ડ કપ, 2013 અને 2017 ચેમ્પિયન્સ ટ્રોફી) મેચ જીતી છે. અન્ય ટીમોની સરખામણીમાં આ રેકોર્ડ શાનદાર છે. આ સ્પર્ધામાં સંયુક્તપણે બીજા સ્થાને ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન (60.9%) છે. દક્ષિણ આફ્રિકા (54.6%) એ અહી પાંચમાં સ્થાને છે.
કેટલી વખત ટીમ સામ સામે આવી
ભારતની ટીમ આ વખતનાં વિશ્વકપની પ્રંબળ દાવેદાર તરીકે દેખાઇ રહી છે. પરંતુ સાઉથ આફ્રિકાની સામે તેનું અત્યાર સુધીનું પ્રદર્શન જોઇએ તો જૂના આંકડામાં ટીમનું પ્રદર્શન આફ્રિકાની વિરૂદ્ધ થોડુંક નબળું દેખાય છે. વિશ્વકપમાં આ બંનેનો સામનો અત્યાર સુધી 4 વખત થઇ ચૂકયો છે અને સાઉથ આફ્રિકા અહીં 1-3થી આગળ છે.
Play is set to get underway!
Here are the line-ups for #SAvIND 👇#ProteaFire #TeamIndia pic.twitter.com/yMxxffg4Ew
— ICC Cricket World Cup (@cricketworldcup) June 5, 2019
ભારત
વિરાટ કોહલી(કેપ્ટન), શિખર ધવન, રોહિત શર્મા, કેદાર જાદવ, મહેન્દ્રસિંહ ધોની, હાર્દિક પંડ્યા, લોકેશ રાહુલ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ
દક્ષિણ આફ્રિકા
ફેફ ડુપ્લેસી(કેપ્ટન), ક્વિંટન ડીકોક, હાશિમ આમલા, ડેવિડ મિલર, રાસી વૈન ડર ડૂસન, જે પી ડ્યુમિની, એંડિલે ફેહલુકવે, કાગિસો રબાડા, તબરેઝ શમ્સી, ઈમરાન તાહિર, ક્રિસ મોરિસ.
