અમદાવાદ
યો યો હની સિંહ તેમના ગીતના લીધે એક વાર ફરીથી પોતાના ગીતને લીધે સોશિયલ મીડિયામાં છવાઈ ગયા છે. સલમાનખાન પ્રોડક્શનની ફિલ્મ ‘ લવ રાત્રી ‘ નું નવું સોંગ ‘રંગતારી ‘ હાલ ચાહકોમાં ખુબ ધૂમ મચાવી રહ્યું છે.
તમને જણાવી દઈએ કે આ સોંગ ૯૨,૩૧,૧૫૪ વ્યુવર્સ સાથે દુનિયામાં પ્રથમ નંબરે છે અને ૧ લાખથી પણ વધારે લોકો લાઇક આપી ચુક્યા છે.
https://www.instagram.com/p/Bns0bkHnUB1/?taken-by=yyhsofficial
તમને જણાવી દઈએ કે રંગતારી સોંગે હોલીવુડના દુનિયાભરમાં પ્રસિદ્ધ સિંગરને પણ પાછળ પાડી દીધા છે. છેલ્લા ૨૪ કલાકમાં દુનિયાભરમાં સૌથી વધારે જોવાયેલો વિડીયો એટલે કે રંગતારી યુટ્યુબમાં પ્રથમ સ્થાને છે.
https://www.instagram.com/p/BnnpP07n_75/?taken-by=yyhsofficial
આ કોઈ પ્રથમ વખત નથી થયું કે હની સિંહના ગીત ફેમસ થયા હોય પરંતુ આની પહેલા પણ હાની સિંહ પોતાના ગીતના લીધે ચાહકોમાં ફેવરીટ રહ્યો છે. હની સિંહના બીજા સોંગ ચાર બોટલ વોડકા, ધીરે ધીરે, બ્રાઉન રંગ, અંગ્રેજી બીટ, બ્લ્યુ આય્ઝ અને લવ ડોઝએ પણ ઘણી ઘૂમ મચાવી છે. એવું કહેવાય છે કે હની સિંહના ગીત વગર તો પાર્ટી અધુરી જ કહેવાય.
યુટ્યુબમાં દુનિયાભરમાંથી ચાહકો તરફથી આટલો સારો રિસ્પોન્સ મળ્યો તે બદલ હની સિંહે કહ્યું હતું કે હું સાચેમાં ઘણો ખુશ છુ અને મારી મહેનત રંગ લાવી.
