Gujarat Weather/ ગુજરાતમાં આગામી 5 દિવસ અગનગોળા વરસશે, કચ્છમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ

કચ્છમાં મહત્તમ તાપમાન 40થી 42 ડિગ્રી રહેવાની સંભાવના છે.

Top Stories Gujarat Others

Gujarat Weather: રાજ્યમાં તીવ્ર ગરમી (Heatwave)ની ઋતુ શરૂ થઈ છે, રાજ્યમાં ગરમી (Heat)નો પારો 44 ડિગ્રીને પાર કરી ગયો છે, આ ઉપરાંત, સમગ્ર ગુજરાતમાં ગરમીનું મોજું આવવાની પણ આગાહી કરવામાં આવી છે. જોકે, છેલ્લા કેટલાક દિવસોથી મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી (Indian Meteorological Department) કરવામાં આવી હતી. જેના કારણે આ વિસ્તારોમાં ગરમી (Heat)થી થોડી રાહત મળી હતી. જોકે, હવે આવનારા દિવસોમાં લોકોએ તીવ્ર ગરમી માટે તૈયાર રહેવું પડશે.

Chennai swelters as heatwave continues, relief expected in April, tamil  nadu weather, chennai weather, today, heatwave, rain, weather alert,  weather updates,

IMDની આગાહી મુજબ, 5 એપ્રિલથી 9 એપ્રિલ સુધી અગનગોળા વરસશે. આગામી 2 દિવસ કચ્છમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 6 એપ્રિલે કચ્છ અને રાજકોટમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, મહેસાણા, પાટણ, મોરબી, જૂનાગઢ, રાજકોટ જિલ્લામાં પણ ગરમીનું યલો એલર્ટ અપાયું છે. કચ્છમાં મહત્તમ તાપમાન 40થી 42 ડિગ્રી રહેવાની સંભાવના છે.

ગુજરાતમાં ગઈકાલે ભુજમાં સિઝનનું સૌથી વધુ તાપમાન 44.5 ડિગ્રી નોંધાયું હતું, રાજ્યના 10 જિલ્લામાં તાપમાન 40 ડિગ્રીને પાર કરી ગયું છે, કચ્છમાં ગરમી (Heat)ના મોજાનું ઓરેન્જ એલર્ટ (Orange Alert) અને રાજકોટમાં યલો એલર્ટ (Yellow Alert) જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી (Indian Meteorological Department) મુજબ, અમદાવાદમાં 41.3 ડિગ્રી, ગાંધીનગરમાં 41 ડિગ્રી, ડીસામાં 42.1 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 38.9 ડિગ્રી, વડોદરામાં 39.2 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 43.2 ડિગ્રી, નલિયામાં 40.4 ડિગ્રી, કંડલામાં 42 ડિગ્રી, પોરબંદરમાં 33.4 ડિગ્રી, રાજકોટમાં 42.9 ડિગ્રી, કેશોદમાં 40.7 ડિગ્રી અને મહુવામાં 34.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ગુજરાતમાં મહત્તમ તાપમાન હવે 43 ડિગ્રી સુધી પહોંચી ગયું છે.

Weather today: IMD issues heatwave warning in Gujarat, forecasts heavy  rainfall in THESE states over next 2 days | Today News

હવામાન વિભાગે (Indian Meteorological Department) અમદાવાદ સહિત 5 જિલ્લામાં ગરમીનું યલો એલર્ટ (Yellow Alert) જાહેર કર્યું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ રાજકોટમાં પણ પારો 43 ડિગ્રી પારો રહ્યો હતો. ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ (Orange Alert) જારી કરવામાં આવ્યું છે. IMDના જણાવ્યા અનુસાર, 2 એપ્રિલથી 8 એપ્રિલ સુધી ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ગરમી (Heat)નું મોજું યથાવત્ રહેશે. આ સમયગાળા દરમિયાન, કચ્છ, પોરબંદર, મહેસાણા, પાટણ, રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ, બનાસકાંઠા અને પાટણમાં ગરમીનું મોજું રહેશે.

Extreme heat kills hundreds, while millions more swelter on 4 continents as  summer begins | The Straits Times

હવામાન વિભાગની આગાહી મુજબ, કેટલાક રાજ્યોમાં ગરમીનું મોજું અને કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના છે. આગામી 24 કલાકમાં વરસાદની આગાહી છે અને આગામી 4 દિવસ સુધી ગરમીનું મોજું ચાલુ રહેવાની આગાહી છે. પોરબંદરમાં આજથી ત્રણ દિવસ સુધી ગરમીનું મોજું રહેવાની આગાહી છે અને ગરમી માટે ઓરેન્જ એલર્ટ (Orange Alert) આપવામાં આવ્યું છે. જ્યારે, આગામી ત્રણ દિવસ માટે કચ્છ, રાજકોટ અને જૂનાગઢમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં માવઠા બાદ ગરમ પવનો ફૂંકાશે, ધૂળની ડમરીઓ ઉડશે

આ પણ વાંચો:ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેડૂતોમાં વ્યાપી ચિંતા, ગરમીથી મળી લોકોને રાહત

આ પણ વાંચો:હવામાન વિભાગે ગરમીનું યલો એલર્ટ કર્યુ જારી, ગરમ પવનો ફૂંકાશે