ગુજરાત રાજમા કોરોના વાઇરસ સતત બેકાબૂ બની રહ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1.25 લાખને પાર કરી ચૂકી છે. ત્યારે હજુ પણ રાજયમાં કોરોના સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે. અમદાવાદ ખાતે પણ કોરોના કેસ વધી રહ્યા છે. ત્યારે આજરોજ ગુજરાત યુનિવર્સિટી ખાતે કોરોનના કેસ મળી આવ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાત યુનિવર્સિટીના 4થી વધુ કર્મીઓને કોરોના થયો હોવાનું જાણવા મળ્યું છે. પરીક્ષા વિભાગ સહિત વિવિધ વર્ગના કર્મચારીઓ કોરોનાની ઝપટે ચઢ્યા છે. યુનિવર્સિટી ખાતે કોરોનાના કેસ સામે આવતા અન્ય કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. હાલ તો કોરોના ના કેસ સામે આવતા યુનિવર્સિટીના કર્મચારીઓને રજા આપી ઘરે રવાના કરાયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
