- વલ્લભીપુરથી બરવાળા સુધીનો રોડ અતિ બિસ્માર
- અવાર-નવાર સર્જાય છે અકસ્માતો
- કોન્ટ્રાક્ટરો કરી રહ્યા છે પોતાની મનમાની
- વાહનચાલકોમાં જોવા મળી રહ્યો છે ભારે રોષ
- તત્કાલ રોડ બનાવવા અંગે લોકોની માંગ
વલ્લભીપુરથી અમદાવાદ જવા માટેનો હાઇવે જેમાં વલ્લભીપુરથી બરવાળા સુધીનો રોડ અતિ બિસ્માર હાલતમાં હોવાનું જાણવામાં આવ્યું છે. જેને કારણે અવાર-નવાર અકસ્માતો સર્જાય છે. આ હાઈવેના કામમાં કોન્ટ્રાક્ટરો પોતાની મનમાની ચલાવી રહ્યા હોય તેમ બે થી ત્રણ વાર ટેન્ડરની તારીખ પૂરી થઈ ગઈ છે. ત્યારે વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં હજુ આ રોડનું કઈ નિરાકરણ આવ્યું નથી. ત્યારે તત્કાલ ધોરણે આ રોડ બનાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠી રહી છે.
ભાવનગર, અમરેલી સહીતના વાહન ચાલકોને અમદાવાદ જવા માટે નેશનલ હાઇવેને જોડતો વલભીપુરથી બરવાળા સુધીનો હાઇવે રોડ ખુબ જ બિસ્માર બનતા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ગયા છે. આ હાઈવેનું કામ કોન્ટ્રાક્ટરો પોતાની મનમાની ચલાવી રહ્યા હોય તેમ બે થી ત્રણ વાર ટેન્ડર ની તારીખ પૂરી થઈ ગઈ છે. તેમ છતાં સમયમર્યાદામાં હજુ સુધી રોડ અને પુલના કામો પૂર્ણ થયા નથી. ત્યારે વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
આ રોડ પર અવારનવાર વાહન અકસ્માતો થાય છે. જેને લઈને તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં હજુ આ રોડનું કઈ નિરાકરણ આવ્યું નથી. હાઇવે રોડ હોવા થી દિવસ દરમિયાન અનેક નાના મોટા વાહનો પસાર થાય છે. આ રોડ ઉપર ચાલતા વાહન ચાલકોના કારમાં અવારનવાર ટાયર ફાટી બનાવો તેમજ ટુ વ્હીલર ચાલકોની બાઈક સ્લીપ થઈ જવાના બનાવો બને છે. જેમાં મોટી જાનહાનિ થતી હોય. ત્યારે તત્કાલ ધોરણે આ રોડ બનાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠી રહી છે.
આ પણ વાંચો : કડીનો લોકોનો પ્રાણીઓ પ્રત્યે અનોખો પ્રેમ, શેરીના શ્વાનની અંતિમવિધી કરી રાખ્યું બેસણું
આ પણ વાંચો :હું રાજકારણમાં આવું,પરંતુ રાજકારણમાં જોડાવા મને થોડો સમય આપો: નરેશ પટેલ
આ પણ વાંચો :ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં યેલો એલર્ટ
આ પણ વાંચો :નવસારીમાં વોટ્સએપ ગ્રુપમાં સોનિયા ગાંધી પર અશ્લીલ ટિપ્પણી, કોંગી અગ્રણીઓએ આવેદનપત્ર પાઠવ્યું
