Gujarat rainforecast/ ગાયબ થયેલો વરસાદ 22 ઓગસ્ટ પછી બમણા જોરથી ત્રાટકશેઃ અંબાલાલ

ગુજરાતમાં વરસાદ ગાયબ થતાં ખેડૂતોના ચહેરા પર ચિંતાના વાદળ છવાયા છે, પરંતુ હવે ખેડૂતોને રાહત આપતી અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. તેમણે આગાહી કરી હતી કે 23 થી 26 ઓગસ્ટ સુધી ગુજરાતમાં ભારે વરસાદ પડશે. કારણ કે બિહાર અને બંગાળ તરફનું લો પ્રેશર મધ્યપ્રદેશ અને ગુજરાતમાં રહેશે.

Gujarat Gandhinagar Ahmedabad Breaking News

Ahmedabad News:  ગુજરાતમાં વરસાદ ગાયબ થતાં ખેડૂતોના ચહેરા પર ચિંતાના વાદળ છવાયા છે, પરંતુ હવે ખેડૂતોને રાહત આપતી અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. તેમણે આગાહી કરી હતી કે 23 થી 26 ઓગસ્ટ સુધી ગુજરાતમાં ભારે વરસાદ પડશે. કારણ કે બિહાર અને બંગાળ તરફનું લો પ્રેશર મધ્યપ્રદેશ અને ગુજરાતમાં રહેશે. અરબી સમુદ્રમાં સિસ્ટમ મજબૂત બનશે, રાજ્યમાં ભારે વરસાદની સંભાવના છે. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. 26મી પછી વધુ એક સિસ્ટમ સક્રિય થશે. સપ્ટેમ્બરના દિવસે અને ગણેશ ચતુર્થીના દિવસે પણ વરસાદની સંભાવના રહેશે.

અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે 16 થી 24 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં સારા વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઉત્તર ભારત, પૂર્વ ભારત, મહારાષ્ટ્ર, કચ્છમાં લો પ્રેશરના વિશાળ વિસ્તારમાં વરસાદ પડશે. સાયક્લોનિક સર્ક્યુલેશનથી ઉત્તર ભારતથી મહારાષ્ટ્ર સુધી વરસાદ થવાની સંભાવના છે. ચોમાસાની દક્ષિણ તરફની ધરીને કારણે ગુજરાતમાં 30 જુલાઈ સુધી સારો વરસાદ પડશે. ઓગસ્ટમાં સારો વરસાદ પડશે. 16 થી 22 ઓગસ્ટ દરમિયાન વરસાદ આવી શકે છે.

હવામાન જાણકાર પરેશ ગોસ્વામીએ પોતાની સોશિયલ મીડિયાની ચેનલ પર આપેલી લેટેસ્ટ માહિતીમાં જણાવ્યુ છે કે, હાલ ગુજરાત પર કોઇ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. પરંતુ ભેજને કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળે ઝાપટાં થઇ શકે છે. છેલ્લા કેટલાક દિવસોથી સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં ઝાપટાં પડી રહ્યા છે. પરંતુ હવે આ ઝાપટાંની તીવ્રતા, સંખ્યા અને વિસ્તારોમાં પણ ઘટાડો નોંધાશે. ખેતીકામમાં અડચણરૂપ થાય તેવા ઝાપટાં પડવાની હાલ કોઇ શક્યતા નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સ્વતંત્રતાની ઉજવણીના રંગમાં પડશે ભંગ, હવામાન વિભાગની હળવા વરસાદની આગાહી

આ પણ વાંચો: અંબાલાલ પટેલની 20થી 25 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની આગાહી

આ પણ વાંચો: આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર