Not Set/ વડોદરા: એક પછી એક બહાર આવી રહેલાં કૌભાંડોની કડીમાં વધુ એક કૌભાંડ ઉમેરાયું

વડોદરા, કૌભાંડોનું કોર્પોરેશન બનેલાં વડોદરા મહાનગર સેવાસદનમાં ભ્રષ્ટાચાર રોકાવાનું નામ નથી લઇ રહ્યો. પાલિકાનાં એક પછી એક બહાર આવી રહેલાં કૌભાંડોની કડીમાં વધુ એક કૌભાંડ ઉમેરાયું છે. શહેરનાં ડભોઇ રોડ વિસ્તારમાં સતત ઉભરાતી ગટરો અને ડ્રેનેજો ચોકપ થઇ જવાની સમસ્યા રહેતી હતી. જેના ઉકેલ માટે પાલિકા દ્વારા વિસ્તારમાં આવેલ પાલિકાનાં સુએઝ પંપિંગ સ્ટેશન ખાતે 6 […]

Top Stories Gujarat Vadodara

વડોદરા,

કૌભાંડોનું કોર્પોરેશન બનેલાં વડોદરા મહાનગર સેવાસદનમાં ભ્રષ્ટાચાર રોકાવાનું નામ નથી લઇ રહ્યો. પાલિકાનાં એક પછી એક બહાર આવી રહેલાં કૌભાંડોની કડીમાં વધુ એક કૌભાંડ ઉમેરાયું છે.

શહેરનાં ડભોઇ રોડ વિસ્તારમાં સતત ઉભરાતી ગટરો અને ડ્રેનેજો ચોકપ થઇ જવાની સમસ્યા રહેતી હતી. જેના ઉકેલ માટે પાલિકા દ્વારા વિસ્તારમાં આવેલ પાલિકાનાં સુએઝ પંપિંગ સ્ટેશન ખાતે 6 મહિના અગાઉ 6 પમ્પો લગાવવામાં આવ્યાં હતાં.

ટેન્ડરની શરતો મુજબ તે પૈકીનાં ત્રણ પમ્પ 1900 મીટર ક્યુબ પર અવરની ક્ષમતાનાં લગાવવાનાં હતાં. પરંતુ ઇજારાદાર અને અધિકારીઓએ મળીને 1900 નાં બદલે 1500 મીટર ક્યુબ પર અવરનાં પમ્પો લગાડી દીધાં હતાં.

જેને કારણે વિસ્તારમાં ડ્રેનેજો ચોકપ થવાની સમસ્યા ઠેરની ઠેર રહેતી હતી. જેને લઇને વડોદરા મહાનગર પાલિકાની સ્થાયી સમિતિનાં અધ્યક્ષ સતીશ પટેલ અને વિરોધપક્ષ નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવે સંયુક્ત રીતે સુએઝ પંપિંગ સ્ટેશન ખાતે આકસ્મિક તપાસ હાથ ધરતાં સમગ્ર કૌભાંડ પકડાયું હતું.