accident death/ યુગાન્ડાના ટોચના ગુજરાતી ઉદ્યોગપતિના પુત્રનું કાર અકસ્માતમાં મોત

યુગાન્ડાના ટોચના ઉદ્યોગપતિ સુધીર રુપરેલિયાના પુત્ર રાજીવ રુપરેલિયાનું શનિવારના રોજ કાર અકસ્માતમાં મોત થયું હતું.

Top Stories Gujarat Others

Gujarati businessman accident આફ્રિકાના ટોચના અબજોપતિઓમાં શામેલ યુગાન્ડાના ટોચના ઉદ્યોગપતિ (Businessman) અને મૂળ ગુજરાતી સુધીર રુપરેલિયાના પુત્ર રાજીવ રુપરેલિયાનું શનિવાર 3મે 2025ના રોજ સવારે વાકિસો જિલ્લામાં આવેલા બુસાબાલા ફ્લાયઓવર નજીક એક ખતરનાક કાર અકસ્માત (accident) માં મોત (death) થયું.

મળતી માહિતી મુજબ રાજીવ રુપરેલિયા નિસાન GTR ચલાવી રહ્યા હતા. જે દરમિયાન તેમની કાર ફ્લાયઓવર પાસે આવેલા એક ક્રોકિટ બેરિયર્સ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેથી કાર તરત જ પલ્ટી મારી ગઈ હતી અને તેમાં આગ લાગી હતી. અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા રાજીવ રુપરેલિયાનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અકસ્માતના થોડા જ કલાકો પહેલા રાજીવ રુપરેલિયા લંડનથી પાછા ફર્યા હતા અને તેઓ મુન્યોન્યોમાં તેમના એક મિત્રના લગ્નમાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતાં. ગંભીર અકસ્માતમાં રાજીવનું અવસાન થતા તેમના પરિવારમાં દુ:ખનો માહોલ છવાઈ ગયો હતો.

યુગાન્ડાના ટોચના ઉદ્યોગપતિ સુધીર રુપરેલિયાના પુત્ર 35 વર્ષીય રાજીવ રુપરેલિયા ગ્રુપના MD હતા. રુપરેલિયા ગ્રુપ એ આફ્રિકાનું એક વ્યાપારી એમ્પાયર છે. જે આફ્રિકામાં રિયલ એસ્ટેટ, હોસ્પિટાલિટી, શિક્ષણ, કૃષિ તેમજ નાણાકીય સેક્ટરમાં ફેલાયેલું છે. રાજીવ યુગાન્ડામાં હજારો નોકરીઓનું સર્જન કર્યું હતું. તેઓ ફક્ત વ્યાવસાયિક કૌશલ્ય માટે જ નહી તેમના સારા સ્વભાવ માટે પણ જાણીતા હતા. તેઓ યુગાન્ડાના વિકાસ માટે પ્રતિબદ્ધ હતા. ઉદ્યોગપતિ સુધીર રુપરેલિયાના પુત્ર રાજીવનું અકસ્માતમાં મોત થતા તેમનું મંગળવારના રોજ બપોરે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સિંગાપોરમાં ભારતીય મૂળના વિપક્ષી નેતાને સંસદમાં ખોટું બોલવા બદલ લાખોનો દંડ, ભારતમાં શું થાય?

આ પણ વાંચો:સિંગાપોર પોલીસ સાથે ગેરવર્તનનો આરોપ, ભારતીય મૂળના 4 લોકો સામે કેસ નોંધાયો

આ પણ વાંચો:PM મોદી આજે સિંગાપોરની મુલાકાત લેશે, સંરક્ષણ અને ઉર્જા મામલે મહત્વની ચર્ચા