કોંગ્રેસની યુપીએ સરકાર દરમિયાન 6 સર્જીકલ સ્ટ્રાઇક હોવાના દાવાને કેંન્દ્રીય મંત્રી પ્રકાસ જાવડેકરે ફેક બતાવ્યુ છે. જાવડેકરે એક ટ્વીટ મારફતે આ વાત કહી. જેમા તેમણે લખ્યુ કે, ‘પહેલા કોંગ્રેસ સર્જીકલ સ્ટ્રાઇકનાં પુરાવા માંગતી હતી હવે તે 6 સર્જીકલ સ્ટ્રાઇક કરવાનો દાવો કરી રહી છે. એક આરટીઆઇનાં જવાબમાં સેનાએ સ્પષ્ટ કર્યુ છે કે 2016 પહેલા કોઇ સર્જીકલ સ્ટ્રાઇક થઇ નથી. કોંગ્રેસનું એક નવુ જુઠ પકડાઇ ગયુ.’
કોંગ્રેસનાં 6 સર્જીકલ સ્ટ્રાઇક કર્યા હોવાની વાતને લઇને હવે રાજનીતિ ગરમાઇ રહી છે. કોંગ્રેસનાં પ્રવક્તા રાજીવ શુક્લાએ કહ્યુ છે કે, અમારી સરકારે 6 સર્જીકલ સ્ટ્રાઇક કરી હતી. તેમણે આ સાથે તારીખો પણ દર્શાવી હતી. તેટલુ જ નહી શુક્લાએ અટલ બિહારી વાજપાયી સરકાર દરમિયાન થયેલી ઘણી સ્ટ્રાઇકની પણ વાત કરી. શુક્લાનાં નિવેદન બાદ બંન્ને પાર્ટીઓ વચ્ચે જુબાની જંગ શરૂ થઇ ગઇ. કોંગ્રેસ પર નિશાનો કરતા જેટલીએ કહ્યુ હતુ કે, મનમોહન સરકારે 2008માં મુંબઇ આતંકવાદી હુમલા પછી આતંકવાદીઓની વિરુદ્ધ કોઇ કાર્યવાહી કરી નહોતી.
કોંગ્રેસ પ્રવક્તા રાજીવ શુક્લાએ કહ્યુ કે, મનમોહન સિંહ અને વાજપાયી બંન્નેએ ક્યારે પણ સ્ટ્રાઇક વિશે કોઇ વાત કરી નથી. કોંગ્રેસે ક્યારે પણ સૈન્ય અભિયાનોથી રાજનીતિક લાભ લેવાનો પ્રયત્ન કર્યો નથી.
