મંતવ્ય ન્યૂઝ,
અમદાવાદમાં દિનપ્રતિદિન વધતા પ્રદૂષણને નાથવાની સાથોસાથ વધતી ગરમીને પણ કાબૂમાં રાખવા માટે શહેરને હરિયાળુ બનાવવાની ખાસ આવશ્યક્તા જણાઇ રહી છે ત્યારે હવે અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા સ્વચ્છતા બાદ હવે શહેરને હરિયાળુ બનાવવાના ઉદ્દેશ સાથે મિશન મિલિયન ટ્રી નામે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ મિશન અંતર્ગત શહેરમાં 10 લાખ વૃક્ષો વાવવાનો ધ્યેય નક્કી કરાયો છે.
સેવાસદનના આ અભિયાનમાં સામાજીક સંસ્થાઓ અને જાગૃત નાગરિકોને જોડવામાં આવશે. જેમાં આ પહેલમાં અત્યારસુધી 350 લોકો જોડાયા છે. વૃક્ષોની જાળવણી માટે ચોક્કસ સંસ્થાને જવાબદારી સોંપવામાં આવશે. ડિવાઈડર ફૂટપાથની સાથે ડેન્ટ્સ પ્લાન્ટેશન કરવામાં આવશે. તદુપરાંત લો ગાર્ડન ખાતે PPP ધોરણે ફૂડ સ્ટ્રીટ બનાવશે. આજ પ્રમાણે રૂપિયા 35 કરોડના ખર્ચે CG રોડનું ડેવલપમેન્ટ કરશે.
ઉલ્લેખનિય છે કે સ્વચ્છતા અને ટ્રાફિક નિયમન અભિયાન બાદ હવે અમદાવાદ શહેરને હરીયાળુ બનાવવા આ અભિયાન હાથ ધરાયું છે.
