Valsad News:ફેબ્રુઆરીના છેલ્લા કેટલાક દિવસોમાં વલસાડ જિલ્લામાં હવામાનમાં ફેરફાર જોવા મળ્યો છે. ગુરુવારે વહેલી સવારે સમગ્ર જિલ્લો ગાઢ ધુમ્મસથી (Fog Weather) છવાયેલુ હતું, જેના કારણે સામાન્ય જનજીવન અને વાહનવ્યવહાર પર નોંધપાત્ર અસર પડી હતી, જ્યારે ખેડૂતો તેમના કેરીના પાક પર વધતા જોખમથી ચિંતિત છે.
શહેરના મુખ્ય માર્ગો, રાજ્ય ધોરીમાર્ગો અને ખાસ કરીને રાષ્ટ્રીય ધોરીમાર્ગ 48 સવારથી ગાઢ ધુમ્મસથી (Fog Weather) ઘેરાયેલા હતા. દૃશ્યતા ખૂબ જ ઓછી હતી, જેના કારણે વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.હાઇવે પર વાહનોની ગતિ ધીમી પડી હતી. અકસ્માતો ટાળવા માટે, વાહનચાલકોને તેમના વાહનો પાર્ક કરવાની અને હેડલાઇટ ચાલુ રાખીને ધીમે ધીમે વાહન ચલાવવાની ફરજ પડી હતી. ઓફિસ અને શાળાએ જતા લોકોને પણ વિલંબનો સામનો કરવો પડ્યો હતો.

ધુમ્મસવાળું વાતાવરણ (Fog Weather) બન્યું ખેડૂતોની ચિંતાનું કારણ
હવામાન વિભાગની આગાહી મુજબ, ગુરુવારે સવારે વલસાડ શહેરમાં લઘુત્તમ તાપમાન 16 થી 18 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે નોંધાયું હતું. મહત્તમ તાપમાન 30 ડિગ્રીની આસપાસ રહેવાની ધારણા છે. હવામાં ભેજ 85% સુધી પહોંચતાં ધુમ્મસ વધુ ગાઢ બન્યું. પવનની ગતિ ધીમી હોવાથી ધુમ્મસ છવાયું હતું.વલસાડ જિલ્લો કેરીના પાકનું ઉત્પાદન કરવા માટે જાણીતો છે. બગીચાઓમાં કેરીના ઝાડ હાલમાં ખીલી રહ્યા છે, અને ફળ પાકવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ સમયે, અચાનક ગાઢ ધુમ્મસ (Fog Weather) અને વધેલા ભેજને કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે.

કૃષિ નિષ્ણાતોના મતે, ગાઢ ધુમ્મસને (Fog Weather) કારણે કેરીના ઝાડ પર ફૂગના રોગો અને જીવાતોનો ફેલાવો થવાનો ભય રહે છે.જો આ પરિસ્થિતિ ચાલુ રહેશે તો ખેડૂતોએ મોંઘા જંતુનાશકોનો છંટકાવ કરવો પડશે,જેના કારણે ઉત્પાદન ખર્ચ વધશે.હવામાનમાં આ અચાનક ફેરફારને કારણે શિયાળો પૂરો થાય તે પહેલાં જ ઠંડીનો અહેસાસ થયો છે.જોકે,ખેડૂતો માટે આ પરિસ્થિતિ વધુને વધુ ચિંતાજનક બની રહી છે.
આ પણ વાંચો:આગામી 12 કલાકમાં 3 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ; જાણો આજનું હવામાન અપડેટ
આ પણ વાંચો:ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું , ઉત્તર ગુજરાતમાં ધુમ્મસની આગાહી
આ પણ વાંચો:જાન્યુઆરીના અંત સુધી ઠંડી, ધુમ્મસ અને કમોસમી વરસાદની શક્યતા
