Surat News/ ચોરી, લૂંટ અને હત્યાના કેદીઓને અપાય છે હીરાઘસુ બનવાની તાલીમ

ડાયમંડ સિટી તરીકે ઓળખાતુ સુરત કથીરને કંચન બનાવવા માટે જાણીતું છે. હવે આ જ સુરતની લાજપોર સેન્ટ્રલ જેલમાં પણ ચોરી, લૂંટ અને હત્યાના કેદીઓને હીરાઘસુ બનવાની તાલીમ આપવામાં આવે છે.

Gujarat Surat Breaking News

Surat News: ડાયમંડ સિટી તરીકે ઓળખાતુ સુરત કથીરને કંચન બનાવવા માટે જાણીતું છે. હવે આ જ સુરતની લાજપોર સેન્ટ્રલ જેલમાં પણ ચોરી, લૂંટ અને હત્યાના કેદીઓને હીરાઘસુ બનવાની તાલીમ આપવામાં આવે છે. આમ સામાજિક વ્યવસ્થામાં તળિયે રહેલા ગુનેગારોને અહીં તાલીમ આપવામાં આવે છે. ગુજરાતની કે દેશની બીજી કોઈ જેલમાં કેદીઓને હીરા ઘસવાની તાલીમ આપવામાં આવતી નથી. પણ સુરતની લાજપોર જેલમાં આ તાલીમ આપવામાં આવે છે.

વિશ્વના મોટાભાગના હીરાનું કટિંગ અને પોલિશિંગ સુરતમાં થાય છે. હીરાનું યુનિટ સુરતની લાજપોર સેન્ટ્રલ જેલમાં પણ કાર્યરત છે. અહીં રત્ન કલાકાર બીજું કોઈ નહીં પણ જેલમાં સજા ભોગવી રહેલા કેદીઓ છે. દેશ અને વિદેશમાં રહેતા લોકો જે હીરાની જ્વેલરી પહેરે છે તેઓને અંદાજ પણ નહીં હોય કે, સુરતની જેલમાં તેમની જ્વેલરીમાંના હીરાને કાપીને પોલિશ કરવામાં આવ્યા છે. અહીંના કેદીઓ હીરાને કટિંગ અને પોલિશ કરીને 5 હજારથી 20 હજાર રૂપિયાની કમાણી કરે છે.

જેલમાં લૂંટ, ચોરી, હત્યા સહિતના ગુનાઓ કરનારા કેદીઓ

શહેરના સચિન વિસ્તાર ખાતે આવેલી લાજપોર સેન્ટ્રલ જેલમાં આમ તો લૂંટ, ચોરી, હત્યા સહિત અન્ય ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ સજા ભોગવી રહ્યા છે. પરંતુ તેઓ દ્વારા જેલની અંદર ખાસ ડાયમંડ યુનિટ ચલાવવામાં આવે છે.

આ યુનિટની ખાસ વાત એ છે કે, જે લોકો લાલચમાં આવીને એક સમયે ચોરી જેવા ગુના આચરી ચૂક્યા છે તેવા લોકો હવે તેમના હાથથી સૌથી કીમતી હીરાનું કટિંગ અને પોલિશિંગ કરી રહ્યા છે. રોજના 100 જેટલા કેદીઓ હીરા કટિંગ અને પોલિશ કરી રહ્યા છે. ડાયમંડ યુનિટમાં રત્ન કલાકારો જે રીતે હીરાને આકાર આપે છે, તેવી જ રીતે જેલની અંદરના યુનિટમાં આ કેદીઓ હીરાનું કટિંગ અને પોલિશિંગ કરી રહ્યા છે.

સ્કીલ ડેવલપમેન્ટ

જેલની અંદર સજા ભોગવી રહેલા કેદીઓ જ્યારે જેલથી બહાર નીકળે ત્યારે ગુનાહિત પ્રવૃત્તિથી દૂર રહે અને રોજગારી મેળવી શકે તે માટે સ્કિલ ડેવલપમેન્ટ જેલની અંદર તમામ કેદીઓ માટે કરવામાં આવે છે. જે હાથ ગુનાહિત પ્રવૃત્તિ કરતા હતા આજે તે જ હાથ લાખો રૂપિયાના હીરા કટિંગ અને પોલિશિંગ કરી રહ્યા છે.

કેદીઓને રોજગાર

આ અંગે જેલના વડા જે.એન. દેસાઈએ જણાવ્યું હતું કે સુરત ડાયમંડ સિટી છે. તેના ભાગરૂપે કેદીઓની સ્કીલ ડેવલપમેન્ટ માટે લાજપોર સેન્ટ્રલ જેલ ખાતે ડાયમંડ યુનિટ ચાલે છે. અહીં ડાયમંડ કટિંગ અને પોલિશિંગ કરવામાં આવે છે. અહીં કેદીઓને રોજગારી મળી રહે છે અને તેઓ પોતાના પરિવારને મદદ કરી શકે છે. હાલ 100 જેટલા કેદીઓ હીરા કટિંગ અને પોલિશિંગ કરી રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા અને પાટણમાં યલો એલર્ટ

આ પણ વાંચો: Gujarat Rain Live 15 July: ગુજરાતમાં આજે કેવો અને કેટલો રહેશે વરસાદ…..

આ પણ વાંચો: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તેમના જન્મદિવસે ત્રિમંદિરે દર્શન કરી રાજ્યની સુખાકારી માટે કરી પ્રાર્થના

આ પણ વાંચો: ગુજરાતમાં પરિવર્તન માટે કમર કસતી કોંગ્રેસ