PM Modi News: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કેપી શર્મા ઓલીને નેપાળના પ્રધાનમંત્રી તરીકે નિયુક્ત થવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ભારત અને નેપાળ વચ્ચે મિત્રતાના ઊંડા સંબંધોને વધુ મજબૂત કરવા અને પરસ્પર લાભદાયી સહયોગને વિસ્તારવા માટે પરસ્પર લાભદાયી સહયોગને વિસ્તારવા માટે નજીકથી કામ કરવાની આશા વ્યક્ત કરી હતી.
Congratulations @kpsharmaoli on your appointment as the Prime Minister of Nepal. Look forward to working closely to further strengthen the deep bonds of friendship between our two countries and to further expand our mutually beneficial cooperation for the progress and prosperity…
— Narendra Modi (@narendramodi) July 15, 2024
નેપાળના પ્રધાનમંત્રી તરીકે તમારી નિમણૂક બદલ @kpsharmaoli ને અભિનંદન. આપણાં બંને દેશો વચ્ચેના મિત્રતાના ઊંડા બંધનોને વધુ મજબૂત કરવા અને આપણાં લોકોની પ્રગતિ અને સમૃદ્ધિ માટે આપણાં પરસ્પર લાભદાયી સહકારને વધુ વિસ્તૃત કરવા માટે હળીમળીને કામ કરવા માટે આતુર છીએ.
અગાઉના શાસનમાં કેવું હતું ભારત સાથેનું વલણ
રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે રવિવારે 72 વર્ષીય CPN-UML પ્રમુખ કેપી શર્મા ઓલીને નેપાળના નવા વડાપ્રધાન તરીકે નિયુક્ત કર્યા. બે વખત દેશના વડાપ્રધાન રહી ચૂકેલા ચીનના સમર્થક ઓલી સોમવારે સવારે 11 વાગ્યે શપથ લેશે. પોતાના પ્રથમ કાર્યકાળમાં ઓલીએ જાહેરમાં ભારતની ટીકા કરી હતી. 2015 માં નેપાળમાં નવા સંઘીય, લોકશાહી બંધારણને અપનાવવામાં આવ્યા પછી, તેરાઈ પ્રદેશમાં મહિનાઓ સુધી આંદોલન ચાલ્યું હતું. ભારતીય મૂળના તેરાઈના રહેવાસીઓએ ભેદભાવનો આક્ષેપ કર્યો હતો.
ભારત સાથે સંબંધ સુધારવા કર્યો પ્રયાસ
આ મુદ્દે ભારત-નેપાળના સંબંધોમાં તણાવ હતો, પરંતુ ઓલી નેપાળ-ભારત અગ્રણી વ્યક્તિ જૂથ બનાવવા માટે સંમત થયા હતા. બીજી વખત સત્તા સંભાળતા પહેલા, ઓલીએ દેશની આર્થિક સમૃદ્ધિ માટે ભારત સાથે મૈત્રીપૂર્ણ સંબંધો બનાવવાનું વચન આપ્યું હતું, પરંતુ નેપાળનો નવો રાજકીય નકશો જાહેર થયા બાદ ભારત સાથેના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી. નવા નકશામાં ત્રણ વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ભારતીય વિસ્તારોને નેપાળ તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
અસલી અયોધ્યા નેપાળમાં હોવાનું કહીને વિવાદ ઊભો કર્યો
જુલાઈ 2020માં ઓલીએ દાવો કર્યો હતો કે ભારતે રામને હડપ કરી લીધું છે અને અસલી અયોધ્યા નેપાળમાં છે. ઓલીના દાવાથી ભારત અસ્વસ્થ થયા બાદ નેપાળના વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરવી પડી હતી.
ઓલીના કાર્યકાળ વિવાદાસ્પદ રહ્યો
ઓલી 11 ઓક્ટોબર 2015 થી 3 ઓગસ્ટ 2016 સુધી અને 5 ફેબ્રુઆરી 2018 થી 13 જુલાઈ 2021 સુધી વડાપ્રધાન રહી ચુક્યા છે. 13 મે, 2021 થી 13 જુલાઈ, 2021 સુધીનો વડાપ્રધાન તરીકેનો તેમનો કાર્યકાળ વિવાદાસ્પદ રહ્યો. તત્કાલીન રાષ્ટ્રપતિ બિદ્યાદેવી ભંડારી દ્વારા તેમની નિમણૂકને સર્વોચ્ચ અદાલતે ગેરબંધારણીય ગણાવી હતી.
આ પણ વાંચો:અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલા બાદ પીએમ મોદીએ આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું
આ પણ વાંચો:સસ્તા અને સુલભ ન્યાય માટે વર્ષો રાહ જોવી પડશે! 16 વર્ષ પછી માત્ર 309 ગ્રામીણ અદાલત કાર્યરત
આ પણ વાંચો:PM મોદીએ મુંબઈમાં કહ્યું, ‘મહારાષ્ટ્રનું સમૃદ્ધ ભવિષ્યનું સ્વપ્ન છે, દેશના લોકો ઝડપી વિકાસ ઈચ્છે છે
